ETV Bharat / city

જામનગરમાં 16 વર્ષની કિશોરી પર ત્રણ વખત આચર્યુ દુષ્કર્મ - Gujarat News

જામનગરના એક વિસ્તારમાં રહેતી 16 વર્ષની કિશોરી પર 70 વર્ષના વૃદ્ધ સહિત ત્રણ શખ્સોએ દુષ્કર્મ આચર્યુ હોવાની ફરિયાદથી ચકચાર મચી છે.

Jamnagar
Jamnagar
author img

By

Published : Mar 19, 2021, 10:59 AM IST

Updated : Mar 19, 2021, 11:47 AM IST

  • જામનગરમાં ફરી કલંકિત ઘટના, કિશોરી પર થયું દુષ્કર્મ
  • 16 વર્ષની કિશોરી પર ત્રણ વખત દુષ્કર્મ
  • આરોપીઓને દબોચી લેવા કવાયત શરૂ કરાઈ

જામનગર: જિલ્લાના એક વિસ્તારમાં રહેતી 16 વર્ષની એક કિશોરીને છેલ્લા 48 કલાકના સમયગાળા દરમિયાન 70 વર્ષના એક વૃદ્ધ સહિત ત્રણ શખ્સોએ પોતાની હવસનો શિકાર બનાવીને અલગ અલગ સ્થળોએ દુષ્કર્મ આચર્યાની ફરિયાદ સિટી બી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાતા ભારે ચકચાર મચી છે.

આ પણ વાંચો : ખેડામાં બાળકી પર દુષ્કર્મ, પોલિસે આરોપીને ઝડપી પાડ્યો

બે યુવકો અને એક વૃદ્ધે ગુજાર્યુ દુષ્કર્મ

આ 16 વર્ષની કિશોરીને સૌપ્રથમ ચિરાગ નામના એક શખ્સે પોતાના ઘરે લઈ જઇને તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતુ. ત્યારબાદ ધવલ નામના 22 વર્ષના એક શખ્સે પણ કિશોરીને પોતાની હવસનો શિકાર બનાવીને દુષ્કર્મ આચર્યુ હતું.

પોલીસે આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા

આ ઘટના પછી આરોપી પ્રવિણભાઇ નામના 70 વર્ષ વયોવૃદ્ધે પણ 16 વર્ષની કિશોરીને હવસનો શિકાર બનાવ્યો હતો.સમગ્ર ઘટનાની જાણ થતા કિશોરીને તબીબી ચકાસણી માટે જી. જી. હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આ અંગે પોલીસે તમામ વિગતો મેળવીને આગળની તપાશ શરૂ કરી છે.

આ પણ વાંચો : ગોંડલ તાલુકાના એક ગામમાં સગીરા પર દુષ્કર્મ

Last Updated : Mar 19, 2021, 11:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.