- વિશ્વ મહિલા દિવસ નિમિત્તે મહિલા ધારાસભ્યોને રાજ્ય સરકારની ભેટ
- મહિલા ધારાસભ્યોને તેમના મત વિસ્તારના રસ્તાના કામો માટે રૂપિયા એક કરોડની વધારાની ગ્રાન્ટ આપવામાં આવશે
- નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલની વિધાનસભા ગૃહમાં જાહેરાત
- 13 ધારાસભ્યોને મળશે લાભ
ગાંધીનગરઃ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે મુખ્યપ્રધાન વિજય રૂપાણીના નેતૃત્વવાળી તેમની સરકારે મહિલા ધારાસભ્યોને વિશ્વ મહિલા દિવસની ભેટ આપી છે. જેનો લાભ 13 મહિલા ધારાસભ્યોને મળશે. આ ગ્રાન્ટના કારણે ગ્રામ્ય વિસ્તારના ધારાસભ્યો ગ્રામીણ કક્ષાએ રસ્તાના કામો તથા મહિલા ધારાસભ્યોને કોર્પોરેશન વિસ્તારમાં રસ્તાના કામો માટે ફાળવાશે. જે સંબંધિત કોર્પોરેશનને માર્ગ-મકાન વિભાગ દ્વારા ફાળવી આપવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું.
આ પણ વાંચોઃ #HappyWomansDay: અમદાવાદમાં મહિલા સશક્તિકરણના સંદેશ સાથે મહિલા રેલી
ગ્રામ્ય વિસ્તારોમાં આપવામાં આવશે લાભ
અનેક ધારાસભ્યો ગ્રામ્ય વિસ્તારમાંથી આવે છે ત્યારે આવા મહિલા ધારાસભ્યો કે જે ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા હોય તેમને જે તે નગરપાલિકા અથવા જિલ્લા પંચાયતમાંથી વધુ એક કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવશે. જેથી તેઓ પોતાના મતવિસ્તારનો વધુમાં વધુ વિકાસ કરી શકે. આ મહિલા દિન નિમિત્તે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે વિધાનસભા ગૃહમાં મહિલા ધારાસભ્યોને વધુ એક કરોડ રૂપિયાની ગ્રાન્ટની ફાળવણીની જાહેરાત કરી હતી.
આ પણ વાંચોઃ #HappyWomansDay: પુરુષ સમોવડી બનવાથી સ્ત્રીનો વિકાસ નથી: ઇદાબેન ભટ્ટ