- રહેવાસીઓએ જણાવ્યું માટલા સરઘસ કાઢવા મજબૂર ના કરો
- પાણી મામલે ફરિયાદ કરવા છતાં પણ સમસ્યાનું નિરાકરણ નહીં
- ફોર્સથી પાણીના આવવાની પણ ફરીયાદ
ગાંધીનગરઃ સેક્ટર 5માં 2 દિવસ પાણી નહીં આવતા વસાહતીઓ ત્રસ્ત થઈ ગયા છે. રહેવાસીઓએ સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓનો સંપર્ક કરતાં સંતોષ કારક જવાબ મળ્યો ન હતો. છેલ્લા બે દિવસથી પાણી નહિ આવવાથી સ્થાનિક વસાહતીઓ મુશ્કેલીમાં મૂકાઇ ગયા હતા. છેવટે તેમને ટેન્કર મગાવી પાણી ભરવાનો વારો આવ્યો હતો.
આ પણ વાંચો : સરદાર સરોવર ડેમમાં પાણી છોડવાની અપાઈ મંજૂરી, 30 જૂન સુધી જરૂરિયાત મુજબ નર્મદાનું પાણી અપાશે
સામાન્ય વસાહતીઓની ફરિયાદોને ધ્યાને લવામાં આવતી નથી
સેક્ટર 5 વસાહત મહામંડળના પ્રમુખ કેસરીસિંહ બિહોલાએ જણાવ્યું હતું કે, કોઈ VIPના ઘર આંગણે ફોલ્ટ હોય તો રાત દિવસ ઉજાગરા કરી સંબંધિત અધિકારીઓ, કર્મચારીઓ ખડે પગે મરામત કરી ફોલ્ટ શોધી પાણી ચાલુ કરવામાં લાગી જાય છે. જ્યારે તકલીફ સામાન્ય લોકોને પડે છે. મિલકત વેરો, પાણી વેરો, ગટર વેરો ભરવા છતાં સુખ સુવિધાઓના નામે મીંડુ છે. સામાન્ય વસાહતીઓની ફરીયાદોનું ધ્યાન આપવામાં આવતું નથી. પાણી પુરવઠા તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી અને જાહેર રજાનું બહાનું કાઢી હાથ ઉંચા કરી દેવામાં આવે છે.
આ પણ વાંચો : કપરાડાના મોટી પલસણ ગામમાં માત્ર 1 બેડું પાણી ભરવા મહિલાઓએ 5 કલાક રાહ જોવી પડે છે
જો આવી સ્થિતિ રહેશે તો વસાહતીઓને પાણી પુરવઠા કચેરીએ માટલા સરધસ કાઢવાની ફરજ પડશે
કેસરીસિંહ બિહોલાએ વધુમાં જણાવ્યું હતું કે, મહાનગર પાલિકા દ્વારા વસાહતીઓને ચૂંટણીના સમયે 24 કલાક પાણી પુરા ફોર્સથી આપવામાં આવશે તેવી વાતો કરવામાં આવે છે, ત્યારે સેક્ટર 5ના વસાહતીઓને પીવાના પાણીના ફાંફા છે. 24 કલાક નહીં એક કલાક પાણી પુરતા ફોર્સથી મળે તો પણ સારું. અત્યારે હાલ છેલ્લા બે દિવસથી અંતરિયાળ ગામોની માફક ટેન્કરથી પાણી મગાવવામાં આવે છે. ગુજરાત રાજ્યની રાજધાની ગાંધીનગરમાં પીવાના પાણીની અને જીવન જરૂરિયાત ઘરવપરાશના પાણીની મુશ્કેલીઓ છે. તો અંતરિયાળ ગામોની શું દશા હશે, તે મોટો પ્રશ્ન છે. સત્વરે સેક્ટર 5ની પાણીની લાઈન તપાસી ફોલ્ટ શોધી મરામત કરી પાણી ચાલુ કરવામાં નહિ આવે તો આ કોરોનાની મહામારીમા વસાહતીઓ પાણી પુરવઠા સેક્ટર 16 કચેરી ખાતે માટલા સરધસ કાઢી આવવાની ફરજ પડશે.