ETV Bharat / city

જામનગરમાં વધુ 12 દર્દીઓએ કોરોનાને આપી માત, કોરોના મુક્ત થનારા દર્દીમાં 7 વર્ષની બાળકીનો સમાવેશ - જામનગરની ગુરુ ગોવિંદ સિંઘ હોસ્પિટલ

જામનગર જિલ્લા માટે વધુ એક સારા સમાચાર આવ્યા છે. જી.જી.હોસ્પિટલમાંથી વધુ 12 દર્દીઓ કોરોના મુક્ત થયા છે. કોરોના મુકત થનાર દર્દીઓમાં 7 વર્ષની બાળકી અને 11 પુખ્ત વયના દર્દીઓનો સમાવેશ થાય છે.

12 corona patients recovered
જામનગરમાં વધુ 12 દર્દીઓએ કોરોનાને આપી માત
author img

By

Published : May 18, 2020, 4:26 PM IST

જામનગરઃ જિલ્લામાં કુલ 34 પોઝિટિવ કેસ સામે આવેલ છે, જેમાં બે બાળકોના મૃત્યુ થયા હતા. અન્ય 32 દર્દીઓ જેમાં ખંભાળિયાના 1 દર્દી એમ કુલ ૩૩ દર્દીઓ જામનગરની ગુરુ ગોવિંદ સિંઘ સરકારી હોસ્પિટલ આઈસોલેશન વોર્ડમાં દાખલ હતા. આ દાખલ દર્દીઓમાં સોમવારના જામજોધપુરના 4 દર્દી, જામનગર શહેરના 4 અને 1 બાળકી અને 2 ચેલાના અને 1 જોડિયાના દર્દી એમ કુલ 12 દર્દીઓએ કોરોનાને માત આપી જિંદગીનો જંગ જીત્યો છે.

જામનગરમાં વધુ 12 દર્દીઓએ કોરોનાને આપી માત
વધુ 11 દર્દીઓની તબિયતમાં સુધારો જણાતાં તેમને જી.જી. હોસ્પિટલ જામનગરમાંથી રજા અપાઇ છે. નવી ગાઇડલાઇન મુજબ સાજા થયેલા દર્દીએ, હોસ્પિટલમાંથી રજા મેળવ્યા બાદ પણ પાંચ દિવસ હોમ કવોરેન્ટાઈનમાં રહેવાનું હોય, કોરોનાને માત આપીને આવેલા નવા 12 દર્દીઓમાંથી જામનગર શહેરના 5 અને જામજોધપુરના 4 દર્દીઓને હોમક્વોરેન્ટાઇનમાં રાખવામાં આવશે. જ્યારે ચેલાના 2 અને જોડિયાના 1 દર્દીને ઘરે હોમ કવોરેન્ટાઈન માટે અલાયદી સુવિધાઓ પ્રાપ્ત નથી તેમને આયુર્વેદ યુનિવર્સિટી, જામનગર ખાતે કવોરેન્ટાઈનમાં રાખવામાં આવેલ છે‌. દરેક ડિસ્ચાર્જ થનાર દર્દી દ્વારા હોમ ક્વોરેંટાઇનનું સંપૂર્ણ પાલન કરવાની બાંહેધરી આપવામાં આવેલ છે.

જામનગરની જી.જી. હોસ્પિટલમાંથી અત્યાર સુધીમાં કુલ 23 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે, જેમા 21 પુખ્તવયના અને 2 બાળકોનો સમાવેશ છે. હાલ જી.જી.હોસ્પિટલ ખાતે એક પણ મહિલા કે, બાળ દર્દી આઇસોલેશન વોર્ડમાં નથી તમામએ કોરોના સામે જિંદગીની જીતનું ઉદાહરણ આપ્યું છે. હાલમાં આઇસોલેશન વોર્ડમાં 10 પુરુષ દર્દીઓ દાખલ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.