- થર્ડ વેવ પહેલા જાગ્યું હોસ્પિટલ મેનેજમેન્ટ
- થર્ડ વેવ પહેલાં ગુરુ ગોવિંદ સિંઘ સજ્જ
- પીડિયાટ્રિક વોર્ડની વ્યવસ્થા
જામનગરઃ ત્રીજી વેવ પહેલાં જ જામનગર વહીવટીતંત્ર અને હોસ્પિટલ મેનેજમેન્ટ સફાળું જાગ્યું છે. કલેક્ટર એસ.રવિશંકરની અધ્યક્ષતામાં ત્રીજી વેવને લઇ બેઠક પણ યોજાઈ હતી.
આ પણ વાંચોઃ રાજ્યએ ખુશ થયા વિના થર્ડ-વેવ સાથે લડવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરવો જોઈએઃ ગુજરાત હાઇકોર્ટ
જી.જી.હોસ્પિટલમાં પીડિયાટ્રિક વોર્ડ બનાવવામાં આવ્યો
કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં કોરોનાની ત્રીજી વેવ અંગે ચર્ચા કરવામાં આવી હતી અને ખાસ કરીને ત્રીજી વેવમાં બાળકો પર ગંભીર અસર થઇ શકે તેવી ચેતવણીના પગલે તમામ પ્રકારની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જામનગર ગુરુ ગોવિંદ સિંઘ હોસ્પિટલમાં 200 બેડની હોસ્પિટલમાં પીડિયાટ્રિક વોર્ડ બનાવવામાં આવ્યો છે. જો કે, હજુ વોર્ડમાં વિવિધ સાધનો લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ ભારતમાં કોવિડ - 19ની બીજી વેવ ત્રાસ સમાન : ડૉ વિવેક મૂર્તિ
હોસ્પિટલ અધિક્ષકનું નિવેદન
ETV Bharat સાથે વાત કરતા હોસ્પિટલ અધિક્ષક ડૉ.દિપક તિવારીએ જણાવ્યું કે, કલેક્ટર સાથે બેઠક યોજાઇ હતી અને આ બેઠકમાં વિવિધ સૂચનો કરવામાં આવ્યાં છે. જે અનુસંધાને હોસ્પિટલ મેનેજમેન્ટ અને ડૉક્ટર્સ, નર્સિંગ સ્ટાફ, પેરા મેડિકલ સહિતનું અગાઉથી મેનેજમેન્ટ કરવામાં આવશે. જો કે, ત્રીજી વેવ બાળકો માટે ગંભીર સાબિત થયા તે પહેલાં આગોતરું આયોજન જરૂરી છે.