- મહિલા તબીબ સાથે થઈ ઠગાઈ
- શખ્સે એક લાખથી વધુ રૂપિયા ઉપાડી લીધા
- શખ્સ વિરુદ્ધ છેતરપીંડીનો ગુનો કર્યો દાખલ
જામનગર: આજ-કાલ સોશિયલ મીડિયાના માધ્યમથી અનેક લોકો છેતરપીંડીનો ભોગ બનતા જોવા મળે છે. જામનગર શહેરમાં ST બસ સ્ટેન્ડ રોડ પર પોતાનું ખાનગી દવાખાનું ચલાવતા મહિલા તબીબ લાલચમાં આવી અને ઓનલાઈન એક લાખ રૂપિયા ભરી દીધા હતા. જોકે બાદમાં ગઠિયાએ પોતાનો મોબાઈલ સ્વીચ ઓફ કરી નાખ્યો હતો.
આ પણ વાંચો: સોશિયલ સાઈટ પર શર્ટનું વેચાણ કરવા જતાં યુવાન સાથે રૂપિયા 2,52,000 થયો સાયબર ફ્રોડ
શખ્સે એક લાખ ઓનલાઇન ઉપાડી લીધા
અજાણ્યા શખ્સે મહિલા તબીબને ફોન પર ઈનોવા કાર લાગી હોવાનું કહી બે એપ ડાઉનલોડ કરવા કહ્યું હતું અને બાદમાં શખ્સે એપના માધ્યમથી મહિલાના એકાઉન્ટમાં રહેલા એક લાખથી વધુ રૂપિયા ઉપાડી લીધા હતા.
આ પણ વાંચો: એકાઉન્ટમાંથી 16 લાખ રૂપિયા ઉપાડી બીટકોઈન ખરીદનાર 2 ભેજાબાજની દમણ પોલીસે કરી ધરપકડ
સિટી B ડિવિઝનમાં નોંધાયો ગુનો
મહિલા તબીબે જામનગર સિટી B ડિવિઝનમાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ છેતરપીંડીનો ગુનો દાખલ કર્યો છે ત્યારે સવાલ એ થાય છે કે જો શિક્ષિત લોકો જ આવી લાલચમાં આવી અને છેતરપીંડીનો ભોગ બનતા હોય તો આમ જનતા નું શું થતું હશે.... ?