ETV Bharat / city

અફઘાનિસ્તાનમાંથી 150 ભારતીયોને એરફોર્સના પ્લેનમાં વતન લવાયા, ITBPના કમાન્ડોએ સંભળાવી અફઘાનિસ્તાનની દાસ્તાન - Afghanistan in taliban

ભારતીય વાયુસેનાનું પ્લેન મોકલી અફઘાનિસ્તાનમાં વસતા ભારતીય નાગરિકોને એરલિફ્ટ કરાવી વતન પરત લાવવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ પ્લેન આજે મંગળવારે જામનગર એરબેઝ પર પહોંચ્યું હતું, આ દરમિયાન અફઘાનિસ્તાનના ભારતીય રાજદૂતે પત્રકાર પરિષદ યોજી પરિસ્થિતિ અંગે વાત કરતા કહ્યું હતું કે, તાલિબાની લડાકુઓ ભારતીય રાજદૂત કચેરી પર કબજો કરે તે પહેલા જ ફોર્સ દ્વારા ભારત પરત લાવવામાં આવ્યા.

અફઘાનિસ્તાનમાંથી 150 ભારતીયોને એરફોર્સના પ્લેનમાં વતન લવાયા

author img

By

Published : Aug 17, 2021, 3:35 PM IST

Updated : Aug 18, 2021, 4:26 PM IST

  • અફઘાનિસ્તાનમાં રહેલા ભારતીય નાગરિકોને એલિફન્ટ કરી ભારત પરત લવાયા
  • ભારતીયોને વતન પરત લાવવાના મિશન પર વડાપ્રધાન મોદીનું સતત મોનીટરીંગ
  • વતન પરત પહોંચેલા ભારતીયોની આંખમાં હર્ષાશ્રુનો વરસાદ જોવા મળ્યો

‌જામનગર : અફઘાનિસ્તાનમાં ચાલી રહેલા તાલિબાની કબજાને લઈને ત્યાના નાગરીકો ચિંતિત બન્યા છે. ત્યારે અફઘાનિસ્તાનમાં ભારતીય નાગરિકોને તાલિબાનથી સુરક્ષિત કરવા માટે તત્કાલ ભારતીય વાયુસેનાનું પ્લેન મોકલી ત્યાં વસતા ભારતીયોને એરલિફ્ટ કરાવી વતન પરત લાવવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આજરોજ મંગળવારે અફઘાનિસ્તાનથી ભારતીય નાગરિકોને એલિફન્ટ કરી પ્લેન જામનગર એરફોર્સ બેઝ પર 11:15 વાગ્યે પહોંચ્યું હતું. આ ઉપરાંત, ગઈકાલે સોમવારે એક હેલિકોપ્ટર દિલ્હી ખાતે પહોંચ્યું હતું, સાથે જ આજે એરફોર્સના વિમાન C-17 દ્વારા મોટી સંખ્યામાં અફઘાનિસ્તાનથી ભારતીય નાગરિકોને સુરક્ષિત ભારત પરત લાવવામાં આવ્યા છે.

ITBPના કમાન્ડોએ સંભળાવી અફઘાનિસ્તાનની દાસ્તાન

આ પણ વાંચો: અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીયોને લઇ એરફોર્સનો C 17 વિમાન જામનગર પહોંચ્યું

વતન પહોંચતા જ લોકોના આંખમાં આંસુ

જામનગર ખાતે આ વિમાન પહોંચતા અફઘાનિસ્તાનથી પરત આવેલા નાગરિકોની આંખોમાં હર્ષ ભર્યા આંસુ ઉમટ્યા હતા, સુરક્ષિત વતન પર પહોંચતા જ ભારતીયોને હાશકારો થયો હતો. વડાપ્રધાનએ સતત મોનીટરીંગ કરીને આ સમગ્ર મિશન ઉપર સ્વયં દેખરેખ રાખી હતી. જામનગર ખાતે પહોંચેલા અધિકાંશ લોકો અફઘાનિસ્તાન સ્થિત ભારતની સરકારી કચેરીઓના કર્મચારીઓ અને સરકારના વિવિધ પ્રોજેકટ્સમાં કામ કરનારા કર્મીઓ છે.

અફઘાનિસ્તાનમાંથી 150 ભારતીયોને એરફોર્સના પ્લેનમાં વતન લવાયા

અફઘાનિસ્તાનમાં વસતા ભારતીયોને એરલિફ્ટ કરાયા

હાલ અફઘાનિસ્તાનમાં તાલિબાનોએ અરાજકતા સર્જતા ભારતીય નાગરિકોને કોઈ તકલીફ ન રહે તે માટે તત્કાલ વડાપ્રધાને ભારતીય નાગરિકોની સુરક્ષા હેતુ ભારતીયોને એરલિફ્ટ કરવા મિશન મોડમાં કામગીરી હાથ ધરી હતી. જેમાં આજરોજ મંગળવારે 150 જેટલા ભારતીય નાગરિકો સુરક્ષિત વતન પરત ફર્યા છે. વાયુસેના એરબેઝ ખાતે પહોંચેલું વિમાન જામનગર ખાતે ઇંધણ ભરીને દિલ્હી જવા રવાના થશે.

આ પણ વાંચો: કાબૂલ એરપોર્ટ પર અફરા-તફરીનો માહોલ, ઉડતા વિમાનમાં લટકાયેલા બે વ્યક્તિ જમીન પર પટકાયા, જૂઓ વીડિયો...

ભારતીય રાજદૂત કચેરી પર કબજો કરે તે પહેલા વતન પરત

અફઘાનિસ્તાન એમ્બેસીમાં રહેલા ભારતીય રાજદૂત રુદ્રેન્ડ ટંડને જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું, જેમાં અફઘાનિસ્તાનમાં હાલની સ્થિતિ વિશે રાજદૂતે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા 3 દિવસથી અફઘાનિસ્તાનમાં અગન ગોળા જેવી જેવી સ્થિતિ છે, અફઘાનિસ્તાનના લાપુર ભારતીય રાજદૂત કચેરી પર કબજો કરે તે પહેલાં જ એરફોર્સના વિમાન મારફતે ઓફિસમાં રહેલા તમામ સ્ટાફને પરત લાવવામાં આવ્યો છે. અફઘાનિસ્તાનમાં રાજદૂત કચેરી ખાતે કમાન્ડો તરીકે ફરજ બજાવતા કમાન્ડો જણાવ્યું કે, અફઘાનિસ્તાનમાં દિવસે દિવસે સ્થિતિ અત્યંત ખરાબ થતી જોવા મળી રહી છે, તાલિબાની લડાકુઓ ભારતીય રાજદૂત કચેરી પર કબજો કરે તે પહેલા જ ફોર્સ દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી હતી.

રાજ્યપ્રધાન અને કલેક્ટર સહિતના લોકો ઉપસ્થિત રહ્યા

જામનગર એરપોર્ટ ખાતે અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યપ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજા, કલેક્ટર સૌરભ પારઘી, મેયર બીના કોઠારી, ડેપ્યુટી મેયર તપન પરમાર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મનીષ કટારીયા સહિતના અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Last Updated : Aug 18, 2021, 4:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.