ગાંધીનગર : ગુજરાત સરકાર માટે શનિવારનો દિવસ ખૂબ જ મહત્વનો ગણવામાં આવે છે. 11 સપ્ટેમ્બર અને શનિવારે મુખ્યપ્રધાન તરીકે વિજય રૂપાણીએ રાજીનામું (Vijay rupani resign) આપ્યું હતું અને સંપૂર્ણ સરકાર બદલાઈ ગઈ ત્યારે 20 ઓગસ્ટ અને શનિવારના દિવસે જ રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલએ 2 મહત્વના નિર્ણય કર્યા છે. જેમાં નિર્ણયની વાત કરવામાં આવે તો બીજા નંબર ઉપર આવતા રાજેન્દ્ર ત્રિવેદી પાસેથી સંપૂર્ણપણે મહેસુલ ખાતાનો હવાલો લઈ લેવામાં આવ્યો (departments taken back from Rajendra Trivedi and Purnesh Modi) છે. જ્યારે બીજી તરફ માર્ગ અને મકાન વિભાગનો પોર્ટફોલિયો ધરાવતા પુર્ણેશ મોદી પાસેથી પણ આ મહત્વનું ખાતું પરત લઈ લેવામાં આવ્યું છે.
કોને આપ્યો નવા પોર્ટફોલિયોનો હવાલોઃ રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે આજે રાજેન્દ્ર ત્રિવેદી પાસેથી મહેસુલ ખાતું (Rajendra trivedi department) લઈને રાજ્યકક્ષાના ગૃહ અને રમતગમત પ્રધાન હર્ષ સંઘવીને મહેસુલ વિભાગનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, હવે હર્ષ સંઘવી કહેવાય તો રાજ્ય કક્ષાના પ્રધાન પરંતુ જે રીતના તેમની પાસે રાજ્ય સરકારના મહત્વના ખાતા ગણાતા તેવા ગૃહ વિભાગ અને મહેસુલ વિભાગ હોવાથી તેમની કેબિનેટ કક્ષાના જ પ્રધાન તરીકે ગણતરી થઈ શકે છે. જ્યારે પુર્ણેશ મોદી કે જેઓને નવી સરકારમાં માર્ગ મકાન વિભાગ અને ટ્રાન્સપોર્ટ તથા યાત્રાધામનો હવાલો સોંપવામાં આવ્યો હતો પરંતુ અમુક કારણોસર તેમની પાસેથી પણ માર્ગ વિભાગ અને મકાન વિભાગનો પોર્ટફોલિયો લઈ લેવામાં આવ્યો છે. આ વિભાગની સંપૂર્ણપણે રાજ્ય કક્ષાના પ્રધાન જગદીશ વિશ્વકર્માને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.
આ પણ વાંચોઃ મેળામાં આખલાના ઉલાળા, અચાનક મૃત્યુ ભાળી ગયા હોય એમ અફરા તફરી
રાજેન્દ્ર ત્રિવેદી પાસેથી લેવાયો મહેસુલ વિભાગનો હવાલોઃ સૂત્ર તરફથી મળતી માહિતી પ્રમાણે રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા અનેક મહેસુલ વિભાગની કચોરીઓમાં અચાનક રેડ પાડવામાં આવતી હતી અને ભ્રષ્ટાચાર વિરોધીની કામગીરી પણ કરવામાં આવતી હતી. જે અમુક અધિકારીઓને ગમતી ન હતી જ્યારે અગાઉ પણ બંધ બારણે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે ટિપ્પણી કરી હતી કે રાજેન્દ્ર ત્રિવેદી ક્યાં રેડ પાડવાના છે અને જો રેડ જ પાડવી હોય તો તેઓ ક્યારેક કોર્ટમાં પણ જાય અને વકીલો શું કરી રહ્યા છે, તેનું પણ ધ્યાન રાખે તેવી પણ ટિપ્પણી કરી હતી. રાજેન્દ્ર ત્રિવેદીની કામગીરીને ધ્યાનમાં લઈને પણ તેમની પાસેથી હવાલો પરત ખેંચવામાં આવ્યો હોવાનું સૂત્રો કહી રહ્યા છે.
પુર્ણેશ મોદીના માર્ગ મકાનમાં કેમ પડ્યો ખાડોઃ રાજેન્દ્ર ત્રિવેદી પાસેથી મહેસુલ વિભાગનો ચાર્જ લીધા બાદ બીજા કેબિનેટ પ્રધાનની વાત કરવામાં આવે તો પુર્ણેસ મોદી પાસેથી પણ માર્ગ અને મકાન વ્યવહારનો હવાલો પરત લેવામાં આવ્યો છે અને તેની સંપૂર્ણ જવાબદારી રાજ્ય કક્ષાના પ્રધાન જગદીશ વિશ્વકર્માને સોંપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં જે રીતનો વરસાદ પડ્યો હતો અને રોડ દસ્તા ખરાબ થઈ ગયા હતા ત્યારે જ પુર્ણેશ મોદી એપ્લિકેશનથી લોકો સમક્ષ પહોંચ્યા હતા અને પુર્ણેશ મોદીને એપ્લિકેશન ઉપર જ ફરિયાદ કરવામાં આવતી હતી, ત્યારે રાજ્ય સરકાર સાઇડમાં જતી હતી અને મોદી આગળ વધી રહ્યા હતા.
આ પણ વાંચોઃ મંદિરમાં આરતી કરતા પૂજારીના પગે વાંદરાએ બચકા ભર્યા
આ ઉપરાંત રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોંગ્રેસના અનેક ધારાસભ્યોએ વિધાનસભા ગૃહની અંદર જ વિરોધ કર્યો હતો કે, તેઓને રોડ રસ્તાની ગ્રાન્ટ હજી સુધી પ્રાપ્ત થઈ નથી અને પેપર હજુ પણ પેન્ડિંગ છે. વિધાનસભાની ચૂંટણીમાં આ મુદ્દો લઈને વિપક્ષ ફાવે નહીં તેને ધ્યાનમાં લઈને પણ પુર્ણેશ મોદી પાસેથી માર્ગ અને મકાન વિભાગનો હવાલો પરત ખેંચવામાં આવ્યો હોવાનું સૂત્ર તરફથી માહિતી પ્રાપ્ત થઈ રહી છે..