- જામનગરમાં ત્રણ રાફેલ વિમાનનું આગમન
- બુધવારે રાત્રે 8.20 કલાકે રાફેલનું સફળ લેન્ડિંગ થયું
- પ્રથમ 29 જુલાઈના રોજ 5 રાફેલ વિમાન ભારત પહોંચ્યા હતા
જામનગરઃ ભારતીય વાયુસેનાને 4 નવેમ્બરના રોજ વધુ 3 રાફેલ લડાકુ વિમાન મળી ગયા છે. ત્રણેય રાફેલ વિમાન ફ્રાન્સથી ટેકઓફ થયા પછી સીધા ભારત આવી પહોંચ્યા છે. મળતી માહિતી મુજબ ફ્રાન્સના એરબેસથી ગુજરાતના જામનગર સુધીની લાંબી સફર દરમિયાન ફ્રાંસીસી વાયુસેનાનું હવામાં ઈંધણ ભરતું વિમાન પણ સાથે રાખવામાં આવ્યું હતું.
ભારતે ફ્રાન્સ પાસેથી રૂપિયા 59,000 કરોડમાં 36 રાફેલ વિમાન ખરીદવાનો કર્યો છે કરાર
ફ્રાન્સની કંપની દાસૌ એવિએશનથી 5 રાફેલ વિમાન પ્રથમ ર૯ જુલાઈના ભારત પહોંચ્યા હતા. ભારતે ફ્રાન્સ પાસેથી રૂપિયા 59,000 કરોડમાં 36 રાફેલ વિમાન ખરીદવાનો કરાર કર્યો છે. રાફેલ માટે અલગ અલગ બેંચમાં ભારતીય વાયુસેનાના પાયલટોને ફ્રાન્સમાં પ્રશિક્ષિત કરવામાં આવ્યા હતા. રક્ષાપ્રધાન રાજનાથસિંહે રાફેલ વિમાનોને ગેમ ચેન્જર બતાવ્યા હતા. તેઓનું કહેવું હતું કે, રાફેલની સાથે વાયસેનાએ ટેકનોલોજી સ્તરે પ્રગતિ હાંસલ કરી છે. આ નવિનત્તમ હથિયાર અને સુપીરિયર ઐસર થીલેંસ લડાકુ વિમાન છે. તેમાંથી અડધા વિમાન અંબાલા એરબેસ અને અડધા પશ્ચિમ બંગાળના હાઉરામારા એરબેસ પર રાખવામાં આવ્યા છે.
આ વિમાન 1800 કિ.મી. પ્રતિકલાકની ઝડપે પહોંચવાની તાકાત ધરાવે છે
આ વિમાન 1800 કિ.મી. પ્રતિકલાકની ઝડપે પહોંચવાની તાકાત ધરાવે છે. રાફેલના નિશાનાથી દુશ્મનો બચી શકતા નથી. પોટોડ વિમાન રાફેલનું વજન 10 ટન છે. જે મિશાલની સાથે ઊડાન ભરે તો 25 ટન સુધી થઈ જાય છે. રાફેલ વિમાન હિમાચલ પર ખૂબ ઠંડા વાતાવરણમાં પણ ઊડાન ભરવાથી સક્ષમ છે.
પાકિસ્તાનના એફ-18 અને ચીનના જે-20 થી આ રાફેલ વિમાન શ્રેષ્ઠ
ભારતે પોતાની જરૂરત મુજબ તેમાં હૈમર મિસાઈલ લગાવી છે. આ મિસાઈલ આકાશથી જમીન પર હુમલો કરવા શ્રેષ્ઠ સાબિત થાય છે. એક મિનિટમાં 18,000 મીટરની ઊંચાઈએ જઈ શકે છે. પાકિસ્તાનના એફ-18 અને ચીનના જે-20 થી આ રાફેલ વિમાન શ્રેષ્ઠ છે.
વર્ષ 2023 સુધીમાં તમામ 36 રાફેલ વિમાનને વાયુસેનામાં કરાશે સામેલ
રાફેલ વિમાનની પ્રથમ બેચને 10 સપ્ટેમ્બરના રોજ એરફોર્સમાં સામેલ કરવામાં આવી હતી. એરફોર્સના ચીફ આર.કે.એસ. ભદૌરીયાએ 5 ઓક્ટોબરે કહ્યું હતું કે, 2023 સુધીમાં તમામ 36 રાફેલ વિમાનને વાયુસેનામાં સામેલ કરવામાં આવશે.
આ પણ વાંચોઃ રાફેલ વિમાન અંબાલા એરબેઝ પર થયા લેન્ડ, ભવ્ય સ્વાગત કરાયું
પાંચ રાફેલ લડાકુ વિમાન ભારત પહોંચી ગયા છે. બુધવારે બપોરે રાફેલનું ઉતરાણ અંબાલા એરબેઝ પર થયું હતું.