ETV Bharat / city

Sexual Harassment Case Jamnagar: SITનો રિપોર્ટ જમા ન થતા તર્કવિતર્ક - જામનગર મામલે SITનો રિપોર્ટ

જામનગરમાં બહુચર્ચિત યૌન શોષણ ( Sexual Harassment Case Jamnagar ) મામલે રાજ્યના કૃષિ પ્રધાન આર. સી. ફળદુએ પ્રથમ વખત પ્રતિક્રિયા આપી છે. આ તબક્કે, કૃષિપ્રધાન આર.સી. ફળદુ ( R.C. Faldu )એ જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટી સમગ્ર મામલે તપાસ કરી રહી છે. જોકે, હજુ સુધી કમિટીએ રિપોર્ટ જમા કરાવ્યો નથી. જેના કારણે અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે.

Sexual Harassment Case Jamnagar
Sexual Harassment Case Jamnagar
author img

By

Published : Jun 21, 2021, 7:54 PM IST

  • રોગી કલ્યાણ સમિતિ બેઠકમાં યૌન શોષણ મામલે કોઈ ચર્ચા નહી
  • બેઠકમાં રાજ્યના કૃષિ પ્રધાન આર. સી. ફળદુની ઉપસ્થિતિ
  • આજદિન સુધી કમિટીનો રિપોર્ટ જમા કરાવાયો નથી

જામનગર: શહેરની ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં એટેન્ડન્સ તરીકે ફરજ બજાવતી 60થી 70 જેટલી યુવતીઓ સાથે યૌન શોષણ ( Sexual Harassment Case Jamnagar ) થયા હોવાની ઘટના બહાર આવતા સમગ્ર રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. ત્યારે, રાજ્યના કૃષિ પ્રધાન આર. સી. ફળદુ ( R.C. Faldu ) એ પ્રથમ વખત પ્રતિક્રિયા આપી છે.

Sexual Harassment Case Jamnagar

આ પણ વાંચો: Sexual Harassment Case Jamnagar: કોણ છે મુખ્ય સુત્રધાર ?, જાણો...

યૌન શોષણના આરોપીઓને કોણ છાવરી રહ્યું છે ?

હોસ્પિટલના એટેન્ડન્સ દ્વારા વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું. તેમ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને જિલ્લા પોલીસ વડાને પણ રજૂઆત કરવામાં આવી હતી. જોકે, હજુ સુધી યૌન શોષણ મામલે કોઈ ન્યાય ન મળતા આખરે પીડિત યુવતીઓએ વિવિધ સંસ્થાઓનો સહારો લઇ અને વિરોધ પ્રદર્શન કર્યા છે.

Sexual Harassment Case Jamnagar
Sexual Harassment Case Jamnagar

યુવતીઓના નિવેદન લેવાયા પણ રિપોર્ટ હજુ સબમિટ કર્યો નથી

જામનગરની ગુરુકુળ હોસ્પિટલમાં આજ સોમવારના રોજ રોગી કલ્યાણ સમિતિની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં કૃષિપ્રધાન આર.સી. ફળદુ અને અન્ન પુરવઠા પ્રધાન હકુભા જાડેજા તેમજ હોસ્પિટલના ડીન નંદિની દેસાઈ અને હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ સહિતના અધિકારીઓ તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ રોગી કલ્યાણ સમિતિની બેઠકમાં આ મામલે કંઈ પણ ચર્ચા કરવામાં આવી ન હોવાનું કૃષિપ્રધાન ફળદુએ જણાવ્યું છે.

આ પણ વાંચો: sexual harassment case: શું છે જામનગર યૌન શોષણ કેસ

યૌન શોષણના આરોપીઓ વિરુદ્ધના પુરાવા હોવા છતાં કોઈ પગલાં નહી

જામનગરની મહિલા ન્યાય મંચ નામની સંસ્થાએ જિલ્લા પોલીસ વડાને વિવિધ પુરાવો સાથે આરોપીઓની સંડોવણી હોવાની વિગતો આપી હોવા છતાં પણ આરોપીઓ સામે હજુ સુધી પોલીસ ફરિયાદ નોંધાઇ નથી અને આરોપીઓ ખુલ્લેઆમ ફરી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.