- કોરોના કહેરને કારણે અમદાવાદની તમામ બસ સેવા બંધ કરવામાં આવશે: આર.સી.ફળદુ
- અમદાવાદ શહેરમાં રાત્રી કરફ્યુના નિર્ણય બાદ કૃષિપ્રધાન આર.સી.ફળદુએ એસ.ટી.બસ મામલે પ્રતિક્રિયા આપી
- અમદાવાદમાં કોરોનાના કેસ વધતા બસ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો
જામનગર: અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણમાં ભયજનક વધારો થઇ રહ્યો છે અને શહેરમાં દરરોજ 200થી વધુ કોરોનાના કેસ સામે આવી રહ્યા છે. ત્યારે પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે તંત્ર દ્વારા કરફ્યુ જાહેર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદ શહેરમાં 60 કલાક માટે કરફ્યૂ જાહેર કરવામાં આવ્યું છે.
અમદાવાદ બાયપાસથી નીકળતી બસોને ચાલુ રાખવામાં આવશે
અમદાવાદ શહેરમાં કોરોના કેસમાં વધારો થતા અમદાવાદ શહેરમાં જતી તમામ એસટી બસોને બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જો કે અમદાવાદ બાયપાસથી નીકળતી બસોને ચાલુ રાખવામાં આવશે. અમદાવાદમાં રાત્રી કરફ્ર્યૂનો નિર્ણય કરવામાં આવતા એસટી બસોને બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી શિયાળાની શરૂઆત થઇ ચુકી છે
જો કે અમદાવાદ શહેરના વિવિધ બસ સ્ટોપ પરથી અન્ય ડેપોમાં જતી તમામ એસટી બસ સેવા બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી શિયાળાની શરૂઆત થઇ ચુકી છે, જેથી લોકોને કોરોના સાથે શરદી ઉધરસમાં પણ વધારો થયો છે. ત્યારે કોરોનાનો કહેર વધતા એસટી બસ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
મેગાસીટી અમદાવાદમાં કોરોનાએ ફરી માથું ઊંચક્યું
ખાસ કરીને મેગાસીટી અમદાવાદમાં કોરોનાએ ફરી માથું ઊંચક્યું છે. સતત વધતા કેસને લઈ અમદાવાદમાં રાત્રી કરફ્યૂની જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદની મહત્વની જવાબદારી રાજ્ય સરકારે સિનિયર IAS અધિકારી રાજીવ ગુપ્તાને સોંપવામાં આવી છે. જ્યારે ગુરૂવારે રાજીવ ગુપ્તાએ જાહેરાત કરી હતી કે, અમદાવાદમાં 20 નવેમ્બરની રાત્રે 9 કલાકથી સવારના 6 કલાક સુધી કરફ્યૂ રહેશે, પરંતુ ત્યારબાદ ફરીથી જાહેરાત કરી હતી કે, હવે 20 નવેમ્બર સવારે 9:00થી સોમવાર 23 નવેમ્બરના સવારના 6 કલાક સુધી સંપૂર્ણ અમદાવાદમાં કરફ્યૂ રહેશે. એટલે કે અમદાવાદમાં 60 કલાક સંપૂર્ણ કરફ્યૂ રહેશે.