ETV Bharat / city

બજેટ સૌને ગમે તેવું હશે, દર વર્ષે બજેટમાં નવું ઉમેરીયે છીએ : નીતિન પટેલ

રાજ્યના નાણા પ્રધાન નીતિન પટેલ 3 માર્ચના રોજ ગુજરાત વિધાનસભામાં ગુજરાત રાજ્યનું વર્ષ 2021-22નું બજેટ રજૂ કરવાના છે, ત્યારે બજેટ રજૂ થાય તે પહેલા પૂર્વ સંધ્યાએ રાજ્યના નાણા પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, આ વર્ષનું બજેટ સૌનું બજેટ હશે.

નીતિન પટેલ
નીતિન પટેલ
author img

By

Published : Mar 2, 2021, 11:00 PM IST

  • 3 માર્ચના રોજ રજૂ થશે બજેટ
  • બજેટની કાર્યવાહી કરાઈ પૂર્ણ
  • વિધાનસભા ગૃહમાં નીતિન પટેલ 9મી વખત રજૂ કરશે બજેટ

ગાંધીનગર : રાજ્યના નાણા પ્રધાન નીતિન પટેલ 3 માર્ચ એટલે કે બુધવારના દિવસે ગુજરાત વિધાનસભામાં ગુજરાત રાજ્યનું વર્ષ 2021-22નું બજેટ રજૂ કરવાના છે, ત્યારે બજેટ રજૂ થાય તેની પૂર્વ સંધ્યાએ રાજ્યના નાણા પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, આ વર્ષનું બજેટ સૌનું બજેટ હશે.

બજેટ સૌને ગમે તેવું હશે, દર વર્ષે બજેટમાં નવું ઉમેરીયે છીએ : નીતિન પટેલ

દર વર્ષે બજેટમાં નવું હોય છે, એ વર્ષે પણ હશે

રાજ્યના નાણા પ્રધાન નીતિન પટેલે સ્પષ્ટ જણાવ્યું હતું કે, ગુજરાત સરકારના બજેટમાં દર વર્ષે નવા નવા પ્રોજેક્ટનો અમલ કરવામાં આવી રહ્યો છે. નવી જાહેરાતો કરવામાં આવી રહી છે, ત્યારે આ વર્ષના બજેટમાં કે જે 3 માર્ચના રોજ બુધવારને ગુજરાત વિધાનસભામાં રજૂ થવાનું છે, ત્યારે આ બજેટમાં પણ નવું જ બજેટ તૈયાર કરવામાં આવી દેવાયું છે. બજેટની તમામ કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે અને બજેટ બૂક પણ છપાઇ ગઇ છે. આવતીકાલે રજૂ થનારી બજેટ એ ગુજરાતના વ્યક્તિ માટેનું વ્યક્તિનું અને સૌનું બજેટ હશે.

પેપર લેસ બજેટ રજૂ થશે

કેન્દ્ર સરકાર બાદ ગુજરાત સરકાર દ્વારા પણ હવે વિધાનસભા ગૃહમાં પ્રદેશ બજેટ રજૂ કરવાની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. રાજ્યના નાણા વિભાગ દ્વારા ગુજરાત બજેટ નામની એક એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે, જે એપ્લિકેશનના માધ્યમથી છેલ્લા 3 વર્ષના બજેટની કોપી પણ જોઇ શકાશે. આ ઉપરાંત વિધાનસભા ગૃહમાં નાણા પ્રધાન નીતિન પટેલ બજેટ રજૂ કરી રહ્યાં હશે, ત્યારે તે બજેટની કાર્યવાહી પણ એપ્લિકેશનમાં લાઈવ જોઈ શકાશે. આમ ગુજરાત સરકાર દ્વારા પ્રથમ વખત પેપરલેસ પ્રોજેક્ટ વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવશે.

નીતિન પટેલ 9મી વખત રજૂ કરશે બજેટ

રાજ્યના નાણા પ્રધાન નીતિન પટેલ ગુજરાત વિધાનસભાગૃહમાં 9મી વખત બજેટ રજૂ કરશે, પણ માર્ચના રોજ તેમને નવમી વખત વિધાનસભાગૃહમાં ગુજરાત સરકારનું બજેટ રજૂ કરશે. ત્યારે નવમી વખત રજૂ કરતા બજેટમાં નવું શું હશે તે જોવુ રહ્યું?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.