- ભારતના બંધારણના ઘડવૈયા છે ડૉ. ભીમરાવ આંબેડકર
- 14 એપ્રિલ 1893ના રોજ મધ્ય પ્રદેશમાં થયો હતો જન્મ
- કોરોના ગાઈડલાઈનના પાલન સાથે જન્મ જયંતીની કરાઈ ઉજવણી
જામનગર: ડૉ. ભીમરાવ આંબેડકરની બુધવારે 130મી જન્મ જયંતી હોવાથી શહેરમાં આવેલા લાલ બંગલા સર્કલ પાસે આવેલી ડૉ. ભીમરાવ આંબેડકરની પ્રતિમાને ભાજપ-કોંગ્રેસના હોદ્દેદારો સહિત સામાન્ય લોકોએ જન્મ જ્યંતી નિમિત્તે ફૂલહાર અર્પણ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
કોરોના ગાઈડલાઈનના પાલનની રખાઈ તકેદારી
વહેલી સવારથી જ લોકો ડોક્ટર આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ કરવા માટે લાલ બંગલા સર્કલ ખાતે આવી રહ્યા હતા. પ્રતિમાને ભાજપના હોદ્દેદારો તેમજ નગરસેવકો કોંગ્રેસના ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ વિવિધ સમાજના અગ્રણીઓએ ફુલહાર કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન બૌદ્ધ સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું. હાલ કોરોનાની વૈશ્વિક મહામારીને ધ્યાનમાં રાખીને કારણે કોરોના સંક્રમણ ન વધે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. લોકોની ભીડ ન થાય તે માટે અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન થાય તે માટે જમીન પર નિશાન પણ બનાવવામાં આવ્યા હતા.