ETV Bharat / city

શા માટે ભાજપ આગામી વિધાનસભાની ચૂંટણી મુખ્યપ્રધાન રૂપાણીના નેતૃત્વમાં લડશે ? - CM Rupani

ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીને સત્તાના સૂત્રો સંભાળ્યાને 7 ઓગસ્ટે 5 વર્ષ પૂર્ણ થાય છે. મુખ્યપ્રધાન તરીકે 5 વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરનારા રૂપાણી ત્રીજા મુખ્યપ્રધાન બનશે. તાજેતરમાં જ પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલે જાહેર કરી દીધું છે કે, 2022ની વિધાનસભાની ચૂંટણી રૂપાણીના નેતૃત્વમાં જ લડાશે. શા માટે રૂપાણીના નેતૃત્વમાં ચૂંટણી લડાશે? તે જાણવા વાંચો ETV Bharat નો વિશેષ અહેવાલ…

શા માટે ભાજપ આગામી વિધાનસભાની ચૂંટણી મુખ્યપ્રધાન રૂપાણીના નેતૃત્વમાં લડશે ?

author img

By

Published : Jul 17, 2021, 8:27 PM IST

Updated : Jul 17, 2021, 9:33 PM IST

  • CM Rupaniને 7 ઓગષ્ટે પાંચ વર્ષ થશે પૂર્ણ
  • 5 વર્ષના કાર્યો અને સિદ્ધીઓને પ્રજા સમક્ષ લઈ જવાશે
  • રૂપાણી વડાપ્રધાન મોદીના વિકાસની કેડીએ ચાલ્યા છે

અમદાવાદ : વિજય રમણીકલાલ રૂપાણી (CM Vijay Rupani) એ 7 ઓગષ્ટ, 2016ના રોજ 16માં મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા હતા. આગામી 7 ઓગસ્ટે તેમનો 5 વર્ષનો કાર્યકાળ પૂર્ણ થવા જઈ રહ્યો છે. તાજેતરમાં જ ગાંધીનગર (Gandhinagar) માં આ મુદ્દાની ચર્ચા કરવા માટે કેબિનેટની બેઠક પછી ખાસ બેઠક મળી હતી. જેમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ગણપત વસાવા, સૌરભ પટેલ અને પ્રદીપસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં 5 વર્ષના કાર્યકાળને પ્રજા સમક્ષ લઈ જવા માટે ઉજવણી કરાશે, તેવું નક્કી થયું હોવાનું જાણવા મળે છે.

ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે પ્રદેશ કારોબારીની બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સને સંબોધતા જણાવ્યું હતું કે, 2022 ગુજરાત વિધાનસભાની ચૂંટણી કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહની આગેવાનીમાં જ્યારે રાજ્યમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલની આગેવાનીમાં લડાશે. એટલે કે 2022માં ગુજરાત વિધાનસભામાં ભાજપના મુખ્યપ્રધાનનો ચહેરો વિજય રૂપાણી જ હશે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ગુજરાતમાં સંવેદનશીલ સરકાર આપી છે. જેમણે સરકારના દરેક વિભાગમાં અંગત રસ લઈને કાર્ય કર્યું છે. ગુજરાતના વિકાસને વેગવંતો બનાવ્યો છે. સો વર્ષમાં એક વખત મહામારી આવે જ છે આ વર્ષે કોરોના જેવી મહામારીમાં મુખ્યપ્રધાને ઉત્તમ કામગીરી કરી છે. મુખ્ય પ્રધાન સમક્ષ જે પણ સંવેદનશીલ મુદ્દો મૂકવામાં આવ્યો છે, તેનું તેમને નિરાકરણ લાવ્યું છે. ગુજરાતને સબળ નેતૃત્વ પૂરું પાડ્યું છે. - યમલ વ્યાસ, પ્રદેશ પ્રવક્તા, ભાજપ

