ETV Bharat / city

જામનગરમાં GST ડિપાર્ટમેન્ટની વહીવટી રીતે કરાતી હેરાનગતિઓ અને વેપારીઓને થઇ રહી છે હેરાનગતી - GST Department in Jamnagar

હાલ કોરોનાકાળ ચાલી રહ્યો છે. ઉદ્યોગ-ધંધાને ભારે અસર થઈ છે. જામનગરના બ્રાસ ઉદ્યોગમાં 40 ટકા જેટલા જ કારખાનાઓ શરૂ થયા છે. તેમાંય GST અને લોકડાઉનને લઇને વેપારીઓ ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે. બ્રાસ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ GSTને લઈને શુ મૂંઝવણ અનુભવી રહ્યા છે, તે જાણવાનો પ્રયાસ Etv Bharat દ્વારા કરવામાં આવ્યો છે. GSTના 18 ટકાને બદલે રાજ્ય સરકારે એક-બે વર્ષ માટે 5 ટકા કરવી. જેના કારણે વેપારીઓ ફરીથી પોતાનો મંદીમાં સપડાયેલા ધંધો વેગવંતો બનાવી શકે.

Gujarat News
Gujarat News
author img

By

Published : Jun 24, 2021, 8:18 PM IST

  • બ્રાસ પાર્ટ્સ એસોસિએશનની બેઠક યોજાઇ
  • બેઠકમાં વિવિધ પ્રશ્નો વિષે ચર્ચા કરાઈ
  • આ બેઠકમાં એસોસિએશનના પ્રમુખે વેપારીઓને સૂચના આપી

જામનગર : બ્રાસ પાર્ટ્સ એસોસિએશન (Brass Parts Association)ની બેઠક યોજાઇ હતી. બેઠકમાં વિવિધ પ્રશ્નો વિષે ચર્ચા પણ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, બહારના રાજ્યમાંથી જે પ્રકારે બ્રાસ પાર્ટના ઉદ્યોગોનો માલ મગાવવામાં આવી રહ્યો છે. જેમાં મોટા પ્રમાણમાં બોગસ બિલિંગ (Bogus billing) થતું હોવાની ઘટના બહાર આવે છે. જેના કારણે જામનગરના વેપારીઓ બોગસ બિલિંગ (Bogus billing)નો શિકાર બને છે અને છેતરપિંડીનો ભોગ બની રહ્યા છે. આવી ઘટનાઓ ન બને તે માટે પણ આ બેઠકમાં એસોસિએશનના પ્રમુખે વેપારીઓને સૂચના આપી છે. બિલ ચકાસ્યા બાદ જ વેચાણ કરવું જોઈએ. સમગ્ર મામલે GSTના અધિકારીઓ કંઇપણ બોલવાનો ઇન્કાર કરી રહ્યા છે.

જામનગરમાં GST ડિપાર્ટમેન્ટની વહીવટી રીતે કરાતી હેરાનગતિઓ અને વેપારીઓને થતી પરેશાનીઓ

આ પણ વાંચો : યંગ બ્રિગેડના હાથમાં જામનગર જિલ્લાનો વહીવટ, લોકોની અપેક્ષા પર ખરાં ઉતરશે?

