ETV Bharat / city

એન્જીનિયરિંગ વિદ્યાર્થીએ રોકેટ ટેકનોલોજીમાં ઉપયોગી એન્જિન બનાવી ઇતિહાસ રચ્યો - Pollution prevention

જામનગરની સરકારી પોલીટેકનિક કોલેજના (Jamnagar Government Polytechnic College) ઇલેક્ટ્રિકલ વિભાગના વિદ્યાર્થીઓ સંગમ કુમાર, ગામીત યુસુબ, સોઢા મહિરાજ કે જેઓ છેલ્લા વર્ષમાં અભ્યાસ કરી રહ્યાં છે અને બે વર્ષથી SSIP અંતર્ગત આયન એન્જીન નામનો પ્રોજેક્ટ કરી રહ્યાં છે. આ પ્રોજેક્ટ ઇલેક્ટ્રિકલ પ્રોપલ્શનના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે.

એન્જીનિયરિંગ વિદ્યાર્થીએ રોકેટ ટેકનોલોજીમાં ઉપયોગી એન્જિન બનાવી ઇતિહાસ રચ્યો

author img

By

Published : May 29, 2021, 7:17 PM IST

  • જામનગરના વિદ્યાર્થીએ રોકેટ ટેકનોલોજીમાં ઉપયોગી એન્જિન બનાવ્યું
  • ડોક્ટર વી.એસ. તેજવાણીના માર્ગદર્શન હેઠળ તૈયાર કર્યું
  • સ્પેસ ટેકનોલોજીમાં ઉપયોગી થશે પ્રોજેકટ

    જામનગરઃ સરકારી પોલીટેકનિક કોલેજના ત્રણ વિદ્યાર્થીઓએ આ પ્રોજેકટ બનાવ્યો છે. મશીન સંદર્ભે વાત કરતાં વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે અમને SSIPની 40,000 ની ગ્રાન્ટ પણ મળી છે. આ પ્રોજેક્ટ પૂરો થઈ જાય તો દેશને સ્પેસ ટેકનોલોજી અને રોકેટ ટેકનોલોજીમાં ખૂબ ઉપયોગી (Engines useful in rocket technology) થઇ શકે તેમ છે. વિદ્યાથીઓ દ્રારા બનાવવામાં આવેલ આ એન્જિન કઈ રીતે કાર્ય કરે છે તે સમજીએ. આ એન્જિન આયનીકરણની પ્રક્રિયા પર કાર્ય કરે છે. અણુમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવાથી તે પોઝિટિવ ચાર્જ થાય છે. આ પોઝિટિવ ચાર્જ આયનને જુદી જુદી ગ્રીડથી પ્રવેગિત કરી થ્રસ્ટ મેળવી શકાય છે. તેનાથી સ્પેસ ક્રાફ્ટ ચલાવી શકાય છે અને વળી તેનો ઉપયોગ સ્પેસ શટલ અને સેટેલાઈટમાં પણ કરી શકાય છે.

    આ પણ વાંચોઃ પ્રેમિકાને સાથ આપવા જતાં પ્રેમી પોલીસ સંકજામાં ફસાયો

    પ્રદૂષણ નિવારણમાં પણ છે ઉપયોગી
    તેની પેટન્ટ કરવાની પ્રક્રિયા કરી રહ્યાં છે

આમાં માધ્યમ તરીકે આર્ગન,ઝેનોન જેવા નિષ્ક્રિય વાયુનો ઉપયોગ કરી શકાય છે. આ પ્રોજેક્ટમાં ઇલેક્ટ્રિકલ ઇનપુટનો ડાયરેક્ટ થ્રસ્ટમાં રૂપાંતર થઇ શકે છે કોઈ જ રોટેટીંગ પાર્ટ નથી. ઇલેક્ટ્રિકલ ઇનપુટ તરીકે સોલાર કે અન્ય કોઈપણ પાવર આપી શકાય છે. આ રીતે તૈયાર થયેલ રોકેટ હાલમાં વપરાતા રોકેટની સરખામણીમાં ખૂબ સસ્તા છે. વળી હાલમાં વપરાતા રોકેટ એક જ વખત વાપરી શકાય છે જ્યારે આ રોકેટ ખૂબ લાંબા સમય સુધી વાપરી શકાય છે. હાલમાં વપરાતા રોકેટમાં બળતણને કારણે ખૂબ પ્રદૂષણ થાય છે. આ પ્રોજેક્ટમાં બનાવેલ ટેકનોલોજીથી (Pollution prevention) પ્રદૂષણ નિવારી શકાશે. તેના પરની મોટાભાગની કામગીરી પૂર્ણ કરી લીધી છે. અમે તેની પેટન્ટ કરવાની પ્રક્રિયા કરી રહ્યાં છીએ. પરંતુ તેનું વિવિધ પેરામીટર પર ટેસ્ટિંગ કરવાનું બાકી છે તે માટે ઇસરો, SKY રોકેટ અને બીજી સંસ્થાઓને મેઇલ કરીને વિનંતી કરી છે. આ પ્રોજેક્ટમાં સતત માર્ગદર્શન અને મદદ કરવા માટે સંસ્થાના આચાર્ય એ.કે.ઝાલા, ઇલેક્ટ્રિકલ વિભાગના વડા વી.આર કોટડાવાલા, SSIP કોડિનેટર બોરસનિયા તથા ઇલેક્ટ્રિકલ વિભાગના વેગડભાઈ અને મેઘાબેન ચાવડાનો વિદ્યાર્થીઓએ આભાર વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચોઃ GPSC દ્વારા કલાસ 1 અને 2ના પરિણામો જાહેર કરાયા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.