ETV Bharat / city

જામનગરમાં 108 એમ્બ્યુલન્સે 39 દિવસમાં 2 હજાર દર્દીઓને હોસ્પિટલ પહોંચાડ્યા

author img

By

Published : May 13, 2021, 2:01 PM IST

કોરોનાની બીજી લહેર દરમિયાન હોસ્પિટલ્સમાં દર્દીઓનો ધસારો વધી રહ્યો છે. ત્યારે દર્દીઓને હોસ્પિટલ્સ સુધી પહોંચાડવા માટે કાર્યરત 108 એમ્બ્યુલન્સની સેવાના પણ લાભાર્થીઓ વધ્યા છે. જામનગરમાં જ 108 એમ્બ્યુલન્સ દ્વારા છેલ્લા 39 દિવસમાં 2000થી વધુ દર્દીઓને હોસ્પિટલ્સમાં ખસેડવામાં આવ્યા છે.

જામનગરમાં 108 એમ્બ્યુલન્સે 39 દિવસમાં 2 હજાર દર્દીઓને હોસ્પિટલ પહોંચાડ્યા
જામનગરમાં 108 એમ્બ્યુલન્સે 39 દિવસમાં 2 હજાર દર્દીઓને હોસ્પિટલ પહોંચાડ્યા

  • જામનગરમાં 108 એમ્બ્યુલન્સની સરાહનીય કામગીરી
  • 39 દિવસમાં 2 હજારથી વધારે દર્દીઓને હોસ્પિટલ ખસેડ્યા
  • 76 કર્મીઓનો સ્ટાફ દિવસ રાત કરી રહ્યો છે કામગીરી

જામનગર: કોરોના મહામારી દરમિયાન એમ્બ્યુલન્સ સેવાના લાભાર્થીઓ પણ વધ્યા છે. જિલ્લામાં 108 એમ્બ્યુલન્સ દ્વારા કોરોના સહિતની તમામ બીમારીઓના 2 હજાર જેટલા દર્દીઓ 1 એપ્રિલથી 9 મે સુધીમાં હોસ્પિટલ્સમાં પહોંચાડ્યા હોવાની માહિતી મળી છે.

કોરોના અટકાવવામાં મેડિકલ સ્ટાફની જેમ 108 ખડેપગે

GVK EMRIના જામનગર જિલ્લાના પ્રોગ્રામ મેનેજર બિપીન ભેટારીયાના જણાવ્યા પ્રમાણે, જ્યારે જિલ્લામાં કોરોના સંક્રમણના કેસમાં ઓચિંતો વધારો જોવા મળ્યો ત્યારે તેને અટકાવવા મેડિકલ સ્ટાફની જેમ જ 108ની પણ ચાવીરૂપ ભૂમિકા રહી છે. રાત દિવસ દર્દીઓના ફોન આવતા 108એ ખાસ ઝુંબેશના ભાગરૂપે દર્દીઓ તાત્કાલિક હોસ્પિટલ સુધી પહોંચે તે માટે આયોજન કરીને પોતાની કામગીરી બજાવવાનું શરૂ કર્યું હતું અને ૧ એપ્રિલથી ૯ મે સુધીના માત્ર ૩૯ દિવસના ટૂંકાગાળામાં જ ૨,૦૦૦ જેટલા દર્દીઓને હોસ્પિટલ સુધી પહોંચાડવામાં સફળતા મેળવી છે અને આ કામગીરી હજુ ઉચ્ચ સ્તરે લઈ જવા માટે સમગ્ર સ્ટાફ કટિબદ્ધ છે.

જામનગરને તાજેતરમાં જ નવી 3 એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી હતી

જિલ્લામાં 108ની અત્યાર સુધીમાં કુલ 16 એમ્બ્યુલન્સ કાર્યરત હતી. થોડા દિવસો અગાઉ જ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્યમાં વધુ 150 એમ્બ્યુલન્સની ફાળવણી કરતા જામનગરને તેમાંથી 3 એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે. આમ, હાલ જિલ્લામાં કુલ 76 કર્મીઓનો સ્ટાફ દિવસ રાત દર્દીઓની સેવામાં ફરજ બજાવી રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.