- રાજયકક્ષાના શહેરી વિકાસના પ્રધાન વિનોદ મોરડીયાએ ચાર્જ સંભાળ્યો
- ચૂંટણી પહેલા લોકોને ઘરનું ઘર પ્રાપ્ત થશે
- સરકારના રોડ મેપ પ્રમાણે કામ અને પ્રોજેક્ટ આગળ લઈ જવામાં આવશે
- ચૂંટણી પહેલા લોકોને ઘરનું ઘર પ્રાપ્ત થશે
ગાંધીનગર: રાજ્યકક્ષાના પ્રધાન વિનોદ મોરડીયાએ Etv Bharat સાથે ખાસ વાતચીત કરતાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર અને ભારતીય જનતા પાર્ટી દ્વારા જે રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે. તે પ્રમાણે જ રાજ્ય સરકારનું આગળનું આયોજન મુજબ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી વર્ષ 2022 માં આવી રહી છે. લોકસભાની ચૂંટણી વર્ષ 2020 માં આવી રહી છે, ત્યારે મુખ્યમંત્રી આવાસ યોજના અને પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને વહેલામાં વહેલી તકે ઘરનું ઘર પ્રાપ્ત થાય તે બાબતનું પણ આયોજન કરવામાં આવશે. આમ ચૂંટણી પહેલા તમામ લોકોને ઘરનું ઘર પ્રાપ્ત થાય તે બાબતનું નિવેદન પણ રાજ્યકક્ષાના પ્રધાન વિનોદ મોરડીયાએ આપ્યું હતું.
છેલ્લા 25 વર્ષથી ભાજપની સરકાર
Etv Bharat સાથે ખાસ વાતચીત કરતાં વિનોદ મોરડીયાએ વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લા 25 વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને જે પ્રકારે રાજ્ય સરકાર કામ કરી રહી છે તે જ પ્રકારે કામ ચાલુ રાખવામાં આવશે. આમ વ્યવસ્થાના ભાગરૂપે મને જવાબદારી સોંપવામાં આવી છે પરંતુ રાજ્ય સરકાર દ્વારા જે રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે તે પ્રમાણેનું જ કાર્ય કરવામાં આવશે.
બપોરે 12 કલાકે લીધો ચાર્જ
રાજ્યકક્ષાના શહેરી નિર્માણ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના રાજ્ય કક્ષાના પ્રધાન વિનોદ મોરડીયાએ બાર વાગ્યાની આસપાસ ચાર્જ લીધો હતો. આમ સ્વર્ણિમ સંકુલ- 2 માં સામાન્ય વહીવટી વિભાગ દ્વારા તેઓને ત્રીજા માળ ખાતે ઓફિસ ફાળવવામાં આવી છે.