અમદાવાદ: સમગ્ર દેશમાં જગન્નાથ પુરીની રથયાત્રા સૌથી મોટી રથયાત્રા ગણવામાં આવે છે અને ત્યાર બાદ ગુજરાતના અમદાવાદ શહેરમાં યોજાનારી યાત્રા સમગ્ર દેશની બીજી સૌથી મોટી રથયાત્રા આવે છે ત્યારે ભૂતકાળમાં રથયાત્રાને લઈને અનેક તાંત્રિકો શાળા અને અનેક ઘટનાઓ સામે આવી છે ત્યારે 1 જુલાઈના રોજ યોજાનારી અમદાવાદમાં 145 ની જગન્નાથજીની રથયાત્રામાં કોઈપણ પ્રકારનો કાકડી ચારો ન થાય તેને ધ્યાનમાં લઈને ગુજરાત રાજ્યના ગૃહવિભાગ અને અમદાવાદ પોલીસે કમર કસી છે. 145મી રથયાત્રામાં અમદાવાદ પોલીસ, હેલિકોપ્ટર, ડ્રોન સર્વેલન્સ(Drone surveillance security), સોશિયલ મીડિયા અને બોડી વોર્ન કેમેરાથી(Body Warn camera) સુરક્ષા કરશે. જ્યારે રાજ્યકક્ષાના ગૃહપ્રધાન(Minister of State for Home Affairs) હર્ષ સંઘવીએ પણ જગન્નાથ મંદિરથી દરીયાપુર સુધીના રૂટ બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું.
આ પણ વાંચો: રથયાત્રાની તડામાર તૈયારીઃ સુરક્ષા વ્યવસ્થાને લઈને ગૃહપ્રધાનની અધ્યક્ષતામાં બેઠક યોજઈ
145મી રથયાત્રામાં કેવો હશે બંદોબસ્ત - અમદાવાદની 145મી રથયાત્રા બાબતે આજે અમદાવાદ શહેર પોલીસ કમિશનર(Ahmedabad City Police Commissioner) સંજય શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, સુરક્ષા વ્યવસ્થાના આયોજન અને કાયદા વ્યવસ્થા અંગે પોલીસ બંદોબસ્તની એક ખાસ સુરક્ષા તૈયાર કરવામાં આવી છે. જેમાં 25 હજારથી વધુ પોલીસ જવાનો બંદોબસ્તમાં તૈનાત કરવામાં આવશે. આ વર્ષે ગુજરાતની અમદાવાદની રથયાત્રામાં પ્રથમ વખત સંપૂર્ણ રીતે ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે.
રથ પર લગાવવામાં આવશે કેમેરા - રથની સુરક્ષાની વાત કરવામાં આવે તો ભૂતકાળમાં રથ પર અનેક એવી દુર્ઘટનાઓ બની છે. સુરક્ષાના ભાગરૂપે અમદાવાદ પોલીસ દ્વારા આ વખતે ત્રણેય રથ પર એક ખાસ CCTV કેમેરા પર રાખવામાં આવશે જે 360 degree ફરી શકે તેવા હશે. જેથી જો કોઈ પણ વ્યક્તિ રથ ઉપર કંઈપણ કરવાની તૈયારી કરે અથવા તો કોશિશ કરે તે પહેલા જ તેને ઝડપી પાડવામાં આવશે. ત્રણેય રથને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કોર્ડન કરીને રથયાત્રા આગળ વધારવામાં આવશે.
70 સ્પોર્ટ્સ પર પોલીસની આકાશી નજર - અમદાવાદની 145મી જગન્નાથજીની રથયાત્રામાં 70 જેટલા પોલીસ જવાનોને માઉન્ટેડ પોલીસ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં આ તમામ જવાનો જે રૂટ પરથી પદયાત્રા પસાર થવાની છે. તે દૂધના ફાયદા બિલ્ડિંગ પર તેઓ દૂરબીનની મદદથી આસપાસના વિસ્તાર અને રથયાત્રાના રૂટ ઉપર બાજ નજર રાખશે. જ્યારે અમુક ગણતરીની મિનિટો પહેલા રથયાત્રાના રોડ ઉપર ડ્રોનથી પણ સર્વેલન્સ કરવામાં આવશે. જ્યારે રથયાત્રાના સમગ્ર રૂટ ઉપર CCTV કેમેરા ગોઠવી દેવામાં આવ્યા છે. આ તમામ કેમેરાનું લાઈવ ફૂટેજ રથયાત્રાના રૂટ ઉપર રાખવામાં આવેલી ચાર મોબાઈલ કમાન્ડ કંટ્રોલ વિહિકલ કાર પરથી કરવામાં આવશે જેથી જો કોઈ પણ અઘટિત ઘટના સર્જવાની હોય તે પહેલા જ ઘટનાને તાત્કાલિક ધોરણે રોકી શકાય.
