જામનગરમાં CAAના સમર્થનમાં એક રેલીનું યોજાનારી છે. જેમાં સમિતિ દ્વારા આ રેલીમાં જોડાવવા માટે શહેરના સંતો-મહંતોને વિનંતી કરતા શહેરના આણદાબાવા સેવા સંસ્થાના મહંત દેવપ્રસાદજી મહારાજ, પ્રણામી સંપ્રદાયના કૃષ્ણમણિજી મહારાજ, મોટી હવેલીના વલ્લભરાયજી તેમજ બીએપીએસના ધર્મનિધિદાસજીએ સદરહું જન સમર્થન રેલીમાં જોડવા માટે સંમતિ આપી છે.
આ ઉપરોક્ત સંતોની આગેવાનીમાં શહેરના વ્યાપારીઓ, ઉદ્યોગપતિઓ, રાજકીય આગેવાનો, કોલેજના વિદ્યાર્થીઓ, સામાજિક-ધાર્મિક સંસ્થાના આગેવાનો, જ્ઞાતિ સંસ્થાઓના આગેવાનો સહિત મોટી સંખ્યામાં યુવાન ભાઈઓ-બહેનો સહિત કેન્દ્ર સરકારે મંજૂર કરેલા નાગરિક સંશોધન કાયદાને પોતાનું સમર્થન આપવા જોડાશે. ઉપરોક્ત યોજાનાર જનસમર્થન રેલીમાં જામનગરના તમામ વર્ગના લોકોને પોતાના મિત્ર મંડળ સહિત જોડાવા માટે સમિતિના કન્વિનર રમેશભાઈ વેકરિયાએ જાહેર અપીલ કરી છે.