ગાંધીનગર : 22 ફેબ્રુઆરીના રોજ ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા(Leader of Opposition in Gujarat Legislative Assembly) સુખરામ રાઠવાએ પત્રકાર પરિષદ સંબોધી હતી, જેમાં જણાવ્યું હતું કે ITI થકી અલગ અલગ માહિતી પ્રાપ્ત થઇ છે. જેમાં રાજકોટમાં જુદા જુદા 20 સર્વે નંબરની સ્કૂલ 111 એક જમીનના મૂળ માલિક સહારા ઇન્ડિયા આ જમીનમાં સરકારી તંત્રનો ઉપયોગ કરીને તેનો હેતુ ફેરબદલ કરવામાં આવ્યો છે જેના તાર પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી(Former Chief Minister Vijay Rupani) સુધી પહોંચે છે.
પૃર્વ મુખ્યપ્રધાન પર કરાયા આક્ષેપો
શૈલેષ પરમારે જણાવ્યું હતું કે, સહારા ઇન્ડિયા હોમ કોર્પોરેશન જે સૌરાષ્ટ્રમાં તેમજ અન્ય જગ્યાએ township બનાવે છે અને આ કંપની એક રોડ કંપની છે જ્યારે રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન શહેરી વિકાસ સંભાળતા હતા ત્યારે વિજય રૂપાણી એ જ પરિપત્ર બહાર પાડી બે મહિનાના સમયમાં એક પણ વાંધા અરજી આવી નથી તેવું સરકારે કહ્યું હતું અને આ સરકારે એ જ કંપનીને આ ઓર્ડર આપ્યા છે. આ સિવાય અન્ય બીજી કંપનીઓ દ્વારા પણ જોન ફેર કરવાની અરજી કરવામાં આવી હતી પરંતુ માત્ર સહારા કંપની ને જ વિજય રૂપાણીએ મંજૂરી આપી હોવાનો આક્ષેપ કર્યો હતો.
કરોડો રૂપિયાના કૌભાંડનો આરોપ
પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ઉપર ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા, સી.જે ચાવડાએ આક્ષેપો કર્યા હતા. જ્યારે આ બાબતે સીબીઆઇ તપાસની પણ માંગ કરવામાં આવી હતી ત્યારે કે જેઓ કોંગ્રેસ પક્ષના પ્રવક્તા છે તેઓએ પણ સ્પષ્ટ આક્ષેપ કર્યા હતા કે રાજકોટમાં થયેલ જમીન જમીન કૌભાંડમાં રાજકોટ નથી પરંતુ અન્ય જગ્યાએ પણ થયા છે. ત્યારે આ આક્ષેપોને ધ્યાનમાં લઇને રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગાંધીનગર કોર્ટમાં બદનક્ષીનો દાવો કર્યો હોવાની વિગતો પણ સામે આવી રહી છે.