ETV Bharat / city

વતન પ્રેમ યોજના હેઠળ ડિસેમ્બર 2022 સુધી 1000 કરોડના કાર્યો પૂર્ણ કરવામાં આવશે: વિજય રૂપાણી - ગામડાઓનો સર્વાંગી વિકાસ

ગુજરાતના ગામડાઓના સર્વાંગી વિકાસના કામો અને ઉત્તમ જન સુવિધા પૂરી પાડવા સરકાર, દાતાઓ, ગ્રામજનો વચ્ચે જનકલ્યાણ વિકાસનો ત્રિવેણી સંગમ ‘વતન પ્રેમ યોજના’નો પ્રારંભ 9 ઓગસ્ટના રોજ કરવામાં આવ્યો હતો, જેમાં આજે સીએમ વિજય રૂપાણીએ ‘વતનપ્રેમ યોજના’ અંતર્ગત રાજ્યના ગામોમાં સર્વાંગી વિવિધ વિકાસના વિવિધ કાર્યો અને ઉત્તમ જનસુવિધા પૂરી પાડવાના હેતુસર ડિસેમ્બર-2022 સુધીમાં રૂ. 1 હજાર કરોડના કામો હાથ ધરવાની નેમ વ્યક્ત કરી છે.

વતન પ્રેમ યોજના હેઠળ ડિસેમ્બર 2022 સુધી 1000 કરોડના કાર્યો પૂર્ણ કરવામાં આવશે

author img

By

Published : Sep 4, 2021, 8:36 PM IST

  • વતન પ્રેમ યોજના સોસાયટીની ગવર્નિંગ બોડીની પ્રથમ બેઠક યોજાઇ
  • સીએમ વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને યોજાઈ બેઠક
  • 1000 કરોડના વિવિધ કામો ડિસેમ્બર-2022 સુધીમાં પૂર્ણ કરવામાં આવશે
  • રાજ્યના ગામોની શાળાઓના ઓરડા નિર્માણ કામોને ‘વતનપ્રેમ યોજના’માં અગ્રતા આપવા સીએમનું આયોજન
  • 60 ટકા NRI ગુજરાતી અને 40 ટકા રાજ્ય સરકાર ખર્ચ ઉઠાવશે

ગાંધીનગર: ગુજરાતના ગામડાઓના સર્વાંગી વિકાસના કામો અને ઉત્તમ જન સુવિધા પૂરી પાડવા સરકાર, દાતાઓ, ગ્રામજનો વચ્ચે જનકલ્યાણ વિકાસનો ત્રિવેણી સંગમ ‘વતન પ્રેમ યોજના’નો પ્રારંભ 9 ઓગસ્ટના રોજ કરવામાં આવ્યો હતો, જેમાં આજે સીએમ વિજય રૂપાણીએ ‘વતન પ્રેમ યોજના’ અંતર્ગત રાજ્યના ગામોમાં સર્વાંગી વિવિધ વિકાસના વિવિધ કાર્યો અને ઉત્તમ જનસુવિધા પૂરી પાડવાના હેતુસર ડિસેમ્બર-2022 સુધીમાં રૂ. 1 હજાર કરોડના કામો હાથ ધરવાની નેમ વ્યક્ત કરી છે.

શું છે વતનપ્રેમ યોજના?

દેશમાં કે દેશ બહાર વિશ્વમાં કયાંય પણ વસતા ગુજરાતીઓ ‘વતન પ્રેમ યોજના’ અન્વયે ગુજરાતમાં પોતાની પસંદગીનું ગામ, પોતાની પસંદગીનું કામ, પોતાની પસંદગીની એજન્સી દ્વારા 60 ટકા પોતાના દાન અને રાજ્ય સરકારના 40 ટકા અનુદાનથી કરાવી શકે છે, જેમાં ‘વતન પ્રેમ યોજના’ સોસાયટીની ગવર્નિંગ બોડીની ગાંધીનગરમાં મળેલી પ્રથમ બેઠકમાં અધ્યક્ષસ્થાનેથી આ યોજનાના સુચારૂ અમલીકરણ અંગે સીએમ રૂપાણીએ માર્ગદર્શન આપ્યું હતું.

