ETV Bharat / city

Yuvraj Singh Jadeja bail application: યુવરાજ સિંહ જાડેજાની જામીન અરજી પર કોર્ટ 16 એપ્રિલે આપશે ચુકાદો

author img

By

Published : Apr 15, 2022, 7:43 PM IST

જેલમાં બંધ યુવરાજસિંહ જાડેજાની જામીન અરજી (Yuvraj Singh Jadeja bail application) ફાઈલ કરવામાં આવી હતી. હાલ ગાંધીનગર કોર્ટ દ્વારા નિર્ણય મુલતવી રાખવામાં આવ્યો છે. આ મામલે કોર્ટ દ્વારા 16 એપ્રિલના ચુકાદો જાહેર કરવામાં આવશે.

યુવરાજ સિંહ જાડેજાની જામીન અરજી પર કોર્ટ 16 એપ્રિલે આપશે ચુકાદો

ગાંધીનગર: વિદ્યાસહાયકના આંદોલનમાં (vidhyasahayak protest in gandhinagar) હાજર રહેનારા અને પોલીસ પર હુમલો (Attack On Police In Gandhinagar) કરવાના ગુનામાં યુવાનેતા યુવરાજસિંહ અમદાવાદ સેન્ટ્રલ જેલ (Ahmedabad Central Jail)માં છે. આજે ગાંધીનગર કોર્ટમાં યુવરાજસિંહ જાડેજાની જામીન અરજી (Yuvraj Singh Jadeja bail application) ફાઈલ કરવામાં આવી હતી. ફરિયાદી પક્ષે અને યુવરાજ સિંહ જાડેજાના વકીલોએ કલાક સુધી દલીલ કરી હતી અને તેના અંતે ગાંધીનગર કોર્ટ (Gandhinagar District Court) દ્વારા નિર્ણય મુલતવી રાખવામાં આવ્યો છે. 16 એપ્રિલના રોજ ગાંધીનગર કોર્ટ દ્વારા જામીન અરજી પર નિર્ણય કરવામાં આવશે.

ફરિયાદી પક્ષે અને યુવરાજ સિંહ જાડેજાના વકીલોએ કલાક સુધી દલીલ કરી હતી.

સરકારી વકીલની દલીલ- સરકારી વકીલ દ્વારા ગાંધીનગર કોર્ટમાં દલીલ કરવામાં આવી હતી કે, લોકશાહીમાં આંદોલન (Protest in democracy) કરવાની પદ્ધતિ હોય છે, એ પદ્ધતિને અનુસરીને આંદોલન કરવા જોઈએ. જ્યારે યુવરાજસિંહ જાડેજા દ્વારા પોલીસ પર ગાડી ચલાવવાની કોશિશ કરવામાં આવી હતી. જેથી 307 કલમ લગાવી છે અને આ કેસમાં યુવરાજસિંહ જાડેજાને જામીન ન આપવા જોઇએ અને જો જામીન આપવામાં આવે તો અમદાવાદ અને ગાંધીનગરની હદ (Boundaries of Ahmedabad and Gandhinagar)માં પ્રવેશ ન કરવાની શરતના આધારે શરતી જામીન આપવા જોઇએ.

આ પણ વાંચો: Yuvrajsinh Jadeja Arrested: યુવરાજસિંહ પર ખોટો ગુનો દાખલ કર્યો, સરકાર નહિ માને તો પરિવર્તન થશે

બચાવ પક્ષના વકીલે શું કહ્યું- યુવરાજસિંહ જાડેજા ને સમર્થનમાં કોર્ટમાં વકીલે દલીલ કરી હતી કે પોલીસ ગાડી ચડાવી હોય અને પોલીસ ઉપર હુમલો કર્યો હોય તો પોલીસ આ બાબતનો પુરાવો રજૂ કરે જ્યારે પોલીસને કોઈપણ જવાન હોસ્પિટલમાં દાખલ પણ નથી અને થોડીક પણ ઇજા થઇ નથી અને તેવા કેસમાં 307 ન દાખલ થઈ શકે જ્યારે બચાવપક્ષના વકીલે એ ગાંધીનગર કોર્ટમાં અલગ-અલગ કેસોના ચુકાદાઓને પણ ટાંકયા હતા સાથે જ યુવરાજસિંહ જાડેજા ઉપર જે કેસ કર્યો છે તે ખોટો કેસ કર્યો છે જેથી જામીન આપવા જોઇએ આ ઉપરાંત યુવરાજસિંહ જાડેજા (Case Against Yuvrajsingh Jadeja) ઉપર અત્યાર સુધીમાં કોઈ પણ ગંભીર પ્રકારનો કેસમાં દાખલ નથી જેથી રેગ્યુલર જામીન આપવા માટેની ભલામણ પણ વકીલ દ્વારા કોર્ટમાં કરવામાં આવી હતી.

આ પણ વાંચો: Yuvrajsinh Jadeja Arrested: યુવરાજસિંહ સામે નોંધાયો બિનજામીનપાત્ર ગુનો, ગાડીના સ્પાય કેમેરામાં પોલીસકર્મી પર ગાડી ચડાવવાની ઘટના થઈ કેદ

16 એપ્રિલે નિર્ણય જાહેર કરવામાં આવશે- બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ ગાંધીનગર કોર્ટ દ્વારા 16મી એપ્રિલના રોજ યુવરાજસિંહ જાડેજાની જામીન અરજી પર સુનવણીને અંતે ઓર્ડર જાહેર કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.