- જામનગરમાં કોરોનાની તેજ ગતિ
- મનપા ગેટ પર કોવિડ ટેસ્ટ દરમિયાન 12 લોકો પોઝિટિવ
- 5 એપ્રિલે 124 પોઝિટિવ કેસ નોંધાયા
જામનગર: જિલ્લામાં રોજ મહાનગરપાલિકામાં પ્રવેશતા લોકોનો કોવિડ રેપીટ ટેસ્ટ કરવામાં આવે છે. જેમાં 5 એપ્રિલે એક સાથે 12 લોકોનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે. સવારે કરવામાં આવેલા ટેસ્ટ દરમિયાન 9 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જોકે બાદમાં અન્ય 3 લોકોનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.
આ પણ વાંચો: બનાસકાંઠામાં કોરોનાનો કહેર યથાવત, જાણો જિલ્લાની સ્થિતિ
આ પણ વાંચો: બનાસકાંઠા જિલ્લામાં કોરોનાના વધુ 12 પોઝિટિવ કેસ આવતા આરોગ્ય વિભાગ ચિંતામાં
ગ્રામ્ય વિસ્તારોમાં પણ ટેસ્ટિંગ શરૂ
જામનગરમાં વિવિધ જગ્યાએ કોરોના ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે. જેમાં જી. જી. હોસ્પિટલ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. જામનગરમાં વધતા કોરોનાના કેસ વહીવટીતંત્ર માટે ચિંતાનો વિષય બન્યા છે તો, આમ જનતા પણ કોવિડ ગાઈડલાઈનનું પાલન કરવામાં કયાંક ને ક્યાંક બેદરકારી દાખવી રહી છે.