ETV Bharat / city

જામનગરની સુભાષ શાક માર્કેટના 250 જેટલા વેપારીઓના કોરોના ટેસ્ટ કરાયા - સુભાષ માર્કેટમાં વેપારીઓનું કોરોનાનું ટેસ્ટિંગ

જામનગરના સુભાષ શાક માર્કેટ ખાતે મહાનગરપાલિકા દ્વારા શાકભાજીના વેપારીઓના કોરોનાના ટેસ્ટની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં 250 જેટલા વેપારીઓના રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. સુભાષ શાકમાર્કેટમાં લોકોની ભીડ એકઠી થતી હોય છે. જેના લીધે લોકોમાં કોરોના સંક્રમણ અટકાવવા તકેદારીના ભાગરૂપે વેપારીઓના કોરોના ટેસ્ટ કરાયા હતા.

જામનગરની સુભાષ શાક માર્કેટના 250 જેટલા વેપારીઓના કોરોના ટેસ્ટ કરાયા

author img

By

Published : Apr 11, 2021, 12:15 PM IST

Updated : Apr 11, 2021, 4:03 PM IST

  • સુભાષ શાક માર્કેટના 250 વેપારીઓના કોરોના ટેસ્ટ કરાયા
  • જામનગરમાં મનપાની ટીમ એક્શન મોડમાં
  • કોરોનાનું સંક્રમણ અટકાવવા આરોગ્ય વિભાગની ટીમ કાર્યરત

જામનગરઃ શહેરમાં વધતા કોરોના સંક્રમણને અટકાવવા માટે મહાનગરપાલિકા અને આરોગ્ય વિભાગની ટીમ સતત કાર્યરત છે. ત્યારે કોરોના સુપર સ્પ્રેડર ગણાતા 250 જેટલા શાકભાજી વિક્રેતાઓના મહાનગરપાલિકાની ટીમ દ્વારા કોરોના ટેસ્ટિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃ જામનગરમાં સોશિયલ ડિસ્ટન્સના અભાવે પાન મસાલાની 12 દુકાનો સીલ

  • વેપારીઓના RTPCR ટેસ્ટ કરાયા

જામનગર શહેરમાં ટેસ્ટિંગની સંખ્યામાં વધારો થતાં સતત પોઝિટિવ કેસો પણ વધી રહ્યા છે. ત્યારે કોરોનામાં સુપર સ્પ્રેડર ગણાતા શાકભાજી વિક્રેતાઓ મારફતે શહેરીજનોમાં કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે મહાનગરપાલિકા અને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા શહેરના સૌથી મોટી સુભાષ શાકમાર્કેટ ખાતે વેપારીઓના ટેસ્ટ કરવામાં આવ્યા. જેમાં 250 જેટલા શાકભાજી અને ફ્રૂટના વિક્રેતાઓના સ્થળ પર RTPCR અને રેપિડ એન્ટીજન ટેસ્ટની કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, શહેરમાં વધતા જતા કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે મહાનગરપાલિકા અને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા પોલીસને સાથે રાખી ઝૂંબેશ હાથ ધરવામાં આવી હતી.

જામનગરની સુભાષ શાક માર્કેટના 250 જેટલા વેપારીઓના કોરોના ટેસ્ટ કરાયા

ગુજરાતમાં કોરોના બેકાબૂ

10- APRIL: રાજ્યમાં 5011 કોરોના પોઝિટિવ કેસ અને 49 મોત નોંધાયા

કોરોનાના આંકડાઓ ભયાજનક રીતે વધી રહ્યા છે. શનિવારના રોજ સતત બીજા દિવસે કોરોનાના 5011 પોઝિટિવ કેસ નોંધાયા છે. એક જ દિવસમાં 5 હજારથી વધુ કેસ ભયજનક સ્થિતિ તરફ ઈશારો કરી રહ્યા છે. જેમાં અમદાવાદમાં એક જ દિવસમાં 1409 કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં 49 કોરોના દર્દીઓના મોત થયા છે.

Last Updated : Apr 11, 2021, 4:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.