- રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો
- જામનગરમાં છેલ્લા 3 દિવસમાં 8 લોકોના કોરોનાથી મોત
- તહેવારના દિવસો દરમિયાન કોરોના કેસમાં વધારો
જામનગરઃ રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યની સાથે સાથે દેશભરમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. દેશમાં સૌથી વધુ કોરોનાના કેસ મહારાષ્ટ્ર રાજ્યમાં નોંધાઈ રહ્યા છે.
આ પણ વાંચોઃ ગાંધીનગર સર્કિટ હાઉસમાં કોરોના વિસ્ફોટ : 17 કર્મચારીઓ પોઝિટિવ
રાજ્યમાં દરરોજ 2 હજારથી પણ વધુ કેસ આવી રહ્યા છે સામે
ગુજરાતમાં પણ એક મહિના પૂર્વે દરરોજ કોરોના પોઝિટિવ કેસ 300ની આસપાસ સામે આવતા હતા, જે આજે વધીને 2200 સુધી પહોંચી ગયા છે. જેમાં ખાસ કરીને સુરતમાં કોરોના કેસની સંખ્યામાં અનેકગણો વધારો થઈ રહ્યો છે.
આ પણ વાંચોઃ અમદાવાદના GTU કેમ્પસમાં કોરોના વિસ્ફોટ
શહેરમાં ત્રણ દિવસ દરમિયાન નવા 71 કેસ
જામનગર શહેર અને જિલ્લામાં હોળી-ધૂળેટીના પર્વ દરમિયાન 8 વ્યકિતઓના કોરોનાથી મોત થયા છે. શહેરમાં ત્રણ દિવસ દરમિયાન નવા 71 કોરોનાના દર્દીઓ ઉમેરાયા છે. જ્યારે 53 દર્દીઓએ કોરોનાને માત આપી છે.