- જામનગર સહિત 4 મહાનગરોને મળશે મેટ્રો ટ્રેનની ભેટ
- નાણાપ્રધાન નીતિન પટેલે બજેટ દરમિયાન આપી ભેટ
- રાજ્યમાં મેટ્રો પ્રોજેક્ટ માટે 568 કરોડ રૂપિયાની કરી જાહેરાત
જામનગર: બજેટમાં ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન માટે રૂ.568 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ અગાઉ પર મુખ્યપ્રધાન ચૂંટણી પ્રચાર માટે જામનગર આવ્યા હતા ત્યારે જામનગરને મેટ્રો ટ્રેનની ભેટ આપવાની જાહેરાત કરી હતી. ત્યારે નાણાપ્રધાન નીતિન પટેલ દ્વારા જામનગર સહીત 4 મહાનગરોને મેટ્રો ટ્રેનની સુવિધા આપવાની જાહેરાત કરી છે.
બજેટમાં સૌરાષ્ટ્ર માટે કઈ જોગવાઈ?
બજેટમાં અમદાવાદ-ગાંધીનગર-સુરત મેટ્રો માટે રૂ.568 કરોડની જોગવાઈ કરવામાં આવી છે અને અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન માટે રૂ. 1500 કરોડની ફાળવણી કરવામાં આવી છે. આ સિવાય સૌરાષ્ટ્રમાં રૂ.675 કરોડના ખર્ચે પીવાના પાણી માટે 143 કિ.મીની બલ્ક પાઈપ લાઈન નંખાશે તેમજ દ્વારકામાં નવા હેલિપેડ બનાવવાની બજેટમાં જાહેરાત કરવામાં આવી છે.