ETV Bharat / city

ABVPએ કરી સરકારની વકીલાત, કોરોનાકાળમાં વિદ્યાર્થીઓ માટે કામ કર્યું હોવાનું જણાવ્યું - ABVP

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જામનગર દ્વારા 52 માં પ્રદેશ અધિવેશન વડોદરા ખાતે પ્રારિત થયેલા વિવિઘ પ્રસ્તાવોને લઈને લીમડા લાઈન ખાતે આવેલા ABVP કાર્યાલય ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.

જામનગરમાં ABVP દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું

author img

By

Published : Jan 28, 2021, 4:26 PM IST

Updated : Jan 28, 2021, 7:57 PM IST

  • વડોદરા ખાતે યોજાયેલ પ્રદેશ અધિવેશન અંગે યોજાઈ પત્રકાર પરિષદ
  • કોરોનાકાળમાં રાજ્ય સરકારે વિદ્યાર્થીઓ માટે ઉત્તમ કામ કર્યું
  • છાત્રહિતના નિર્ણયોનું ABVP ગુજરાત પ્રદેશે 52 માં પ્રદેશ અધિવેશનમાં સ્વાગત કર્યું હતું

જામનગરઃ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા શહેરમાં લીમડા લાઈન ખાતે આવેલા ABVP કાર્યાલય ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજયમાં વર્ષ 2020 દરમિયાન કોરોના મહામારીને કારણે શિક્ષણ વ્યવસ્થા પર ખૂબ મોટી અસર જોવા મળી છે. આ સમયમાં શાળા કોલેજોમાં પ્રત્યક્ષ વિદ્યાર્થીઓની હાજરી નથી. માત્ર ઓનલાઇન મધ્યમથી શૈક્ષણિક કાર્ય કરવામાં આવી રહ્યુ છે. આ સ્થિતિમાં ગુજરાત સરકાર દ્વારા પણ શૈક્ષણિક કાર્ય અને જરૂરી અભ્યાસક્રમો સતત ટી.વી. ના માધ્યમથી ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સુધી શિક્ષણ પહોચાડી શિક્ષણની જ્યોત પ્રગટાવી રાખવાનું ભગીરથ કાર્ય કરવા માટે ગુજરાત સરકાર અભિનંદનને પાત્ર છે.

ABVP દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું

શોધ કાર્યમાં રોકાયેલા શોધાર્થીઓને પોતાના સંશોધન માટે છાત્રવૃત્તિ આપવાનો નિર્ણય સરહાનીય

રાજય સરકાર દ્વારા રાજયની તમામ યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓમાં ઉદ્યોગ સાહસિકતા, નવીનીકરણ અને સ્ટાર્ટઅપના પ્રોત્સાહિકરણ માટે INCUBATION CENTER શરૂ કરવાનો નિર્ણય દૂરદર્શીતા દર્શાવે છે. વિવિધ વિષયોમાં શોધ કાર્યમાં રોકાયેલા શોધાર્થીઓને પોતાના સંશોધન માટે પ્રતિમાસ રૂપિયા 15000 શોધ છાત્રવૃત્તિ આપવાનો નિર્ણય સરહાનીય છે. આ તમામ છાત્રહિતના નિર્ણયોનું ABVP ગુજરાત પ્રદેશે 52 માં પ્રદેશ અધિવેશનમાં સ્વાગત કર્યું હતું.

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ કાર્યાલય
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ કાર્યાલય

સરકારી કોલેજોની સંખ્યામાં વધારો કરવાની માંગ

ABVPની પ્રાથમિકતા અને આગ્રહ હંમેશા પ્રવેશ, પરીક્ષા અને પરિણામમાં પારદર્શિતા અને ગુણવત્તા જળવાઈ રહે તે માટેની રહી છે. વિવિધ અભ્યાસક્રમો માટેની પ્રવેશ પ્રક્રિયા રાજ્યની મોટા ભાગની યુનિવર્સિટીઓમાં આઉટ સોરસિંગ એટલે કે ખાનગી સંસ્થાઓ કે એજન્સીઓના માધ્યમથી કરવામાં આવે છે, જેમાં ABVPનું સ્પષ્ટપણે માનવું છે કે, પ્રવેશ પ્રક્રિયાને પારદર્શિત બનાવી રાખવા માટે એક પડકારરૂપ છે. જેથી રાજ્યની તમામ યુનિવર્સિટીઓમાં પ્રવેશ પ્રક્રિયા સરકાર માન્ય એજન્સી દ્વારા જ ઓનલાઇન માધ્યમથી જ કરવામાં આવે તે ખૂબ જ આવશ્યક છે. હાલ રાજ્યમાં પ્રાથમિક, માધ્યમિક કે ઉચ્ચ શિક્ષણમાં સ્વનિર્ભર શાળા કોલેજોનું પ્રમાણ વધી રહ્યું છે. જે ચિંતાજનક છે. આથી પરંપરાગત કે મૂળભૂત અભ્યાસક્રમો જેવા કે B.A, B.COM, BSC, B.CA, B.B.A. માટે સરકારી કોલેજોની સંખ્યામાં વધારો કરવામાં આવે તેવી ABVP માંગ કરી છે.

છાત્રવૃત્તિ માટે રાજ્ય સરકાર હંમેશા સવેદનશીલ રહી

આ ઉપરાંત રાજ્યની વિવિધ યુનિ.માં ચાલતા સ્વનિર્ભર અનુસ્નાતક ( P.G ) અભ્યાસ ક્રમો બંધ કરી ગ્રાન્ટ ઇન એડ ધોરણે લઘુમતી ફી સાથે ચલાવવાની યોજના બનાવવી જોઈએ. રાજ્યની વિવિધ કોલેજોમાં NRI કોટાની સીટો પર મનફાવે તેટલી ફી વસૂલીને સ્વનિર્ભર સંસ્થાઓએ તેને ભ્રષ્ટાચારનું મોટું સાધન બનાવી દિધું હોય તેવું જણાય છે. જેના પર નિયંત્રણ માટે ખાસ કમિટીની રચના કરવાની જરીરિયાત જણાય છે. હંમેશા રાજ્યના અનુસુચિત જાતિ, જનજાતિ, પછાત વર્ગ તથા બિનઅનામત વર્ગના વિદ્યાર્થીઓને મળતી છાત્રવૃત્તિ માટે રાજ્ય સરકાર હંમેશા સવેદનશીલ રહી છે.

Last Updated : Jan 28, 2021, 7:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.