ETV Bharat / city

Yuvrajsinh Arrested in Gandhinagar: વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની પોલીસની કામગીરીમાં દખલ કરવા બદલ ધરપકડ

author img

By

Published : Apr 5, 2022, 10:51 PM IST

જ્યારે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે આશરે 3300 શિક્ષણ સહાયકોની ભરતી કરી છે, ત્યારે શિક્ષણ સહાયકોએ રાજ્ય સરકાર પાસે 12,000 જગ્યાઓ મુક્ત કરવાની માંગ કરી છે. જે બાબતે આજે વધુ એક વખત મહિલાઓની પદયાત્રા નીકળી હતી. જેમા મહિલાઓ અને યુવરાજસિંહ જાડેજાની પણ અટકાયત કરવામાં આવી હતી.

Yuvrajsinh Arrested in Gandhinagar: વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની પોલીસની કામગીરીમાં દખલ કરવા બદલ ધરપકડ
Yuvrajsinh Arrested in Gandhinagar: વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની પોલીસની કામગીરીમાં દખલ કરવા બદલ ધરપકડ

ગાંધીનગર: ગુજરાત સરકારી શિક્ષણ વિભાગ દ્વારા 3300 જેટલા વિદ્યાસહાયકોની ભરતી બહાર પાડી છે પરંતુ વિદ્યા સહાયકોની માંગણી છે કે રાજ્યમાં અનેક શિક્ષકોની જગ્યા ખાલી છે ત્યારે રાજ્ય સરકાર 12,000 જગ્યાઓ બહાર પાડવામાં આવે પરંતુ રાજ્ય સરકારે કોઈપણ પ્રકારની કાર્યવાહી ન કરતા છેલ્લા પંદર દિવસથી વિદ્યા સહાયકોના ઉમેદવારો ગાંધીનગરમાં આંદોલન કરી રહ્યા છે ત્યારે આજે ફરીથી મહિલાઓ દ્વારા ગેટ નંબર 4 પર આંદોલન કર્યા હતા. ત્યારે યુવરાજસીહ જાડેજા સ્થળ પર હાજર હતા ત્યારબાદ મહિલાઓની અટકાયત(women were detained) કરીને પોલીસ હેડક્વાર્ટર(Police Headquarters) લઈ જતા યુવરાજસિંહ જાડેજાએ હેડકાવર્ટ્સ પહોંચ્યા હતા અને પોલીસની કામગીરીમાં ખલેલ પહોંચાડી હતી જેથી આ બાબતે યુવરાજસિંહ જાડેજા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

આજે વધુ એક વખત મહિલાઓની પદયાત્રા નીકળી હતી. જેમા મહિલાઓ અને યુવરાજસિંહ જાડેજાની પણ અટકાયત કરવામાં આવી હતી.

શુ છે સમગ્ર મામલો - સમગ્ર વિશે ગાંધીનગર એસપી મયુર ચાવડાએ પત્રકાર પરિષદને સંબોધતાં જણાવ્યું હતું કે, ગેટ નંબર 4 પાસે મહિલાઓએ આંદોલન કરી રહ્યા હતા. ત્યારે તેમની અટકાયત કરવામાં આવી હતી. આ અટકાયત કરીને તેઓને પોલીસ હેડકવાર્ટર લાવવામાં આવ્યા હતાં. તે દરમિયાન યુવરાજસિંહ જાડેજા પણ ગેટ નંબર પર હાજર હતા. તેઓ મહિલાઓની સાથે સાથે પોલીસની ગાડીની પાછળ પોલીસ હેડ કોટર આવ્યા હતા. જ્યાં મહિલાઓની અટકાયત કરવામાં આવી હતી. ત્યાં અંદર જ મહિલાઓની ઉશ્કેરણી(Provoked the women) કરી હતી, સાથે જ પોલીસની કાર્યવાહીમાં દખલગીરી પણ કરીને કાર્યવાહીને ખલેલ પહોંચે તેવું કાર્ય કર્યું હતું. ત્યારબાદ તેઓ પોલીસે તેમની અટકાયત કરી હતી. ત્યારબાદ યુવરાજસિંહ જાડેજા અને તેમની સાથે રહેલ એક શખ્સ પણ ત્યાંથી ભાગવાના પ્રયત્નો કર્યા(Tried to escape) હતા અને ગાડીમાં બેસીને તેઓએ પોલીસ કર્મચારીઓ ઉપર ગાડી ચડાવવાની કોશિશ પણ કરી હતી. આમ પોલીસ ઉપર હુમલો અને પોલીસની કાર્યવાહી અટકાવવા બાબતે(Regarding prevention of police action) યુવરાજસિંહ જાડેજા પર 332 અને 307 કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Protest in Gandhinagar: વિરોધ કરતા 80થી વધુ વિદ્યા સહાયક ઉમેદવારોની અટકાયત, મહિલાઓ અને બાળકો પણ રડી પડ્યા

