- ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના AAPના કોર્પોરેટર તુષાર પરીખનો જૂનો વીડિયો વાઈરલ
- AAP પાર્ટીમાંથી રાજીનામું આપ્યા હોવાનો જૂનો વીડિયો વાઈરલ
- અમુક વર્ષો પહેલા પોસ્ટ કરાઈ હોવાનું તુષાર પરીખનો ખૂલાસો
- મેં કોઈ રાજીનામું નથી આપ્યું, વીડિયો બનાવી તુષાર પરીખે કરી સ્પષ્ટતા
ગાંધીનગરઃ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપનો 42 બેઠક પર વિજય થયો છે. જ્યારે એક બેઠક પર કોંગ્રેસ અને એક બેઠક ઉપર આમ આદમી પાર્ટીના (AAP) ઉમેદવાર તુષાર પરીખનો વિજય થયો છે. ત્યારે આજે અચાનક જ તુષાર પરીખનો જૂનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. તેમાં તેમણે અરવિંદ કેજરીવાલને સંબોધીને રાજીનામું આપ્યું હોવાની વાત કહેવામાં આવી હતી. ત્યારે આ સમગ્ર બાબતે તુષાર પરીખે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, તેમણે રાજીનામું આપ્યું નથી અને તેઓ હાલમાં પણ આમ આદમી પાર્ટીના (AAP) સભ્ય અને ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન કોર્પોરેટર તરીકે યથાવત્ છું.
આ પણ વાંચો- ભાજપના હિતેષ મકવાણા બન્યાં Gandhinagar New Mayor, તમામ જ્ઞાતિના ઉમેદવારો સમાવાયા
આમ આદમી પાર્ટીનો જૂનો વીડિયો વાઈરલ થયો હતો
આમ આદમી પાર્ટીના (AAP) કોર્પોરેટર તુષાર પરીખે સ્પષ્ટતા કરી હતી કે, જે પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ વાઇરલ થઈ છે. તે ખૂબ જ જૂની છે. જ્યારે ગાંધીનગર શહેરમાં આમ આદમી પાર્ટીમાં (AAP) સંઘર્ષ હતો ત્યારની આ પોસ્ટ હતી, પરંતુ અત્યારે આવા કોઈ પ્રકારની સમસ્યા નથી. પાર્ટીમાં અમુક જેતે સમયે વિસંગતતા હતી. તે દરમિયાન આવા મેસેજ કરવામાં આવ્યા હતા, પરંતુ અત્યારે આવી કોઇપણ પ્રકારની પરિસ્થિતિ નથી.
આ પણ વાંચો- આપ પાર્ટીને જે વોટ મળ્યા તે સીટમાં કન્વર્ટ ના થઈ શક્યા, જાણો શું હતુ હારવાનું કારણ...
હું AAPની વિચારધારા સાથે જોડાયેલો છું, પરીખની સ્પષ્ટતા
તુષાર પરીખે વીડિયોમાં જણાવ્યું હતું કે, હું હંમેશા આમ આદમી પાર્ટીની (AAP) વિચારધારા સાથે જોડાયેલો છું. જ્યારે રાજીનામા આપવા બાબતે કોઈ તથ્ય નથી. મેં રાજીનામું નથી આપ્યું અને રાજીનામાની ચીમકી પણ નથી આપી. આ ઉપરાંત અત્યારે જે મેસેજ કરતા થયા છે. તે સદંતર રીતે ખોટા છે અને હું પોતે આમ આદમી પાર્ટી (AAP) સાથે જોડાયેલો છું અને હંમેશા જોડાયેલો રહીશ..
GMCમાં AAP પાર્ટીનો ફક્ત એક જ કોર્પોરેટર
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણીમાં કુલ 44 બેઠક પર ચૂંટણી યોજાઈ હતી, જેમાંથી 42 બેઠક પર ભાજપ જીત્યું હતું. ત્યારબાદ કોંગ્રેસને એક બેઠક અને આમ આદમી પાર્ટી (AAP)ની એક બેઠક પર જીત થઈ હતી. જ્યારે આમ આદમી પાર્ટી (AAP) ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રથમ વખત ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું અને પ્રથમ વખતમાં જ તુષાર પરીખ આમ આદમી પાર્ટી (AAP)માંથી કોર્પોરેટર તરીકે ચૂંટાયા છે.