ETV Bharat / city

વિદ્યાર્થીઓની ફી માફ નહીં થાય તો રાજ્ય વ્યાપી આંદોલન કરીશું: BNJD - ભારતીય જનતા દળની સરકાર પાસે માગ

કોરોના વાઇરસ મહામારીમાં ખાનગી સ્કૂલો દ્વારા ફી ભરવા માટે વાલીઓને દબાણ કરવામાં આવી રહ્યું છે. જેથી આવા સમયે ભારતીય નેશનલ જનતા દળ દ્વારા મુખ્યપ્રધાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં તમામ વિદ્યાર્થીઓની ફી માફ કરવા માટે રજૂઆત કરાઇ હતી.

ETV BHARAT
વિદ્યાર્થીઓની ફી માફ નહીં થાય તો રાજ્ય વ્યાપી આંદોલન કરીશું: BNJD
author img

By

Published : Jun 21, 2020, 7:08 PM IST

ગાંધીનગરઃ કોરોના વાઇરસના કહેરને લઈને રાજ્યમાં શાળાઓ શરૂ કરવામાં આવી નથી, પરંતુ સંચાલકો દ્વારા વાલીઓને ખંખેરી લેવામાં આવ્યા છે. જેથી વાલીઓમાં અસમંજસમાં જોવા મળી રહ્યા છે. આવા સમયે ભારતીય નેશનલ જનતા દળ દ્વારા મુખ્યપ્રધાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં તમામ વિદ્યાર્થીઓની ફી માફ કરવા માટે રજૂઆત કરાઇ હતી.

વિદ્યાર્થીઓની ફી માફ નહીં થાય તો રાજ્ય વ્યાપી આંદોલન કરીશું: BNJD

ભારતીય જનતા દળની સરકાર પાસે માગ

  • ખાનગી સ્કૂલો દ્વારા ફી ભરવા વાલીઓ પર દબાણ કરવામાં આવી રહ્યું છે
  • ભારતીય નેશનલ દળ આવ્યું વાલીઓને વ્હારે
  • મુખ્યપ્રધાનને પાઠવ્યું આવેદનપત્ર
  • આવેદનમાં ફી માગ કરવાની કરી માંગણી
  • ફી માફ નહીં થવા પર આંદોલનની ચીમકી

ખાનગી શાળાના સંચાલકો સરકાર સામે બેફામ બની ગયા છે. આવામાં સરકાર પણ તેમના પક્ષમાં કામ કરી રહી હોય તેવું જોવા મળી રહ્યું છે. કોરોના વાઇરસને લઈને અનલોક-1 ચાલી રહ્યું છે અને શાળા-કૉલેજો, મોલ-મલ્ટિપ્લેક્સ હજૂ ખુલ્યાં નથી. આ ઉપરાંત રાજ્યની શાળાઓ ક્યારે ખુલશે તે પણ કોઈ કહી શકે તેવી સ્થિતિમાં નથી. આવા સમયે ખાનગી શાળાઓ દ્વારા વાલીઓને ખંખેરવાનું શરૂ કરી દેવામાં આવી છે અને ફી ભરવા માટે વાલીઓ પર દબાણ કરવામાં આવી રહ્યું છે. જેથી ભારતીય નેશનલ જનતા દળ દ્વારા મુખ્યપ્રધાને રજૂઆત કરવામાં આવી હતી.

ભારતીય નેશનલ જનતા દળ દ્વારા ગુજરાત રાજ્યની તમામ ખાનગી સ્કૂલમાં 6 મહિનાની ફી સંપૂર્ણ માફ કરવા તથા અન્ય શિક્ષણ જગતના પ્રશ્નોના નિરાકરણ બાબતે મુખ્યપ્રધાનને આવેદનપત્ર આપવમાં આવ્યું હતું.

આ મુદ્દે પાર્ટીના રાષ્ટ્રીય સચિવ દિનેશ ભટ્ટે જણાવ્યું હતું કે, જો સરકાર અમારી માંગણીઓ પર ધ્યાન નહીં આપે, તો આગામી દિવસોમાં અમે રાજ્યવ્યાપી ધરણાંનો કાર્યક્રમ યોજીશું. જેમાં વાલીઓને પણ અમારી સાથે જોડીશું અને સરકાર સામે બંડ પોકારીશું. આ સાથે જ તેમણે કહ્યું કે, શાળાઓમાં અભ્યાસક્રમ હજૂ શરૂ થયો નથી, તેવા સમયે તોતિંગ ફી ઉઘરાવવામાં આવી રહી છે. જે ગુજરાતી ભોળી જનતા સામે અન્યાય સમાન છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.