ETV Bharat / city

ગુજરાતમાં CBSE ધોરણ 12ની પરીક્ષા યોજવા મામલે કેન્દ્રની શિક્ષણ પ્રધાન સાથે વીડિયો કોન્ફરન્સ - શિક્ષણ પ્રધાન

ધોરણ 12ની CBSE પરીક્ષા અંગે રાજ્યના શિક્ષણ પ્રધાન સાથે કેન્દ્ર સરકારની બેઠક યોજાઇ હતી. પરીક્ષા યોજવી કે નહીં તેમજ જો યોજવી તો શું નિર્ણય લેવો. જેમાં સમગ્ર દેશના તમામ રાજ્યોના શિક્ષણ પ્રધાનોએ ભાગ લીધો હતો.

ગુજરાતમાં CBSE ધોરણ 12ની પરીક્ષા યોજવા મામલે કેન્દ્રની શિક્ષણ પ્રધાન સાથે વીડિયો કોન્ફરન્સ

author img

By

Published : May 23, 2021, 6:29 PM IST

  • પરીક્ષા યોજવા માટે 2 વિકલ્પો આપવામાં આવ્યા
  • તમામ રાજ્યોમાં શિક્ષણ પ્રધાન પણ જોડાયા
  • કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા યોજાઇ બેઠક

ગાંધીનગર: કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા વીડિયો કોન્ફરન્સના માધ્યમથી CBSE બોર્ડ દ્વારા ધોરણ 12ની જાહેર પરીક્ષા યોજવા માટેના વિવિધ વિકલ્પો તથા NEET, JEE અને ઉચ્ચ અભ્યાસમાં પ્રવેશ માટેની પરીક્ષા યોજવા બાબતે રાજ્યો પણ કેવી રીતે તૈયાર છે તે અંગે ચર્ચા થઈ હતી. સંરક્ષણ પ્રધાન ભારત સરકારની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ હતી. જેમાં CBSE બોર્ડ દ્વારા ધોરણ 12ની પરીક્ષા યોજવા માટેના વિકલ્પોની ચર્ચા કરવામાં આવી હતી.

પરીક્ષાના આયોજન માટે આ 2 વિકલ્પ અપાયા

CBSE બોર્ડ દ્વારા ધોરણ 12ની પરીક્ષા યોજવા માટેના વિકલ્પોની ચર્ચા કરવામાં આવી હતી. જેમાં 2 વિકલ્પો આપવામાં આવ્યા હતા. પરીક્ષાના આયોજન માટે 2 વિકલ્પ અપાયા. હાલની 3 કલાકના સમય ગાળાની પરીક્ષા પદ્ધતિથી વર્ણાત્મક સ્વરૂપની લેખિત પરીક્ષા યોજવી અને તે માટે પરિણામ જાહેર કરવા સુધીના સમયગાળાની ચર્ચા બેઠકમાં થઈ હતી. આ સાથે જ અભ્યાસક્રમના બહુ વિકલ્પ પ્રકારના પ્રશ્નો અને ટૂંક જવાબી પ્રશ્નોના માળખાને ધ્યાને લઇ 90 મિનિટમાં પ્રશ્નપત્ર પૂરૂં થાય તેવા પ્રશ્નપત્રનો ઉપયોગ કરીને પરીક્ષા યોજવાના વિકલ્પ વિષે ચર્ચા કરાઈ હતી.

આ પણ વાંચોઃ ધોરણ 12ની પરીક્ષા લેવાશેઃ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા

ગુજરાતમાં ધોરણ 12ની પરીક્ષા માટે મુખ્યપ્રધાન સાથે સમીક્ષા કરી યોગ્ય નિર્ણય લેવાશે

ચર્ચામાં ભાગ લેતા શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા જણાવવામાં આવ્યું કે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 12ની પરીક્ષા માટે મુખ્યપ્રધાન સાથે પરિસ્થિતિની સમીક્ષા અને પરામર્શ કરીને યોગ્ય નિર્ણય લેવામાં આવશે. CBSE અને ગુજરાતમાં લેવાનારી ધોરણ 12ની પરીક્ષા મામલે કહ્યું કે, વિદ્યાર્થીઓની કારકિર્દી મહત્વની છે એટલી જ તેમની સુરક્ષા પણ મહત્વની છે. પરીક્ષાઓ યોજતી વખતે કોવિડ-19ની ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરીને પરીક્ષા યોજવાનું આયોજન કરવામાં આવશે અને ભારત સરકાર દ્વારા યોજવામાં આવતી ઉચ્ચ અભ્યાસ માટેની પ્રવેશ પરીક્ષાઓ માટે જરૂરી સહયોગ પૂરો પાડવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.