પોલીસનો ચુસ્ત બંદોબસ્ત - પોલીસે પહેર્યા હશે બોડી વોર્ડ અને ફેસ ડિટેકટિવ કેમેરા, 2000 થી વધુ પોલીસ જવાનો મંદિરની સુરક્ષામાં હશે તૈનાત, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની 3 લેયરમાં રહેશે ભગવાનના રથ,
સમગ્ર રૂટનું ડ્રોન અને હેલિકોપ્ટરથી સર્વેલન્સ કરાશે, પોલીસની ગાડી પર લગાવવામાં આવશે કેમેરા, જવાન અને પોલીસની ગાડી પર લગાવવામાં આવેલ કેમેરાનું થશે સતત નિરીક્ષણ, રાજ્યના ડીજી, અમદાવાદ પોલીસ કમિશ્નર વહેલી સવારથી મંદિરમાં રહેશે હાજર, દરિયાપુર વિસ્તારમાં રહેશે ચુસ્ત કડક બંદોબસ્ત.
પોલીસ બંદોબસ્તમાં કોણ રહેશે તૈનાત - IG/DIG 9, SP/DCP 36, ASP/ACP 86, PI 230, PSI 650, ASI/CONSTABLE 11,800, SRP 19 કંપની (1330 જવાનો), CAPF/RAF 22 કંપની (1540 જવાનો), હોમગાર્ડ 5725, બોમ્બ સ્કોર્ડ ટીમ 9, ડૉગ સ્ક્વોડ 13 ટીમ, માઉન્ટેડ પોલીસ 70, ડ્રોન કેમેરા 4, ટ્રેસર ગન 25, મોબાઈલ કમાન્ડ કન્ટ્રોલ કાર 04.
સોશિયલ મીડિયા પર નજર - અમદાવાદની રથયાત્રા સંવેદનશીલ વિસ્તારોમાં નીકળવાની છે. અમદાવાદ શહેર પોલીસ અને સાઇબર ક્રાઇમ દ્વારા તમામ વ્યક્તિના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પણ નજર રાખવામાં આવી રહી છે. જો કોઈપણ પ્રકારની વિવાદિત પોસ્ટ થાય તો તેવા વ્યક્તિને તાત્કાલિક ધોરણે અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી પણ કરવાની વાત અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ કરી છે. આમ સોશિયલ મીડિયા ઉપર પણ રથયાત્રાને લઈને સાયબર ક્રાઇમ દ્વારા નજર રાખવામાં આવી રહી છે.
ફેસ ડિટેક્શન કેમેરાનો થશે પ્રથમ વખત ઉપયોગ - અમદાવાદની જગન્નાથની 145ની રથયાત્રા અમદાવાદ પોલીસ દ્વારા પ્રથમ વખત સ્ટેશન કેમેરાનો ઉપયોગ પણ કરવામાં આવશે. જેમાં જો કોઈ પણ વ્યક્તિ વિખ્યાત ગુનેગાર હશે અથવા તો પોલીસ પકડથી બહાર હશે. તે કેમેરાની સામે આવશે તો તાત્કાલિક ધોરણે કંટ્રોલરૂમમાં પણ તે ખબર પડશે અને તેની ધરપકડ પણ કરવામાં આવશે. જ્યારે રથયાત્રાની સુરક્ષા હોય ત્યારે આતંકી હુમલાની વાત થતી હોય છે ત્યારે આવી ઘટનાને રોકવા માટે પણ ફેસ ડિટેક્શન કેમેરાનો ઉપયોગ પ્રથમ વખત રથયાત્રામાં અમદાવાદ પોલીસ દ્વારા કરવામાં આવશે.
આ પણ વાંચો: Jagannath Rathyatra 2022 : કોર્પોરેશન પદાધિકારીઓ સ્થળ પર જઇ કર્યું આ કામ
દરિયાપુર કાલુપુર શાહપુરમાં ડ્રોનથી સર્વેલન્સ - અમદાવાદ રથયાત્રા સંવેદનશીલ વિસ્તાર એવા જમાલપુર દરિયાપુર કાલુપુર અને શાહપુર તથા સરસપુરમાં અમદાવાદ પોલીસ દ્વારા ફોનથી સર્વેલન્સ કરવામાં આવશે. આ તમામ જગ્યા ઉપર એક કાર પણ એક નાનો કંટ્રોલરૂમ પણ ઊભો કરવામાં આવશે. આ ઉપરાંત અમદાવાદ શહેર પોલીસ દ્વારા રથયાત્રાના રૂટ પર નો ફ્લાયિંગ ઝોનની પણ જાહેરાત કરવામાં આવશે ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે પણ રથયાત્રા દરમિયાન અમદાવાદ શહેરને ડ્રોન નોટ ફ્લાયઇંગ ઝોન તરીકે જાહેર કરવામાં આવશે.
મંદિરની આજુબાજુના 2 હજારથી વધુ પોલીસ, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ - અમદાવાદમાં જગન્નાથજીની 145મી રથયાત્રા નીકળવાની છે, ત્યારે 30 તારીખથી જ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને બે હજારથી વધુ પોલીસ કર્મચારીઓ અને સાથે જ ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઇ બલરામના રથને પણ પોલીસ દ્વારા કોર્ડન કરી લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે 30 તારીખ મોડીરાત્રીના જ ભાવિક ભક્તો મંદિરમાં આવતા હોય છે. તમામ લોકો પર પોલીસની બાજ નજર હશે.