ETV Bharat / city

જામનગરમાં મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં કોરોના નિયંત્રણ અંગે બેઠક યોજાશે

રાજયના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને ડેપ્યૂટી સીએમ નીતિન પટેલની ઉપસ્થિતમાં રાજ્યકક્ષા કોર કમિટીના સભ્યો, આવતીકાલે 11 ક્લાકે જામનગર કલેક્ટર કચેરી ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજવામાં આવશે. કોરોનાની હાલની સ્થિતિનો તાગ મેળવશે અને વહીવટી તંત્રને જરૂરી માર્ગદર્શન પણ આપશે.

જામનગરમાં મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં કોરોના નિયંત્રણ અંગે બેઠક યોજાશે
જામનગરમાં મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં કોરોના નિયંત્રણ અંગે બેઠક યોજાશે
author img

By

Published : Apr 16, 2021, 4:08 PM IST

Updated : Apr 16, 2021, 6:19 PM IST

  • જામનગરમાં કોરોનાની વિકરાળ સ્થિતિ ઉભી થઇ છે
  • દિવસેને દિવસે કેસ વધી રહ્યા છે, તો મોતના આંકડા પણ વધી રહ્યા છે
  • મુખ્યપ્રધાન પરિસ્થિતિનો તાગ મેળવી માર્ગદર્શન અને સૂચન આપશે
  • જામનગરની તમામ કોવિડ હોસ્પિટલ છે હાઉસફુલ

જામનગરઃ ગુરુ ગોવિંદસિંહ સરકારી હોસ્પિટલમાં આવેલી કોવિડ હોસ્પિટલ ફુલ છે. અન્ય 7 જેટલી ખાનગી હોસ્પિટલ પણ હાલ હાઉસફુલ છે. જામનગર શહેરમાં રોજ 300થી વધુ પોઝિટિવ કેસ નોંધાઇ રહ્યા છે. હાલની સ્થિતિને પહોંચી વળવું એ જિલ્લા વહીવટી તંત્ર માટે પણ ચેલેન્જરૂપ છે.

આ પણ વાંચોઃ પાટણમાં મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં કોરોના નિયંત્રણ માટેની સમીક્ષા બેઠક યોજાઈ

અન્ય જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં દર્દીઓ જામનગર આવી રહ્યા છે

જામનગરની સરકારી હોસ્પિટલમાં કોરોના દર્દીઓનો રિકવરી રેટ હોવાના કારણે સમગ્ર સૌરાષ્ટ્રના કોરોના દર્દીઓ જામનગરમાં સારવાર લઇ રહ્યા છે. જેને કારણે જામનગરમાં આવેલી કોરોનાની મોટાભાગની હોસ્પિટલો હાઉસફુલ થઇ ગઇ છે.

આ પણ વાંચોઃ વડોદરામાં પુરની પરિસ્થિતીને લઈ મુખ્યપ્રધાનની ઉપસ્થિતિમાં સમીક્ષા બેઠક

મુખ્યપ્રધાનની બેઠક પહેલા 3 દિવસ માટે જામનગરમાં સ્વૈચ્છિક બંધ

જામનગર શહેરમાં શુક્ર, શનિ, રવિ ત્રણ દિવસ માટે વિવિધ એસોસિએશન દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું છે. જોકે આવતીકાલે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી જામનગરમાં આવી રહ્યા છે, તેઓ કલેક્ટર કચેરી ખાતે કોરોના અંગેની બેઠક યોજશે. જામનગરમાં ત્રણ દિવસ માટે કરવામાં આવેલા બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે.

Last Updated : Apr 16, 2021, 6:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.