ETV Bharat / city

Vidhya Samiksha Kendra Visit : આ વખતે વાઘાણી સિસોદિયાનો કેડો કેમ નથી મૂકી રહ્યાં? નેશનલ કોન્ફરન્સમાં રાજ્યોના શિક્ષણપ્રધાનોની મુલાકાત - Manish Sisodia

કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા ગાંધીનગરમાં શિક્ષણ પ્રધાનોની નેશનલ કોન્ફરન્સ (National Conference of Ministers of Education) આયોજિત કરવામાં આવી છે. જેને માટે દેશના જુદાંજુદાં રાજ્યોના શિક્ષણ પ્રધાનો અને સચિવો વિદ્યા સમીક્ષા કેન્દ્રની (Vidhya Samiksha Kendra Visit ) મુલાકાતે આવ્યાં હતાં. જ્યાં જીતુ વાઘાણી (Jeetu Vaghani ) સતત મનીષ સિસોદિયાની (Manish Sisodia ) સાથેને સાથે રહ્યાં હતાં.

Vidhya Samiksha Kendra Visit : આ વખતે વાઘાણી સિસોદિયાનો કેડો કેમ નથી મૂકી રહ્યાં? નેશનલ કોન્ફરન્સમાં રાજ્યોના શિક્ષણપ્રધાનોની મુલાકાત

author img

By

Published : Jun 1, 2022, 4:13 PM IST

ગાંધીનગર : કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા બે દિવસ માટે શિક્ષણ પ્રધાનોની નેશનલ કોન્ફરન્સનું (National Conference of Ministers of Education) આયોજન કર્યું છે ત્યારે આજે તમામ રાજ્યોના શિક્ષણ પ્રધાનો અને શિક્ષણ સચિવો ગુજરાતની મુલાકાતે આવ્યા છે. આજે પ્રથમ દિવસે આ બધાંએ વિદ્યા સમીક્ષા કેન્દ્રની (Education Minister Visits Vidhya Samiksha Kendra) મુલાકાત કરી હતી. કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનની (Union Education Minister Dharmendra Pradhan Visits ) ઉપસ્થિતિમાં તમામ રાજ્યના શિક્ષણ પ્રધાનોએ વિદ્યા સમીક્ષા કેન્દ્રની (Vidhya Samiksha Kendra Visit ) મુલાકાત કરી હતી. આ દરમિયાન દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન અને શિક્ષણ પ્રધાન મનીષ સિસોદિયાની (Manish Sisodia ) સાથે જ ગુજરાત રાજ્યના શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણી (Jeetu Vaghani )જોવા મળ્યાં હતાં અને તેઓને જીતુ વાઘાણી અલગ કરતા ન હોવાની વાતો પણ સામે આવી છે.

દેશના જુદાંજુદાં રાજ્યોના શિક્ષણ પ્રધાનો અને સચિવો વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાતે આવ્યાં હતાં

જીતુ વાઘાણી મનીષ સિસોદિયા એક સાથે -ગુજરાત વિધાનસભાની ચૂંટણી શિક્ષણના મુદ્દે થઈ રહી છે. ત્યારે આમ આદમી પાર્ટીના દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન અને શિક્ષણ પ્રધાન મનીષ સિસોદિયા ( Delhi Education Minister Manish Sisodia ) તથા ગુજરાત રાજ્યના શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણી અગાઉ પણ એકબીજાની સામે આવી ચૂક્યા છે. જ્યારે મનીષ સિસોદિયાએ ભાવનગરની સરકારી શાળામાં જઇને જીતુ વાઘાણીના જ મત વિસ્તારની પ્રાથમિક શાળાઓની મુલાકાત કરી હતી. આજે એજ્યુકેશન મિનિસ્ટર કોન્ફરન્સમાં જીતુ વાઘાણી દિલ્હીના શિક્ષણપ્રધાન મનીષ સિસોદિયા સાથે જ રહ્યા હતાં. જયારે મળતી માહિતી પ્રમાણે સિસોદિયાને અલગ પડવાનો મોકો જીતુ વાઘાણીએ આપ્યો જ ન હતો.

વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં રિયલ ટાઇમ મોનિટરિંગ નિહાળતાં શિક્ષણપ્રધાનો

આ પણ વાંચોઃ વાઘાણીના ગઢમાં સિસોદિયાની રેડ, ભાવનગરની શાળાની સ્થિતિ જોઇને દિલ્હીના શિક્ષણ પ્રધાન થયા આશ્ચર્યચકિત

રિયલ મોનીટરીગ સમીક્ષા -કેન્દ્રીય શિક્ષણપ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને (Union Education Minister Dharmendra Pradhan Visits ) ગાંધીનગર સ્થિત વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત લીધી હતી. આ મુલાકાત વેળાએ રાજ્યના શિક્ષણપ્રધાન જીતુ વાઘાણી સહિત દેશના અન્ય રાજ્યોના શિક્ષણપ્રધાનો પણ તેમાં જોડાયા હતાં. ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા નિર્મિત વિદ્યા સમીક્ષા કેન્દ્ર (Vidhya Samiksha Kendra Visit ) ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાનું રિઅલ ટાઈમ મોનીટરિંગ કરે છે. આ નેશનલ કોન્ફરન્સના હેતુઓ પૈકીનો એક હેતુ રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલીકરણના ભાગરૂપે ટેકનોલોજી દ્વારા શિક્ષણ અને ગવર્નન્સને ઉદાહરણરૂપે રજૂ કરતા વિદ્યા સમીક્ષા કેન્દ્રથી મહાનુભાવોને માહિતગાર કરવાનો પણ છે.

કેન્દ્રીય શિક્ષણ પ્રધાનની ઉપસ્થિતિમાં ડેટા નિરીક્ષણ

આ પણ વાંચોઃ ગુજરાતમાં માંડવીની પ્રાથમિક શાળામાં પ્રથમવાર શિક્ષણ માટે શરૂ કરાયું ATE, શું છે આ ATE?

કયા મુદ્દે ચર્ચા - આ મુલાકાત દરમિયાન મહાનુભાવો વિદ્યા સમીક્ષા કેન્દ્રની (Vidhya Samiksha Kendra Visit ) ગતિવિધિઓ, કાર્યપ્રણાલિને સમજશે. સાથોસાથ કેન્દ્રથી કેવી રીતે સમગ્ર ગુજરાતના શિક્ષણનું મોનીટરીંગ કરવામાં આવે છે, તેનું પણ નિદર્શન કરાશે. ડેટા આધારીત નિદર્શન થકી શિક્ષણની ગુણવત્તામાં થઈ રહેલી પ્રગતિનો ચિતાર આપવાનો પણ પ્રયાસ થશે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલીકરણના ભાગ રૂપે ટેક્નોલોજી દ્વારા શિક્ષણ અને ગવર્નન્સને ઉદાહરણ રૂપે રજૂ કરતા કોન્ફરન્સના હાર્દ સમા વિદ્યા સમીક્ષા કેન્દ્રથી સંપૂર્ણપણે માહિતગાર કરવામાં આવ્યા હતાં. જેમાં વિદ્યા સમીક્ષા કેન્દ્રની ગતિવિધિઓ અને કાર્યપ્રણાલિઓ રૂબરૂ નિહાળી અને સમજી હતી. સાથોસાથ વિદ્યા સમીક્ષા કેન્દ્રથી કેવી રીતે સમગ્ર ગુજરાતના શિક્ષણને મોનીટર કરી, બાળકોને આપવામાં આવતા શિક્ષણની ગુણવત્તામાં કેવી રીતે ઉત્તરોત્તર પ્રગતિ થઈ છે તેનું ડેટાનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ ગાંધીનગરમાં આવેલ બાયસેગ, નેશનલ ફોરેન્સિક યુનિવર્સિટી અને ઈન્ટરનેશનલ ઓટોમોબાઈલ સેન્ટર ઓફ એક્સેલન્સ (iACE)ની પણ મુલાકાત કરવા નીકળ્યા હતાં.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.