રૂપાણી RSSના આદર્શોને વરેલા છે

વિજય રૂપાણી (Vijay Rupani) માત્ર 24 વર્ષની નાની વયે રાજકારણમાં આવ્યા અને ભાજપ (BJP) માં જોડાયા હતા. 1976માં ભૂજ અને ભાવનગરની જેલમાં એક વર્ષ માટે ‘મીસા’ હેઠળ જેલવાસ ભોગવ્યો હતો. કટોકટી દરમિયાન તેઓ લોકઆંદોલનમાં જોડાયા હતા. કોર્પોરેટર તરીકે કારકિર્દીની શરૂઆત કરનારા વિજય રૂપાણી મુખ્યપ્રધાન સુધીના પદે પહોંચ્યા છે. તેઓ લૉ-પ્રોફાઈલ રહેવાનું વધુ પસંદ કરે છે. બાળપણથી વિજય રૂપાણી RSSના આદર્શોને વરેલા રહ્યા છે. જેઓ સહેલાઈથી જવાબદારી ઉપાડી લે છે અને પડકારોનો સામનો કરવાની તેમની હિંમત દાદ માંગી લે તેવી છે. વિજય રૂપાણી જૈન પરિવારમાંથી આવે છે. જેથી વિનમ્રતા અને સાલસતા તેમના ઉછેરમાં મળી છે. તેમનો જન્મ બર્માના રંગુન શહેરમાં થયો હતો, પણ તેમનો ઉછેર રાજકોટમાં થયો હતો અને કારકિર્દીનું ઘડતર પણ રાજકોટમાં થયું છે.

આ પણ વાંચો - 'આગામી મુખ્યપ્રધાન પાટીદાર હોવા જોઈએ', જાણો નરેશ પટેલના આ નિવેદન બાદ શું થયું ?

5 વર્ષની ટર્મ પૂરી કરનારા ત્રીજા મુખ્યપ્રધાન

પત્રકારમાંથી મુખ્યપ્રધાન બનેલા કોંગ્રેસના નેતા માધવસિંહ સોલંકી 7 જૂન 1980થી 10 માર્ચ 1985 સુધી ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે રહ્યા હતા. તેમણે 5 વર્ષ અને 29 દિવસ સુધી ગુજરાતના મુખ્યપ્રધાનનો કાર્યભાર સંભાળ્યો હતો અને ત્યારબાદ તેમણે 10 ડિસેમ્બર 1989થી 3 માર્ચ 1990 દરમિયાન 83 દિવસ સુધી મુખ્યપ્રધાન તરીકે સેવા આપી હતી. માધવસિંહ સોલંકી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાદ હાલના મુખ્યપ્રધાન વિજય રૂપાણી ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે સતત 5 વર્ષ પૂર્ણ કરનારા ત્રીજા મુખ્યપ્રધાન બનશે.

મંદી, મોંઘવારી અને મહામારીમાં સરકારના મુખ્યપ્રધાન તરીકે ફરજ બજાવતા વિજય રૂપાણીએ 5 વર્ષમાં લોકોને પરેશાની સિવાય બીજું કંઈ આપ્યું જ નથી. ગુજરાતમાં શિક્ષણ, આરોગ્ય, ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહિતની તમામ વસ્તુઓ ખાડે ગયેલી છે. નવી પરિસ્થિતિમાં ધન્વન્તરી હોસ્પિટલના નિર્માણ માટે દેશના ગૃહપ્રધાનની રાહ જોવી પડે તે ગુજરાતની કમનસીબી કહી શકાય છે. જ્યારે ગુજરાતની જનતા મરવા પડી હોય અને તે સમયે રાહ જોવી તે દુર્ભાગ્યપૂર્ણ વાત છે. જ્યારે બીજી તરફ પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ગુજરાત સરકાર પોતાની તિજોરીમાંથી પેટ્રોલ-ડીઝલમાં શા માટે ગુજરાતની જનતાને રાહત થાય તે પ્રકારના નિર્ણય કરી નથી ? જેનો સીધો અર્થ છે કે, ગુજરાતની જનતાને 5 વર્ષમાં વિજય રૂપાણીએ માત્ર લોલીપોપ સિવાય બીજું કંઈ જ આપ્યું નથી. -અમિત ચાવડા, પ્રદેશ પ્રમુખ, કોંગ્રેસ

કોરોનાની પહેલી લહેરમાં રૂપાણીનું કામ શ્રેષ્ઠ રહ્યું

વિજય રૂપાણીએ ગુજરાતનું સુકાન સંભાળ્યું ત્યારથી તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) જે કેડીને કંડારીને ગયા છે, તે વિકાસની કેડી પર ચાલ્યા છે. ‘સબકા સાથ, સબકા વિકાસ અને સબકા વિશ્વાસ’ આ સૂત્ર તેમણે જીવનમાં ઉતાર્યું છે. કોરોના કાળમાં સૌથી વધુ પરીક્ષા રૂપાણીની થઈ છે. કોરોનાની પ્રથમ લહેરમાં સરકારે આરોગ્ય ક્ષેત્રે ખૂબ સારુ કામ કર્યું હતું, પરંતુ બીજી લહેરમાં સરકારની આરોગ્ય ક્ષેત્રે ખૂબ ટીકા થઈ, હોસ્પિટલો ફુલ, 108નું 28 કલાકનું વેઈટિંગ, ઓક્સિજનની અછત જેવી સમસ્યાને કારણે પ્રજાનો રોષ ચરમસીમાએ પહોંચ્યો હતો. સરકાર આ સુવિધાઓ ઉભી કરવામાં ખૂબ મોડી પડી હતી,. જેને કારણે અનેક દર્દીઓના મોત પણ થયા હતા. જોકે, તેની સામે ત્રીજી લહેર આવવાની છે. જેના માટે આગોતરૂ આયોજન કરી દેવામાં આવ્યું છે.

