ETV Bharat / city

જામનગરમાં પોલીસ સ્ટેશનમાં બેફામ અપશબ્દ બોલી ધમાલ મચાવનારા શખ્સ સામે ફરિયાદ દાખલ - જામનગર

જામનગરમાં પોલીસ સ્ટેશનમાં પોલીસકર્માઓને અપશબ્દ બોલી વીડિયો ઉતારી વાયરલ કરતા એક શખ્સ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

Jamnagar Breaking News
Jamnagar Breaking News
author img

By

Published : Jun 17, 2021, 10:02 PM IST

  • જામનગરમાં પોલીસ સ્ટેશનમાં બેફામ અપશબ્દ બોલી ધમાલ મચાવનારા યુવક સામે ફરિયાદ દાખલ
  • પોલીસ સ્ટેશનમાં જઈ યુવકે પોલીસકર્મીઓને અપશબ્દ બોલ્યા
  • પોલીસ કર્મચારીઓની કામગીરીનો વીડિયો ઉતારી વાયરલ કર્યો

જામનગર : પોલીસ મથકમાં કર્મચારીઓની કામગીરીનો વીડિયો ઉતારી વાયરલ કર્યો તો પોલીસ કર્મચારીએ જ બે શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી જામનગરના એક પોલીસ મથકમાં એક યુવક પોલીસ કર્મચારીઓને અપશબ્દ બોલતો હોવાનો એક વીડિયો ભારે વાયરલ થતા શહેરભરમાં ચર્ચાનો વિષય બન્યો હતો.

આ પણ વાંચો : જામનગર: જન્મટીપની સજા (Life imprisonment ) કાપી રહેલો હત્યા કેસનો આરોપી પેરોલ પર છૂટ્યાં બાદ છૂમંતર

અપશબ્દ બોલતો વીડિયો સોશિયલ મીડિયામાં કર્યો વાયરલ

ફરિયાદ મુજબ આ વીડિયો ગત તા.11-6.2021ની રાત્રીના સમયનો હોવાનું જાણવા મળ્યું છે. આ ચર્ચાસ્પદ વીડિયો વાયરલ થયા બાદ હેડ કોન્સ્ટેબલ ઓસમાણ સુલેમાનભાઈ સુમરા ખુદ ફરિયાદી બની આ અંગેની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, અહીં સિટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ. ઓસમાણ સુલેમાનભાઈ સુમરાએ ફરીયાદ નોંધાવી છે કે, પોલીસ હેડક્વાર્ટર, જામનગરમાં આ યુવકનું નામ ગૌતમ ઉર્ફે કારાભાઈ રામચંન્દ્ર માવાણીએ પોલીસ સ્ટેશનમાં આવી પ્રતિબંધીત એરીયામાં પરવાનગી વગર ફરજ પરના પોલીસ કર્મચારીઓનો વીડિયો રેકોડીંગ કરી આ યુવક સાથે સંકળાયેલી તથા સમાંતર સમયે ચાલતી અન્ય ગુપ્ત કામગીરી ખુલ્લી પાડી લોકોમાં ગેરસમજ ઉભી કરવા સારૂ વીડિયો ઉતારી અન્ય યુવક સીંકદર દલવાણીના મોબાઈલ પર મોકલી વાયરલ કરી એકબીજાને મદદગારી કરી ગુનો કરેલો છે.

આ પણ વાંચો : Sexual harassment: ETV Bharat સાથે વાત કરી જાતીય શોષણ ભોગ બનેલા એટેન્ડન્ટ્સે, ન્યાય મળશે ?

પોલીસે પ્રતિબંધિત વિસ્તારમાં વીડિયો રેકોર્ડ કરનારા સામે નોંધ્યો ગુનો

આ અંગે ઓસમાણ સુલેમાનભાઇ સુમરા (અનાર્મ્ડ પોલીસ હેડ કોન્સટેબલ, સિટી સી ડીવીઝન પોલીસ સ્ટેશન જામનગર)એ સિટી-બી પોલીસ ખાતે ગુનો ઇન્ફોર્મેશન ટેકનોલોજી સને 2000ની કલમ 72 તથા સત્તાવાર રહસ્યોનો કાયદો 1923ની કલમ 7 મુજબ ફરિયાદ નોંધાવી છે. આ કેસની વધુ તપાસ સિટી બી ડીવીઝન પોલિસ સ્ટેશનના PI કે.જે.ભોયે ચલાવી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.