- જામનગર કોંગ્રેસે યોજી બેઠક
- આગામી સ્થાનિક સંસ્થા ચૂંટણીને લઇ વિચારણા કરી
- કોંગ્રેસે બેઠક પહેલાં શહીદ ખેડૂતોને પાઠવી શ્રદ્ધાંજલિ
જામનગરઃ જામનગરમાં લીમડા લાઈન ખાતે જિલ્લા કોંગ્રેસ કાર્યાલયમાં પ્રભારી ડોક્ટર હેમાંગ વસાવડાની અધ્યક્ષતામાં કોંગ્રેસ દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીના એજન્ડા નક્કી કરવામાં આવ્યા હતાં. ખાસ કરીને શહેરી વિસ્તારમાં મતદારો સુધી કોંગ્રેસના વિચારો કેવી રીતે પહોંચાડવા અને ખેડૂતોના પ્રશ્નોએ કોંગ્રેસે આગળ આવી આંદોલન કરવું જોઈએ.
• શહેરમાં કોંગ્રેસ 25 વર્ષથી સત્તાથી દૂર, ગ્રામ્યમાં પણ મહેનત માગશે
જામનગર મહાનગરપાલિકામાં છેલ્લા 25 વર્ષથી ભાજપનું શાસન છે. વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસ અનેક વખત ચૂંટણી જીતવાની કોશિશ કરી. પણ હારનો સામનો કરવો પડ્યો છે. તો જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતમાં પણ કોંગ્રેસ ઉમદા દેખાવ કરવો પડશે.
• જિલ્લા પ્રભારી ડોક્ટર હેમાંગ વસાવડા બેઠકમાં હાજર
જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજાયેલ બેઠકમાં ડોક્ટર હેમાંગ વસાવડા, ધારાસભ્ય વિક્રમભાઈ માડમ અને ધારાસભ્ય ચિરાગ ડોબરિયા સહિતના આગેવાનો કોંગ્રેસના ઉપસ્થિત રહ્યાં હતાં અને આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ સારામાં સારો દેખાવ કરે તે માટે રણનીતિ નક્કી કરવામાં આવી છે.