ETV Bharat / city

જામનગરમાં મતદાન રદ થયા બાદ ફરી 400 હોમગાર્ડ જવાનોએ મતદાન કર્યું - Bogus poll

જામનગરમાં હોમગાર્ડ જવાનોનું બેલેટ પેપર મતદાન થયું હતું. જેને લઇને વિવાદ સર્જાતા કલેક્ટર દ્વારા મતદાન રદ કરવામાં આવ્યું હતું અને ફરીથી મતદાન કરવા જણાવાયું હતું. આજે ફરી હોમગાર્ડ જવાનો દ્વારા મતદાન કરાવવામાં આવી રહ્યું છે. જેમાં મતદાન પ્રક્રિયા દરમિયાન સોશિયલ ડિસ્ટન્સના ભંગ થયો હતો.

જામનગરમાં મતદાન રદ થયા બાદ ફરી 400 હોમગાર્ડ જવાનોએ મતદાન કર્યું

author img

By

Published : Feb 19, 2021, 3:58 PM IST

  • જામનગરમાં 400 હોમગાર્ડ જવાનોએ ફરી મતદાન કર્યું
  • મતદાન રદ થયા બાદ ફરી મતદાન
  • જામનગરમાં બેલેટ પેપર વોટીંગ વિવાદ

જામનગરઃ સરકારી કર્મચારીઓ મતદાનથી વંચિત ન રહે તે માટે સરકાર દ્વારા પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. જે નિયમ મુજબ જામનગરમાં એમ.પી.શાહ કોર્મસ કોલેજ ખાતે પોસ્ટલ બેલેટ મતદાન મથક ઉભું કરવામાં આવ્યું હતું. જયાં મહાનગરપાલિકાની ચૂંટણી માટે ફરજ સોંપાયેલા અંદાજે 250 થી 300 જેટલા સરકારી કર્મચારીઓએ પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરવા પહોંચ્યા હતા.

કોંગ્રેસે બોગસ વોટિંગ થયું હોવાનો કર્યો હતો આક્ષેપ

આ ઉપરાંત ચૂંટણીમાં હોમગાર્ડના જવાનો પણ સુરક્ષા અંગેની જવાબદારીમાં જોડયા છે, ત્યારે આ હોમગાર્ડના જવાનો માટે લાલ બંગલા ખાતે આવેલી જૂની કલેક્ટર કચેરી ખાતે પોસ્ટલ બેલેટ મતદાન મથક ઉભું કરવામાં આવ્યું હતું. આમા 532 હોમગાર્ડ જવાનોને બેલેટ પેપર વિતરણ કરવામાં આવ્યા હતા.

જામનગરમાં મતદાન રદ થયા બાદ ફરી 400 હોમગાર્ડ જવાનોએ મતદાન કર્યું

કલેક્ટરે ફરી ચૂંટણી કરવાનો કર્યો આદેશ

જામનગરમાં હોમગાર્ડ જવાનોનું બેલેટ પેપર મતદાન થયું હતું. જેને લઇને વિવાદ સર્જાતા કલેક્ટર દ્વારા મતદાન રદ કરવામાં આવ્યું હતું અને ફરીથી મતદાન કરવા જણાવ્યું હતું. આજે 400 હોમગાર્ડ જવાનો દ્વારા ફરીથી મતદાન કરાવવામાં આવી રહ્યું છે. જેમાં અલગ-અલગ ત્રણ યુનિટમાં મતદાન કરાવાઈ રહ્યું છે. મતદાન મથક પર હોમગાર્ડ જવાનોની મોટી લાઈનો લાગી છે. મતદાન પ્રક્રિયા દરમિયાન સોશિયલ ડિસ્ટન્સના ભંગ થયો હતો.

શું હતો સમગ્ર વિવાદ

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને ચૂંટણી પ્રક્રિયામાં ફરજ બજાવતા સરકારી કર્મચારીઓ તેમજ સુરક્ષા માટેના હોમગાર્ડઝના જવાનો દ્વારા બુધવારના રોજ પોસ્ટલ બેલેટ વિતરણ કરવાનું હતું પરંતુ આશ્ચર્યજનક રીતે હોમગાર્ડ કચેરીમાં પોસ્ટલ બેલેટ વિતરણ કરવાની પક્રિયા હાથ ધરવામાં આવી હતી.

કલેક્ટર હતા સમગ્ર મામલે અજાણ,ધારાસભ્ય વિક્રમ માડમે કરી હતી રજૂઆત

જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવતા તેઓ પણ ચોંકી ઉઠયા હતાં અને પગલા લેવાની ખાત્રી આપી તાત્કાલિક ઉચ્ચ કક્ષાની મિટીંગ બોલાવી હોમગાર્ડ કચેરીમાં થયેલા મતદાન અને બેલેટ પેપર રદ્દ કરવાનો નિર્ણય લઇ નવેસરથી ચૂંટણી કરવાની જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છેકે, હોમગાર્ડ કચેરીમાં 400 મતો પડી ગયા હતાં.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.