જામનગર જામનગરના સિક્કા પાટીયા પાસે હોટલમાં (Fire at Jamnagar Hotel) આજે અચાનક ભિષણ આગ લાગી(Fierce fire in Jamnagar hotel) હતી. આગ (Fire at Jamnagar Hotel) લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મળતી માહિતી અનુસાર હોટલમાં 30 જેટલા લોકો ફસાયા(About 30 people were trapped in the hotel) છે. જામનગર જિલ્લામાંથી 15 જેટલી 108ની ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી હતી.
30 લોકો ફસાયાની આશંકા રિલાયન્સ અને એસઆરની એમ્બ્યુલન્સો પણ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર ટીમ પણ આગને (Fire at Jamnagar Hotel) કાબૂમાં લેવા માટે તજવીજ હાથ ધરી રહી છે. ફાયરના જવાનો દ્વારા લોકોને બહાર નીકળવવાના પ્રયાસો કરવામાં આવી રહયા છે. ગંભીર રીતે દાઝેલા લોકોને તાત્કાલિક રિલાયન્સની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે અન્ય લોકોને જામનગરની ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં (Jamnagar Guru Gobind Singh Hospital) લાવવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે.
ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડાયા હોટલમાં કયા કારણોસર આગ (Fire at Jamnagar Hotel) લાગી તે તપાસનો વિષય છે. મળતી માહિતી અનુસાર હોટલમાં શોર્ટ સર્કિટના કારણે આગ (Fire at Jamnagar Hotel) લાગી હતી. આગે એકાએક વિકરાળ સ્વરુપ ધારણ કર્યું હતું. હોટલ કુલ પાંચ માળની છે અને પાંચે પાંચ માળ બળીને ખાખ થઈ ગયા છે. ઘટનાની જાણ થતા કલેક્ટર તેમજ પોલિસ પણ ઘટના સ્થળે પહોચી ગઇ હતી.
આ પણ વાંચો આગ ભભૂકી ઉઠતા કંપનીનો માલિક ભાગી ગ્યો, લોકોના સ્વાસ્થ્ય પર પડી અસર
આગ કાબૂમાં આ અંગે જામનગરના કલેક્ટર સૌરભ પારધીએ (Jamnagar Collector Saurabh Pardhi ) જણાવ્યું હતું કે, તમામ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે અને શ્વાસ લેવામાં તકલીફ હોય તેવા બે ત્રણ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે હોટલમાં લાગેલી આગ (Fire at Jamnagar Hotel) પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. હોટલ અને હોટલના કર્મચારીઓમાં 27 લોકો હતા. તે તમામ સુરક્ષિત છે.
આ પણ વાંચો Fire Case in Surat : સુરતમાં આગનો સિલસિલો યથાવત, કબૂતરો બન્યા ભોગ
પરિસ્થિતિ નિયંત્રણમાં તો જામનગરના SP પ્રેમસુખ દેલુએ (Jamnagar SP Premsukh Delu) જણાવ્યું હતું કે, પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. તેમ જ તમામ 27 લોકોને બચાવી લેવાયા છે. જોકે, કોઈને ઈજા પહોંચી નથી. સાથે જ આગ (Fire at Jamnagar Hotel) પણ સંપૂર્ણ કાબૂમાં છે અને પરિસ્થિતિ પણ નિયંત્રણમાં છે.
40 લોકો ફસાયાની હતી આશંકા સૂત્રો અનુસાર, 40 લોકો હોટલમાં ફસાયા હોવાનું જાણવા મળ્યું હતુ. પરંતુ આગ (Fire at Jamnagar Hotel) પર કાબૂ મેળવ્યા બાદ સામે આવ્યું કે, 30 જેટલા લોકો ફસાયા હતા, જેમાંથી 27 લોકોને સહિ સલામત બહાર કાઢી લેવામાં આવ્યા છે, જ્યારે 3 ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જ્યારે ડેપ્યુટી કલેક્ટર મિતેષ પંડ્યાએ પણ આ મામલે જણાવ્યું હતું કે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જ્યારે ફસાયેલા તમામ લોકોને સહી સલામત બહાર નીકળવામાં આવ્યા છે.