આ પણ વાંચો - વસ્તી નિયંત્રણ, ત્રિપલ તલાક, લવ જેહાદ અને ધર્મ પરિવર્તન કાયદો ભાજપને ચૂંટણીમાં કેટલો ફાયદો અપાવશે?

બીજી લહેરમાં આરોગ્ય ક્ષેત્રેના કામ પર ટીકાઓ થઈ

કોરોનાની બીજી લહેર જેવી સમાપ્ત થઈ કે તુરંત ગુજરાતમાં બાકી રહેલા વિકાસના કામોને પ્રાધાન્ય આપીને અધિકારીઓને સૂચના આપીને તે અધૂરા કામો ફટાફટ પૂર્ણ કરવા આદેશ આપ્યા હતા. 16 જુલાઈએ જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ ગાંધીનગર રેલવે સ્ટેશન પર 790 કરોડના ખર્ચે બનેલી ફાઈવ સ્ટાર હોટલનું ઉદ્ઘાટન કર્યું છે. આ સિવાય ગાંધીનગર રેલવે સ્ટેશનનું નવીનીકરણ કરીને લોકાર્પણ કરવામાં આવ્યું છે. તેની સાથે અમદાવાદના સાયન્સ સિટી (Science City) માં બનેલી 387 કરોડની રોબોટિક ગેલેરી, એક્વાટિક ગેલેરી અને નેચર પાર્કનું ઉદ્ઘાટન પણ કર્યું હતું.

AAPના ગુજરાત પ્રભારી ગુલાબસિંહ રાજપૂત

ગુજરાતના મુખ્યપ્રધાન રબર સ્ટેમ્પ પ્રકારે રહેલા છે. જેઓ પાસે પોતાના નિર્ણય લેવાની કોઇ પણ પ્રકારની સત્તા રહેલી નથી. કેન્દ્ર સરકારમાં બેઠેલા લોકો ગુજરાતની સત્તા ચલાવી રહ્યા છે. અમિત શાહ અને નરેન્દ્ર મોદી જે પ્રકારે આદેશ કરે તે પ્રકારે વિજય રૂપાણી કામ કરી રહ્યા છે. જોકે, આરોગ્યની દૃષ્ટિએ વાત કરીએ તો ગુજરાતમાં કોરોનાની પહેલી અને બીજી લહેરમાં ગુજરાત સરકાર નિષ્ફળ નીવડી છે. આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં હાલ જન સંવેદના અભિયાન ચાલી રહ્યું છે. જેમાં ઈશુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા સહિત આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓ ગુજરાતના ગામે ગામે ફરીને કોરોનાની વાસ્તવિક પરિસ્થિતિ મેળવી રહ્યા છે. જેમાં ગુજરાતમાં એક અંદાજ પ્રમાણે કોરોનાની પરિસ્થિતિમાં લાખો લોકોના મૃત્યુ થયા છે. તે બાબત નિશ્ચિત છે એટલે કે, કોરોનાની પરિસ્થિતિમાં ગુજરાત સરકાર નિષ્ફળ નીવડી છે. જ્યારે 5 વર્ષમાં ગુજરાતના મુખ્યપ્રધાન પરિપૂર્ણ કરનારા વિજય રૂપાણીએ આરોગ્યની દૃષ્ટિએ વિચારવાની જગ્યાએ માત્ર વિકાસની પોકળ વાતો કરી છે. - ગુલાબસિંહ રાજપૂત, ગુજરાત પ્રભારી, AAP

