જામનગરઃ શહેરમાં પાર્ક કોલોનીમાં HDFC બેંકના સર્વર રૂમમાં શોર્ટસર્કિટના કારણે આગ લાગતાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. આગની જાણ ફાયર વિભાગને કરાતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લેવાની તજવીજ હાથ ધરી હતી.
પાર્ક કોલોની વિસ્તારમાં સતત લોકોની અવર-જવર થતી હોય છે અને અહીં બેંક તેમજ અન્ય કોમર્શિયલ ઓફિસો આવેલી છે. ત્યારે સવારે 11:30 વાગ્યે શોર્ટ સર્કિટના કારણે સર્વર રૂમમાં આગ લાગતા નાસભાગ મચી ગઇ હતી. બેંક સહિત આજુબાજુની ઓફિસમાં કામ કરતાં કર્મચારીઓ દોડી અને પટાંગણમાં આવી ગયા હતા. જોકે કોઇ જાનહાની થઈ નથી, એક પાઇની મદદથી આગને કાબુમાં લેવાઇ છે.