- વોર્ડ નંબર 1માં સૌથી વધુ 19 ઉમેદવારો
- ભાજપ, કોંગ્રેસના 44-44 અને AAPના 39 ઉમેદવારો
- 163 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી
ગાંધીનગર: કોર્પોરેશનની ચૂંટણીમાં ત્રિ-પાંખિયા જંગમાં ભાજપ, કોંગ્રેસ અને AAP વચ્ચે જંગ જામશે. જેમાં સૌથી વધુ ઉમેદવાર કોંગ્રેસના 44 અને ભાજપના પણ 44 ઉમેદવારો છે. એટલે કે તમામ બેઠકો પર ઉમેદવારી નોંધાવાઈ છે. જ્યારે AAPના 39 જ્યારે 11 અપક્ષ ઉમેદવારો, બ.સ.પા. 13, NCPના 2 અને અન્ય 6 ઉમેદવારો મળી 163 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે.
વોર્ડ પ્રમાણેના વિસ્તાર | |
વોર્ડ-1 | સેક્ટર-25, 26, રાંધેજા |
વોર્ડ-2 | પેથાપુર, જીઈબી કોલોની, આદિવાડા,ચરેડી |
વોર્ડ-3 | સેક્ટર-24,27, 28 |
વોર્ડ-4 | પાલજ, ધોળકુવા, ઈન્દ્રોડા, સેક્ટર-20નો કેટલોક ભાગ, બોરીજ |
વોર્ડ-5 | સેક્ટર-23, 22, 30, 21, 19, 18, 9,10 |
વોર્ડ-6 | સેક્ટર-14, 15, 16, 17, 11, 12, 13, વાવોલ, ગોકુલપુરા |
વોર્ડ-7 | વાવોલ ગામ અને ટીપી-26 વિસ્તાર, કોલવડા |
વોર્ડ-8 | વાણસા હડમતીયા, સરગાસણ ટીપી-9, સેક્ટર-5, સેક્ટર-4, સરગાસણ ગામ, પોર, અંબાપુર |
વોર્ડ-9 | કુડાસણ, સેક્ટર-3 ન્યૂ, સેક્ટર-3, સેક્ટર-2, ધોળાકુવા |
વોર્ડ-10 | સેક્ટર-6, 7,8, 1, રાંદેસણ, રાયસણ, કોબા, કુડાસણ, ઈન્દ્રોડાનો વિસ્તારો |
વોર્ડ-11 | ખોરજ, ભાટ, કોટેશ્વર, નભોઈ, અમિયાપુર, સુઘડ, ઝુંડાલ |
વોર્ડ પ્રમાણે ઉમેદવારો
વોર્ડ નંબર 1માં 19 ઉમેદવારો છે. જોકે, આ પહેલા 20 હતા. એક ઉમેદવારનું નિધન થતા 19 ઉમેદવારો રહ્યા છે. વોર્ડ નંબર 2માં 13 ઉમેદવારો, વોર્ડ નંબર 3માં 14માં ઉમેદવારો, વોર્ડ નંબર 4માં 14 ઉમેદવારો, વોર્ડ નંબર 5માં 11 ઉમેદવારો, વોર્ડ નંબર 6માં 17 ઉમેદવારો, વોર્ડ નંબર 7માં 13 ઉમેદવારો, વોર્ડ નંબર 8માં 18 ઉમેદવારો, વોર્ડ નંબર 9માં 14 ઉમેદવારો પૈકી આપના ઉમેદવારનું અવસાન થતાં ફરી ઉમેદવારી ફોર્મ ભરાશે, વોર્ડ નંબર 10માં 15 ઉમેદવારો, વોર્ડ નંબર 11માં 14 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે. વોર્ડ નંબર 1માં સૌથી વધુ ઉમેદવારો છે.