રૂપાણી માટે AAP ચિંતાનો વિષય

આ તમામ કામોને જોતા સીએમ તરીકે રૂપાણી સર્વ સ્વીકૃત બન્યા છે. જેથી ભાજપ 2022 ડિસેમ્બરમાં આવી રહેલી વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) મુખ્યપ્રધાન રૂપાણીના નેતૃત્વમાં લડાશે. જોકે, હવે પછીનો સમય તેમના માટે કપરો હશે. કારણ કે, અત્યાર સુધી ગુજરાતમાં માત્ર બે જ પક્ષ હતા, પણ આમ આદમી પાર્ટીને સુરતમાં સત્તાના સ્વાદ ચાખવા મળ્યો છે, જથી તેમણે જાહેરાત કરી છે કે, ગુજરાત વિધાનસભાની 2022માં ચૂંટણીમાં AAP તમામ 182 બેઠકો પર ઉમેદવાર ઉભા રાખશે. આ ઉપરાંત મોટા માથાઓ AAPમાં જોડાતા ભાજપ માટે ચિંતાનો વિષય બન્યો છે.

આ પણ વાંચો - શું મોદી કેબિનેટના વિસ્તરણમાં ગુજરાતના સાંસદોને વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખીને લેવાયા છે ?

વિકાસના કામોને પ્રાધાન્ય આપ્યું

અમદાવાદમાં મેટ્રો ટ્રેન (Metro Train in Ahmedabad), રિવર ફ્રન્ટ પ્રોજેક્ટ (River Front), ગાંધી આશ્રમ (Gandhi Ashram)નું નવીનીકરણ, દાંડીકૂચનો રસ્તો, ગાંધીનગર-અમદાવાદ વચ્ચે સિક્સ લેન રોડ, અમદાવાદ-રાજકોટ વચ્ચે સિક્સ લેન હાઈવે બની રહ્યો છે. ધોલેરા સ્માર્ટ સિટી (Dholera Smart City) પ્રોજેક્ટનું કામ પૂરજોરમાં ચાલું છે. ધોલેરામાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (International Airport) બનશે, વડાપ્રધાન મોદીએ વિકાસના કામો અંગે જે સ્વપ્ન જોયા હતા, તે કામોને CM Rupnai પૂર્ણ કરી રહ્યા છે. આ ઉપરાંત વિજય રૂપાણી એ સ્વચ્છ પ્રતિભા રહી છે. 5 વર્ષના કાર્યકાળમાં તેઓ કોઈ જ રીતે વિવાદીત રહ્યા નથી.

રાજકીય તજજ્ઞ હરિ દેસાઈ

2022માં ડિસેમ્બરમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, હાલ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દાવો કરી રહી છે, કે આ વખતે ભાજપ ફેંકાઈ જશે અને અમે સત્તામાં આવીશું. પણ મને એમ લાગે છે કે, રૂપાણીએ 5 વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યો છે. રૂપાણી સરકારનું કામ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટેનું કામ, ગામડાઓ સુધીનું નેટવર્કિંગ, તેમજ વિકાસના કામોને પ્રજા સ્વીકારશે. રૂપાણીની સરકાર ગાંધીનગરમાં આરૂઢ થશે તેવું મને લાગી રહ્યું છે. કોંગ્રેસ વેરવિખેર છે, અંદરોઅંદરના ઝઘડા છે. પાર્ટીમાં નેતાગીરી નક્કી નથી. ત્રીજુ આમ આદમી પાર્ટીને સુરતમાં થોડા ઉમેદવાર જીત્યા તો તેઓ ખૂબ શોરબકોર કરી રહ્યા છે. પણ વિધાનસભાની ચૂંટણીમાં જીતવું તેમના માટે કપરુ હશે. CM રૂપાણીને PM નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાનો લાભ મળશે. તેમના નવા વિચારો અને નવા વિકાસના કામોને પ્રજા સ્વીકારશે, તેથી રૂપાણીને સત્તા મેળવવામાં કોઈ મુશ્કેલી નહી પડે તેવી સંભાવના મને લાગી રહી છે. - હરિ દેસાઈ, રાજકીય તજજ્ઞ

2022ની ચૂંટણી માટે રૂપાણીએ રણનિતી બદલવી પડશે

ગુજરાતના રાજકારણમાં આમ આદમી પાર્ટીના પગપેસારાને રૂપાણી કેવી રીતે સંભાળે છે અને કોંગ્રેસને કેટલું સબળ નેતૃત્વ મળે છે, તેના પર રૂપાણીના નેતૃત્વમાં લડાનારી ચૂંટણીની સફળતા નક્કી થશે. ટૂંકમાં રૂપાણી અને ભાજપે સ્ટ્રેટેજી બદલી પડશે, નહી તો તેમના માટે ચઢાણ કપરા છે.

ભરત પંચાલ, બ્યૂરો ચીફ, ગુજરાત

Last Updated : Jul 17, 2021, 9:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.