ગાંધીનગર હેડક્વાર્ટરમાં અટકાયત - યુવરાજ ચાવડાના ગાંધીનગર હેડક્વાર્ટરમાં અટકાયત(Detention at Gandhinagar Headquarters) અને ત્યાર બાદ ધરપકડ થઈને તેથી સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ(Message viral on social media) થયા હતા. ગાંધીનગર એસપી કચેરીની(Gandhinagar SP Office) બહાર યુવરાજના સમર્થકો ધીમે ધીમે આગળ આવી રહ્યા છે. એસપી કચેરીની બહાર ગણતરીની મિનિટોમાં અમુક લોકો એટલે કે યુવરાજ સિંહના સમર્થકો પણ જોવા મળ્યા હતા.

આ પણ વાંચો: NRC,CAA,અને EVM સહિતના મુદ્દે ભારત બંધનું એલાન, વડોદરાના 10 આંદોલનકારીઓની અટકાયત

યુવરાજસિંહ જાડેજાની રજૂઆત - આ માહિતી પ્રમાણે ભર બપોરે મહિલા ઉમેદવારો દ્વારા ગેટ નંબર 4 પાસે આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ ભારે ગરમીના કારણે મહિલા સરકારનો વિરોધ કરતાં કરતાં બેભાન થયા હતા. જ્યારે પોલીસે તેમને અટકાયત કરી હતી. ત્યારે આ સમગ્ર વાતની જાણ આપ નેતા યુવરાજસિંહ જાડેજાને થતા તેણે તાત્કાલિક ધોરણે એસપી કચેરીએ પહોંચ્યા હતા. યુવરાજસિંહ જાડેજાએ રજૂઆત કરી હતી કે, મહિલાને હોસ્પિટલમાં લઇ જવાના બદલે તમે પોલીસ સ્ટેશન કેમ લાવ્યા, ત્યારે પોલીસ સાથે થોડી ઔપચારિક ચર્ચા થયા બાદ પોલીસે પણ યુવરાજસિંહ જાડેજાની અટકાયત કરી હતી.

આંદોલનકારીઓની અટકાયત - રાજ્ય સરકારે વિદ્યાસહાયકોની ભરતી માં વધારાની જગ્યા બહાર પાડવામાં આવે તેવી માંગ સાથે ૪ એપ્રિલના રોજ રોજ એટલા વિદ્યા સહાયક ના ઉમેદવારો ગેટ નંબર 1 ની બહાર જાહેર રસ્તા પર જ બેસીને સરકારનો વિરોધ કરી રહ્યા હતા. આ સાથે જ બળજબરી પૂર્વક સચિવાલયની અંદર પ્રવેશ કરવાની કોશિશ પણ કરી હતી પરંતુ સચિવાલયના બંને ગેટ બંધ કરી દેવામાં આવ્યા હતા. પોલીસે ત્યારબાદ તમામ આંદોલનકારીઓની અટકાયત પણ કરી હતી. ઉલ્લેખનીય છે કે, અનેક વખત અટકાયત થયા છતાં પણ આંદોલનકારીઓ જ્યાં સુધી રાજ્ય સરકાર સંખ્યામાં વધારો નહીં કરે ત્યાં સુધી આંદોલન યથાવત રાખવામાં આવશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.