  • વેટ કાયદા હેઠળ આકારણી થયી નથી અને નમૂના 205માં જે રિફંડ દર્શાવ્યું છે તે રિફંડ ચુકવાયું નથી. રૂપિયા 1,00,000થી ઓછી રકમની આકારણી ન કરવા માટે કમિશ્નર સ્તર પરથી સૂચનાઓ અપાયી હતી. તેથી તેવા કોઈ વેપારીઓના આકારણીના "ટાસ્ક" ન જનરેટ થયા. જેઓએ પત્રકે રૂપિયા 1,00,000થી ઓછું રિફંડ ક્લેમ કર્યુ હોય.
  • વેટ કાયદા હેઠળ આકારણી ન થયું હોવાથી રિફંડ ખાતા પાસે પેન્ડિંગ છે, તેવામાં માત્ર કેન્દ્રીય વેચાણ વેરા કાયદા હેઠળ આકારણી કરી તેમાં જો કોઈ ડિમાન્ડ ઉપસ્થિત થઇ તો, તેની પર વ્યાજ અને (અમુક કિસ્સામાં) દંડ પણ આકારાયો છે.
  • વિવાદ અરજી તબક્કે મનાઈ હુકમની અરજી કરાયી છે, 20 ટકા પ્રાથમિક ભરણું ભરી આપ્યું છે તેમ છતાં મનાઈ હુકમની અરજીની સુનાવણી પેન્ડિંગ છે અથવા સુનાવણી થઇ ગઈ છે. મનાઈ હુકમ આવવાનો બાકી છે તેવા તબક્કામાં રિકવરી કરવામાં આવી છે. આ રિકવરી એવા સંજોગોમાં પણ થાય છે. જે સંજોગોમાં ઉપરોક્ત હકિકતોની જાણ સ્થાનિક અધિકારીઓને કરાયી હોય.
  • સામાન્ય રીતે આકારણી હુકમની બજવણી ક્લાર્કો દ્વારા કરવામાં આવે છે અને બહુધા હુકમો રૂબરૂ વ્યવસાયિકોને જ બજાવવામાં આવે છે. ગત સિઝનમાં કોરોનાના કારણે વ્યવસાયિકો કચેરીએ રૂબરૂ ગયા ન હતા. તેથી બહુધા આકારણી હુકમોની બજવણી પેન્ડિંગ છે. અનેક હુકમો RPAD કરાયા છે. વેપારીઓની ધંધાની જગ્યા પણ બંધ હોય તે બજેલ નથી. આકારણી હુકમ તથા ડિમાન્ડ નોટિસની કાયદેસરની બજવણી થઇ છે કે નહિ તે ચેક કર્યા વગર રિકવરી કરવામાં આવે છે.
  • વ્યાજ રાહત યોજના હેઠળ અથવા અન્ય રીતે ડિમાન્ડનું સંપૂર્ણ ચુકવણું થઇ ગયું છે તેમ છતાં રિકવરી કરવામાં આવે છે.
  • વિવાદ અરજી તબક્કે મનાઈ હુકમ મળી ગયો છે. જેની જાણ સ્થાનિક અધિકારીઓને કર્યા છતાં તેઓ દ્વારા રિકવરી કરવામાં આવે છે.
  • રિકવરી માટે બેન્ક એટેચમેન્ટ (Bank attachment) વગેરે પગલાઓ લેવામાં આવે છે, ત્યારે તે પહેલા કોઈ વેપારીઓનું દફતર કે આકારણી ફાઈલ ચકાસવામાં આવતી નથી. બહુધા કિસ્સામાં ચલણ ક્લાર્ક પાસે રૂબરૂ દાખલ કરેલા હોવા છતાં ક્લાર્ક દ્વારા તેની નોંધ નથી કરવામાં આવતી નથી.
  • રેકર્ડ ઉપરની ભૂલને હિસાબે અમુક કિસ્સામાં વેપારીઓએ રેક્ટીફિકેશનની અરજી કરી હોય છે. જે કિસ્સામાં વેપારીએ રેક્ટીફિકેશનની અરજી કરી હોય તો તેનો નિકાલ જલ્દી કરવામાં આવતો નથી અને રિકવરી કરવામાં આવે છે.
  • આકારણીમાં 100 રૂપિયાની ડિમાન્ડ ઉપસ્થિત થયી છે, એ પછી ફેર-આકારણી કરવામાં આવી અને પછી રૂપિયા 10ની ડિમાન્ડ રહી. હવે SMS અને e-mail 110 રૂપિયાના આવે છે.
  • GST રજિસ્ટ્રેશન અરજીના નિકાલ બહુ મોડો થાય છે. દરેક (100માંથી 90 કિસ્સામાં) અરજી કરનારાને ડેફિસિયન્સી મેમો આપવામાં આવે છે. અનેક વખત કેસને સુસંગત ન હોય તેવા પુરાવાઓ માગવામાં આવે છે. દા. ત. કોરોનાને કારણે મૃત્યુ પામેલાના ટ્રાન્સફરી જ્યારે નંબર મેળવવા અરજી કરે, ત્યારે મૃત્યુ પામનારાનો ટ્રાન્સફરી સાથેનો સંબંધ અથવા મૃત્યુ પામનારા રજિસ્ટર વેપારી હતા કે નહિ તેની સાબિતી માગવામાં આવે છે.

આ પણ વાંચો : Reliance AGM : મુકેશ અંબાણીની ગુજરાતને મોટી ભેટ, જામનગરમાં શરૂ કરાશે રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ

રજિસ્ટ્રેશન એમેન્ડમેન્ટ અરજીમાં બહુ વિચિત્ર પુરાવાઓની માંગણી

રજિસ્ટ્રેશન એમેન્ડમેન્ટ અરજી (Registration Amendment Application)માં બહુ વિચિત્ર પુરાવાઓની માંગણી થાય છે. દા.ત. ધંધાના નામમાં ફેરફાર કરેલ હોય ત્યારે ધંધાની જગ્યાના પુરાવા માગવામાં આવે છે. રજિસ્ટ્રેશન નંબરની અરજીમાં જ્યારે આધાર ઓથેન્ટિકેશન ન થયું હોય, ત્યારે સ્થળ તપાસ ફરજિયાત છે. "પરંતુ કોરોના છે અમારે બહાર જવું હાનિકારક છે. આથી સ્થળ તપાસમાં અમે અમારી ફુરસતે આવીશું" તેમ કહી સ્થળ તપાસનો રિપોર્ટ બહુ મોડો રજૂ કરવામાં આવે છે અને ત્યાં સુધી વેપારીની રજિસ્ટ્રેશન અરજીનો નિકાલ થતો નથી.

બ્રાસ પાર્ટ્સ એસોસિએશનની બેઠક

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.