જાહેરાત બાદ પ્રથમ બેઠક યોજાઇ

સીએમ વિજયભાઇ રૂપાણીએ રાજ્યના ગામોમાં શાળાઓના ઓરડા નિર્માણના કામોને 'વતન પ્રેમ યોજના'માં અગ્રતા આપવાનું પ્રેરક સૂચન પણ આ ગવર્નિંગ બોડીની બેઠકમાં કર્યુ હતું. આવી જરૂરિયાતવાળી શાળાઓના ઓરડાઓ વતન પ્રેમ યોજનાના દાતાઓના દાન અને સરકારના સંયુકત અનુદાનથી તૈયાર કરવા અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ યોજનાના વેબપોર્ટલ ઉપર આવા દરેક ગામની શાળાઓમાં ઓરડાની જરૂરિયાતની વિગતો ઉપલબ્ધ કરાવવા શિક્ષણ વિભાગ સાથે સંકલન કરવાની પણ સૂચનાઓ આપી હતી.

વતન પ્રેમ યોજના અંતર્ગત કયા કાર્યો થશે

વતન પ્રેમ યોજનામાં જે વિવિધ કામોનો સમાવેશ કરવામાં આવેલો છે તેમાં શાળાઓના ઓરડાઓ અથવા સ્માર્ટ ક્લાસ, કૉમ્યુનિટી હોલ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, આંગણવાડી, મઘ્યાહન ભોજનનું રસોડું, સ્ટોર રૂમ, પુસ્તકાલય, રમત-ગમત માટે વ્યાયામ શાળાનું મકાન અને સાધનો, સી.સી.ટીવી કેમેરા સર્વેલેન્સ સિસ્ટમ, સ્મશાન ગૃહ, વોટર રિસાયકલિંગ વ્યવસ્થા તથા ગટર, એસ.ટી.પી, તળાવ બ્યુટીફિક્શન, એસ.ટી સ્ટેન્ડ, સોલાર એનર્જીથી સ્ટ્રીટ લાઈટ અને પાણીના ટ્યુબ વેલ કૂવાની પાણીની ટાંકીની મોટર ચલાવવાના કામો વગેરે હાથ ધરી શકાશે.

ગવર્નિંગ બોડીમાં કોનો સમાવેશ

સીએમ રૂપાણીના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ ગવર્નિંગ બોડીની પ્રથમ બેઠકમાં પંચાયત પ્રધાન જયદ્રથસિંહ પરમાર, પંચાયત અને ગ્રામ વિકાસના અધિક મુખ્ય સચિવ વિપૂલ મિત્રા, વિકાસ કમિશનર સંદીપકુમાર, સાયન્સ ટેકનોલોજી સચિવ વિજય નહેરા, નાણા વિભાગના સચિવ મનિષા ચન્દ્રા, મુખ્યમંત્રીના ઓ.એસ.ડી. ડી. એચ. શાહ તેમજ અધિક વિકાસ કમિશનર વિશાલ ગુપ્તા અને વરિષ્ઠ અધિકારીઓ જોડાયા હતા.

ઓનલાઈન દાન માટેની પણ વ્યવસ્થા

'વતન પ્રેમ યોજના'ના આ પાસાઓમાં યોજનાના અસરકારક અમલીકરણ માટે પ્રોજેકટ મેનેજમેન્ટ યુનિટની રચના, દાતાઓ સરળતાથી ઓનલાઇન દાન આપી શકે તે માટે રાજ્યકક્ષાએ અલાયદા બેંક એકાઉન્ટ અને પોર્ટલના માધ્યમથી પેમેન્ટની વ્યવસ્થા, પૂર્ણ થયેલા કામના સ્થળે દાતા પ્રત્યે આભાર પ્રગટ કરતી તેમના નામની તકતી મૂકવી, ઉપરાંત દાતા દ્વારા સૂચવાયેલા ગામમાં નક્કી થયેલા કામ અને ટાઇપ ડિઝાઇન માટે અલાયદા વેબપોર્ટલની વ્યવસ્થાનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઉપરાંત વી.સી.ઇ.ની વતન પ્રેમ પ્રેરક તરીકેની પસંદગી અને તેના દ્વારા દાતાને સમયાંતરે કામગીરીની જાણકારી આપવાની વ્યવસ્થા, તેમજ યોજના સંબંધી પ્રશ્નોના નિવારણ અને માહિતી આદાન-પ્રદાન માટે અલાયદા 24x7 કૉલ સેન્ટરની વ્યવસ્થા પણ આ યોજનાના મુખ્ય પાસાઓમાં સમાવી લેવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.