ETV Bharat / city

જામનગર શહેર કોંગ્રેસે અહેમદ પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી - અહેમદ પટેલ

કોંગ્રેસના અગ્રણી નેતા અહેમદ પટેલનું અવસાન થતા જામનગર શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

જામનગર શહેર કોંગ્રેસ દ્વારા અહેમદ પટેલને અપાઈ શ્રદ્ધાંજલિ

author img

By

Published : Nov 26, 2020, 6:38 PM IST

  • જામનગર શહેર કોંગ્રેસ દ્વારા અહેમદ પટેલને શ્રદ્ધાંજલિ
  • કોંગ્રેસે એક મોટા નેતા ગુમાવ્યાઃ કોંગી નેતા
  • શહેર કોંગ્રેસ દ્વારા શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો

જામનગર: શહેર કોંગ્રેસ દ્વારા કોંગ્રેસના નેતા અહેમદ પટેલનું નિધન થતા શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, આ કાર્યક્રમમાં શહેર કોંગ્રેસના નેતા અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને તેમની આત્માને શાંતિ મળે તે માટે પ્રાથના કરી હતી.

જામનગર શહેર કોંગ્રેસ દ્વારા અહેમદ પટેલને અપાઈ શ્રદ્ધાંજલિ
જામનગર શહેર કોંગ્રેસે અહેમદ પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

આ કાર્યક્રમમાં કોંગી નેતાઓ અહમદ પટેલ સાથે કરેલા કામ અને તેમના સંસ્મરણો આ પ્રસંગે વાગોડિયા હતા. અહેમદ પટેલ કોંગ્રેસ માટે હંમેશા સમર્પિત ભાવથી જોડાયેલા હતા, તેઓ અત્યાર સુધીમાં ક્યારેય પણ સત્તાની લાલચમાં એક પણ ખુરશી પર બિરાજમાન થયા ન હતા. અહેમદ પટેલ કોંગ્રેસના નાના કાર્યકરથી લઈને ટોચના નેતાઓ સાથે પણ તેઓ સતત સંપર્કમાં રહેતા હતા. કોંગ્રેસના મહાન નેતાની ખોટ હંમેશા કોંગ્રેસના રહેશે તેવું કોંગ્રેસના નેતાઓ જણાવ્યું હતુ.

અહેમદ પટેલનું જીવન એક બિનસાંપ્રદાયિક વ્યક્તિ તરીકેનું હતું, તેઓ હંમેશા હિન્દુ-મુસ્લિમ વચ્ચે એકતા સ્થપાય તેવા સતત પ્રયાસો કરતા હતા. તો કોઇ પણ સતાની લોભ-લાલચ વિના આજીવન કોંગ્રેસના સેનિક બન્યા હતા. જો કે ગાંધી પરિવાર સાથે નજીકનો સબંધ માત્ર અહેમદ પટેલનો હતો, એ પણ ત્રણ પેઠીથી ગાંધી પરિવાર સાથે જોડાયેલા રહ્યા છે.

ગુજરાત પર કુદરતી પ્રકોપ આવ્યા ભૂકંપ હોય કે પછી અતિવૃષ્ટિ હોય ત્યારે તે ગુજરાત માટે લડતા હતા

  • કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલના રાજનૈતિક સફર પર એક નજર...

અહેમદ પટેલ સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર

અહેમદ પટેલ રાષ્ટ્રીય કોંગ્રેસના વરિષ્ઠ નેતા હતા અને હાલમાં તેઓ રાજ્યસભાના સાંસદ હતા. અહેમદ પટેલ 2001થી કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીના રાજનૈતિક સલાહકાર રહ્યા હતા. તેઓ ગાંધી અને નહેરુ પરિવારની ખૂબ નજીકના સાથી રહ્યા છે.

1976થી રાજનૈતિક સફરની કરી હતી શરૂઆત

અહેમદ પટેલના લગ્ન 1976માં મેમૂના અહેમદ સાથે થયા હતા, તેમને બે સંતાનોમાં એક દીકરો અને એક દીકરી છે. અહેમદ પટેલે તેમની રાજનૈતિક સફરની શરૂઆત 1976 માં ભરૂચ નગરપાલિકાની ચૂંટણીથી કરી હતી. ત્યાર બાદ તેઓ પંચાયતના અધ્યક્ષ બન્યા હતા. પછી તેઓ કોંગ્રેસ પક્ષ સાથે જોડાયા હતા. અહેમદ પટેલ રાજ્ય કોંગ્રેસના પ્રમુખ બન્યા હતા. ઈન્દિરા ગાંધીની ઈમરજન્સી વખતે 1977માં લોકસભાની ચૂંટણી યોજાઈ હતી, જેમાં અહેમદ પટેલે ઝંપલાવ્યું હતું. જેમાં ઈન્દિરા ગાંધી હારી ગયા હતા. જોકે, આ ચૂંટણીમાં અહેમદ પટેલ જીતી ગયા હતા અને તેઓ પહેલીવાર લોકસભામાં સાંસદ બન્યા હતા.

ત્રણ વખત લોકસભાના અને પાંચ વખત રાજ્યસભાના સાંસદ રહ્યા

અહેમદ પટેલે આઠ વખત ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેઓ ત્રણ વખત એટલે કે 1977, 1980 અને 1984માં લોકસભાના સાંસદ બન્યા હતા અને પાંચ વખત એટલે કે, 1993, 1999, 2005, 2011 અને 2017માં રાજ્યસભાના સાંસદ રહ્યા હતા. આ ઉપરાંત હાલમાં તેઓ રાજ્યસભાના સાંસદ પણ હતા. 9 ઓગસ્ટ, 2017ના રોજ રાજ્યસભાની ચૂંટણી યોજાઈ હતી, જેમાં તેઓ ભાજપના ઉમેદવાર બળંવતસિંહ રાજપુતને હરાવીને જીત્યા હતા. 21 ઓગસ્ટ, 2018ના રોજ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીએ તેમને ઓલ ઈન્ડિયા કોંગ્રેસ પાર્ટીના ટ્રેઝરર તરીકે નિમ્યા હતા. 2004 અને 2009ની ચૂંટણીમાં કોંગ્રેસને સફળતા મળી હતી, તેનો શ્રેય અહેમદ પટેલને જાય છે. અહેમદ પટેલ કોંગ્રેસ પક્ષમાં અને ખાસ કરીને રાજીવ ગાંધી અને સોનિયા ગાંધીના ખૂબ જ વિશ્વાસુ હતા.

કોરોના પોઝિટિવ થયાની જાણકારી ટ્વીટ કરીને તેમણે જાતે જ આપી હતી

અહેમદ પટેલ 1 ઓકટોબરે જાતે ટ્વીટ કરીને કોરોના પોઝિટિવ થયાની જાણકારી આપી હતી. તેમણે ટ્વીટ કર્યું હતું કે, હું કોરોના સંક્રમિત થયો છું, જે લોકો મારા સંપર્કમાં આવ્યા હોય તે તમામને આગ્રહ કરું છું કે તેઓ જાતે આઈસોલેટ થઈ જાય.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.