ETV Bharat / city

કાલાવડમાં યુવકને ઢોર માર મારવાના કેસમાં પોલીસકર્મીઓ સામે ગુનો નોંધાયો

જામનગર જિલ્લાના કાલાવડમાં રહેતા અને વકીલાતનો અભ્યાસ કરતા યુવાનની સોશિયલ મીડિયામાં ધાર્મિક લાગણી દુભાવવાના પ્રકરણમાં પોલીસે અટકાયત કરી હતી. યુવાન અને તેના પરિવારજનોને માર માર્યાની 6 વર્ષ પહેલાં થયેલી ઘટનામાં પોલીસ સ્ટેશનના અધિકારી અને પોલીસકર્મીઓ વિરૂદ્ધ ગુનો નોંધવાનો અદાલત દ્વારા આદેશ કરવામાં આવતા પોલીસબેડામાં ચકચાર મચી છે.

કાલાવડમાં યુવકને ઢોર માર મારવાના કેસમાં પોલીસકર્મીઓ સામે ગુનો નોંધાયો
કાલાવડમાં યુવકને ઢોર માર મારવાના કેસમાં પોલીસકર્મીઓ સામે ગુનો નોંધાયો
author img

By

Published : Mar 22, 2021, 3:07 PM IST

  • સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કરતા યુવકને પોલીસકર્મીઓએ માર માર્યો હતો
  • 6 વર્ષ પહેલા બની હતી ઘટના
  • પોલીસ સ્ટેશનના અધિકારી અને પોલીસકર્મીઓ વિરૂદ્ધ ગુનો નોંધવાનો અદાલત દ્વારા આદેશ કરાયો

જામનગરઃ જિલ્લાના કાલાવડમાં રહેતા અને વકીલાતનો અભ્યાસ કરતા યુવાનની સોશિયલ મીડિયામાં ધાર્મિક લાગણી દુભાવવાના પ્રકરણમાં પોલીસે અટકાયત કરી હતી. યુવાન અને તેના પરિવારદનોને માર માર્યાની ઘટનામાં પોલીસ સ્ટેશનના અધિકારીઓ વિરૂદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. કાલાવડમાં રહેતા અને વકીલાતનો અભ્યાસ કરતા અફઝલ તૈયબભાઈ દોઢીયા નામનો યુવાનને ગત તારીખ 12/9/2015 ના દિવસે જામનગરની અદાલત સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. જે દરમિયાન તેણે જુદા જુદા 12 પોલીસ કર્મચારીઓ દ્વારા પોતાને તારીખ 10/9/2015 ના રોજ કાલાવડ પોલીસ સ્ટેશનના PSI બાંટવા, પોલીસ કોન્સ્ટેબલ ગૌતમ મકવાણા, ડી સ્ટાફના શૈલેન્દ્રસિંહ વગેરેએ તેના ઘરે અપશબ્દો બોલી મારકૂટ કરી હતી અને 50 હજાર રૂપિયાની માગણી કરી હોવાનો આક્ષેપ કર્યો હતો.

50 હજાર રૂપિયાની કરી હતી માગણી

આ ઉપરાંત પોતાને અને પોતાના પરિવારને માર મારી સૌપ્રથમ કાલાવડ પોલીસ સ્ટેશને લઈ ગયા હતા અને ત્યાંથી રાત્રિના કાલાવડના માટલી ગામે લઈ જઈ જામનગરના પંચકોશી એ ડિવિઝન પોલીસના PSI ચૌધરી અને સ્ટાફને સોંપી આપ્યો હતો. ત્યાં 50 હજાર રૂપિયાની માગણી કરવામાં આવી હતી, જે રૂપિયા આપવાની ના પાડતા PSI ચૌધરીની ચેમ્બરમાં અફઝલના બન્ને હાથ પાછળ હાથકડીથી બાંધી ઈલેકટ્રીક શોક આપી માર મારવામાં આવ્યો હતો. ઉપરાંત ગુપ્તભાગમાં પણ ઇલેકટ્રીક શોક આપ્યા હતાં.

આ પણ વાંચોઃ રાજસ્થાનમાં વધુ એક દલિત યુવકને કપડાં ઉતારી માર મરાયો, વીડિયો વાયરલ

યુવકને માર માર્યા બાદ મેડિકલ કરવામાં આવ્યું હતું

તે અંગેની મેજિસ્ટ્રેટ સમક્ષ ફરિયાદ પરથી અદાલત દ્વારા ફરિયાદીનું મેડીકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. ફરિયાદ પરથી કોર્ટ તપાસ કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો. જે તપાસના કામે અફઝલ તેના પિતા તૈયબભાઇ, પત્ની શકીનાબેન, માતા રહેમતબેન તેમજ જી.જી.હોસ્પિટલના તબીબ વગેરેના નિવેદન નોંધવામાં આવ્યા હતા.

ગુનો નોંધવા એડીશનલ ચીફ સેક્રેટરી પી.કે. જ્ઞાનચંદાની દ્વારા હુકમ કરવામાં આવ્યો

જે નિવેદનો પછી અને ફરિયાદમાં કાલાવડ પોલીસ સ્ટેશનના PSI બાટવા, પોલીસ કોન્સ્ટેબલ ગૌતમ મકવાણા, સ્ટાફના શૈલેન્દ્રસિંહ, અશોક, પોલીસ કોન્સ્ટેબલ જયસુખ, પંચકોશી એ ડિવિઝનના પોલીસ કર્મચારી દિગુભા, ડ્રાઈવર જાનીભાઈ, PSI ચૌધરી, પોલીસ કોન્સ્ટેબલ યશપાલસિંહ, રાઈટર ભીખાભાઈ તથા હાલ ગુજસીટોકના ગુનામાં સંડોવાયેલા નિવૃત્ત પોલીસ કર્મચારી વશરામ આહિર વગેરે સામે આઈપીસી કલમ 323, 330, 384, 504 અને 114 મુજબના ગુના સબબનો કેસ નોંધવાનો હુકમ એડીશનલ ચીફ સેક્રેટરી પી.કે. જ્ઞાનચંદાની દ્વારા કરવામાં આવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.