ETV Bharat / city

ગાંધીનગરની સિવિલના કોરોના વોર્ડમાં સારવાર લઈ રહેલી મહિલાની બે કર્મચારીઓએ છેડતી કરી, બંનેની હકાલપટ્ટી - ગાંધીનગર સિવિલ હોસ્પિટલ

ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા વાસનાના ભૂખ્યાં બે કર્મચારીઓએ પોતાની ઈચ્છા પૂરી કરવા માટે કોરોના મહિલા દર્દીની છેડતી કરી હતી. આ બનાવને લઇને મહિલાએ હોબાળો મચાવતાં અડધી રાત્રે સિવિલનો સ્ટાફ એકઠો થઈ ગયો હતો. જ્યારે આ બાબતની ફરિયાદ સત્તાધીશોને કરવામાં આવતાં બંને કર્મચારીઓની હકાલપટ્ટી કરી નાખી હતી.

સિવિલના કોરોના વોર્ડમાં સારવાર લઈ રહેલી મહિલાની બે કર્મચારીઓએ છેડતી કરી, બંનેની હકાલપટ્ટી

author img

By

Published : Jul 27, 2020, 12:52 PM IST

ગાંધીનગરઃ મળતી માહિતી મુજબ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ઇન્દોર બિલ્ડિંગના સાતમા માળે ગઈ મોડીરાત્રે એક મહિલા દર્દી આરામ કરી રહી હતી તે દરમિયાન રાજદીપ એન્ટરપ્રાઇઝમાં ફરજ બજાવતાં બે કર્મચારી દ્વારા આરામ કરી રહેલી મહિલા દર્દીની સાડી ખેંચવાનો પ્રયાસ કર્યો હતો. તે દરમિયાન આ મહિલા દર્દી એકાએક પોતાની ઊંઘમાંથી જાગી ગઈ હતી અને તેને હોબાળો મચાવતાં વોર્ડનો સ્ટાફ સિક્યુરિટી ગાર્ડ સહિત દોડી આવ્યો હતો.

સિવિલના કોરોના વોર્ડમાં સારવાર લઈ રહેલી મહિલાની બે કર્મચારીઓએ છેડતી કરી, બંનેની હકાલપટ્ટી
સિવિલના કોરોના વોર્ડમાં સારવાર લઈ રહેલી મહિલાની બે કર્મચારીઓએ છેડતી કરી, બંનેની હકાલપટ્ટી
આ મહિલા અમદાવાદના શાહીબાગ વિસ્તારની રહેવાસી છે અને મર્ડરની આરોપી પણ હોવાનું સામે આવી રહ્યું છે. બીજી બાજુ એવું પણ જાણવા મળી રહ્યું છે કે, આ મહિલા યુવાનોને ઉત્તેજિત કરવાનું કામ કરી રહી હતી. પરિણામે ડ્યુટી પર હાજર કર્મચારીએ પોતાની વાસના સંતોષવા માટે પ્રયાસ કર્યો હતો. આ બનાવને લઇને સિવિલના સત્તાધીશોને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ અડધી રાત્રે પોલીસ બોલાવીને બંને યુવકોને પોલીસને હવાલે કર્યાં હતાં.
કોરોના વોર્ડમાં સારવાર લઈ રહેલી મહિલાની છેડતી

આ ચકચારી બનાવને લઈને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સોપો પડી ગયો હતો. કોવિડના દર્દીઓની પાસે પણ કોઈ જવા તૈયાર હોતું નથી. ત્યારે વાસના સંતોષવા માટે કોરોના પોઝિટિવ દર્દીની છેડતી કરવામાં આવે તે આશ્ચર્યજનક બાબત છે. આ બનાવને લઈને તંત્ર દ્વારા રાજદીપ એન્ટરપ્રાઇઝમાં ફરજ બજાવતા બન્ને કર્મચારીઓને નોકરી ઉપરથી તાત્કાલિક છૂટાં કરી દીધાં હતાં.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.