- યુવતીએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ
- યુવતીનો 181ની ટીમ દ્વારા બચાવ
- અભયમની ટીમે કર્યું કાઉન્સિલિંગ
જામનગર: 181મહિલા હેલ્પલાઈન(Helpline) દ્વારા સરાહનીય કામગીરી સમગ્ર ગુજરાતમાં ચાલી રહી છે, ત્યારે તેના ભાગરૂપે વધું એક યુવતીનો જીવ બચાવવા જામનગરની 181ની ટીમને સફળતા મળી છે. મહત્વનું છે કે, જામનગરમાં એક યુવતી આત્મહત્યા કરવા જતી હતી ત્યારે તેનું કાઉન્સિલિંગ(Counseling) કરી બચાવી હતી.
આ પણ વાંચોઃ જામનગરના લાખોટા તળાવમાં આધેડ વયના વ્યક્તિએ લગાવી મોતની છલાંગ
પરપ્રાંતીય યુવતી કરવા જઈ રહી હતી આત્મહત્યા
એક યુવતી જે મૂળ મુંબઈ (મહારાષ્ટ્ર)ના છે. તે વર્ષ 2019થી કેરેલાના એક યુવાન સાથે લગ્નઃ કર્યા વિના જામનગરમાં સાથે રહે છે. આજે ગુરુવારે સવારે યુવતી જામનગરમાં આવેલા લાખોટા તળાવ પાસે જઈ આત્મહત્યા(Suicide) કરવાનો પ્રયાસ કરતાં મહિલાઓની સંકટ સમયની સહેલી મહીલા અભયમ ટીમે તેમનું કાઉન્સિલિંગ(Counseling) કરી યુવતીનું જીવન બચાવ્યું હતું.
આ પણ વાંચોઃ જામનગરના લાખોટા તળાવમાંથી યુવકનો મૃતદેહ મળ્યો
યુવતીએ ડિપ્રેશનમાં આવી જીવન ટુંકાવાનો લીધો હતો નિર્ણય
યુવતી પાસેથી મળતી માહિતી મુજબ, તે જેની સાથે રિલેશનશિપ(Relationship)માં છે તે વ્યક્તિને દારૂ તેમજ ગાંજાનુ વ્યસન છે અને તે નશો કરી યુવતીને માર મારે છે.