ETV Bharat / city

Vibrant Summit 2022: કોરોનાના વધતા કેસોમાં પણ વાયબ્રન્ટ યોજીશું, અમારી પાસે આ વ્યવસ્થાઓ... - કોવિડ રસીકરણના સર્ટીફિકેટ

વાયબ્રન્ટ સમિટ (Vibrant Summit 2022)માં વિદેશથી આવનાર મહેમાનો માટે 7 દિવસ કવોરન્ટાઈન રહેવું કે નહીં તેને લઈને હજુ સુધી ગુજરાત સરકારે કોઈ સ્પષ્ટતા નથી કરી. દરેક સામાન્ય માણસને મહામારીમાં આ નિયમ લાગુ પડે છે, ત્યારે આ નિયમ હાઇરિસ્ક સહિતના વિદેશથી વાયબ્રન્ટમાં આવતા મહેમાનોને કેટલો લાગુ પડશે, તેનો પરામર્શ કેન્દ્ર સરકાર પાસેથી લેવામાં આવશે. તેવું આરોગ્યપ્રધાનએ જણાવ્યું હતું પરંતુ વાયબ્રન્ટ બધી તૈયારીઓ સાથે યોજાશે તેવું ઋષિકેશ પટેલે જણાવ્યું હતું. આ ઉપરાંત સંભવિત ત્રીજી લહેર (Third wave in Gujarat)ની તૈયારીઓને લઈને પણ કેટલીક સ્પષ્ટતા તેમણે કરી હતી.

Vibrant Summit 2022: કોરોનાના વધતા કેસોમાં પણ વાયબ્રન્ટ યોજીશું, અમારી પાસે આ વ્યવસ્થાઓ...

author img

By

Published : Dec 30, 2021, 8:15 PM IST

ગાંધીનગર: કોરોના અને ઓમિક્રોન (Omicron in Gujarat)ના કેસો રોકેટ ગતિએ વધી રહ્યા છે. ત્યારે સંભવિત ત્રીજી લહેરની જાણે શરૂઆત થઈ હોય તેમ અત્યારે કેસોની સ્થિતિ જોઈ લાગી રહ્યું છે. સરકારની વેક્સિન અને કોરોનાના વધતા કેસોને લઈ શું તૈયારીઓ છે? તેને લઈને આરોગ્ય પ્રધાને મીડિયા સમક્ષ મહત્વની વાતો જણાવી હતી, પરંતુ વાયબ્રન્ટ (Vibrant Summit 2022) યોજવો કે નહીં તેને લઈને ચર્ચાઓ થઈ રહી છે, ત્યારે ઋષિકેશ પટેલે વાયબ્રન્ટ યોજાશે અને તેની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે તેવું જણાવ્યું હતું. આ ઉપરાંત બેડ, દવાની વ્યવસ્થા સરકારની તૈયારીઓ વગેરે વિશે પણ જણાવ્યું હતું.

Vibrant Summit 2022: કોરોનાના વધતા કેસોમાં પણ વાયબ્રન્ટ યોજીશું, અમારી પાસે આ વ્યવસ્થાઓ...

90 લાખ જેટલા લોકો રસી લેવામાં બાકી

આરોગ્ય પ્રધાને કહ્યું, રાજ્યમાં 18 વર્ષથી ઉપરની વયના પાત્રતા ધરાવતા કુલ 4,93,20,903 લાભાર્થીઓને રસી આપવાનો ટાર્ગેટ છે. જેમાં 4,68,06,170 એટલે કે, 94.9 ટકા લાભાર્થીઓને પ્રથમ ડોઝ તથા 4,22,21,731 94% ને બીજો ડોઝ મળી કુલ 8.90 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવેલ છે. અંદાજિત 90 લાખ જેટલા લોકો હજુ પણ રસી લેવામાં બાકી છે.

3થી 9 જાન્યુઆરીના રોજ મેગા વેક્સિન ડ્રાઇવ

તેમને વધુમાં કહ્યું કે, "આગામી તા 3જી જાન્યુઆરીથી 15-18 વર્ષ વય જુથના બાળકોને કોવિડ-19ની કોવેક્સિન રસી મુકવામાં આવનાર છે. આ કેમ્પેઇનમાં રાજ્યમાં આશરે 35 લાખથી વધુ બાળકોને રસી આપવામાં આવનાર છે. જે માટે 3થી 9 જાન્યુઆરીના રોજ મેગા વેક્સિન ડ્રાઇવ (Vaccination drive for children) કરી 35 લાખ કિશોરોને વેક્સિન અપાશે." તા. 7 જાન્યુઆરીના રોજ સમગ્ર રાજ્યમાં તમામ શાળાઓ અને અન્ય સંસ્થા ખાતે મેગાડ્રાઇવ કરી બાળકોને આવરી લેવામાં આવશે અને શાળાએ ન જતા બાળકો માટે તા. 8 અને 9મી જાન્યુઆરીના રોજ અનુકુળ સમયે સેશન રાખી બાળકોને રસી આપવામાં આવશે. આ માટે કોવિન પોર્ટલમાં 1લીથી ઓનલાઇન રજીસ્ટ્રેશન થશે.

18 લાખથી વધુ RTPCR કર્યા

ઋષિકેશ પટેલે વધુમાં કહ્યું કે, 1 ડિસેમ્બરથી 30 ડિસેમ્બર સુધી 18 લાખથી વધુ RTPCR કર્યા છે. કોવિડ-19ના ઝડપી નિદાન માટે રાજયમાં કુલ-62 સરકારી તેમજ 75 ખાનગી લેબોરેટરી એમ કુલ-137 લેબોરેટરીમાં RTPCR ટેસ્ટની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. રાજ્યની તમારા આરોગ્ય સંસ્થાઓ ખાતે RTPCR કલેક્શન સેન્ટર અને એન્ટીજન ટેસ્ટની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે.

રાજ્યમાં કુલ 1.10 લાખ પથારીની વ્યવસ્થા

આરોગ્ય પ્રધાને કહ્યું કે, સંભવિત ત્રીજી લહેર (Third wave in Gujarat)ના આયોજન હેઠળ રાજ્યમાં હાલાં કુલ 1.10 લાખ પથારીની વ્યવસ્થા છે. જેમાં 15,900 ICU બેડમાં 7,827 વેન્ટીલેટર બેડ ઉપલબ્ધ છે. બાળકો માટે તમામ કોવીડ હોસ્પિટલમાં 10થી 20 ટકા બેન્ડ્સ અને 10 જેટલા વેન્ટિલેટર પણ ઉપલબ્ધ છે. ઉપરાંત, ‘જિલ્લાઓ શહેરોમાં જરૂરિયાત આધારે નવી 500થી 1500 બેડની COVID હોસ્પિટલો, ઇમર્જન્સી રિપોન્સ (ER) કેન્દ્રો ઊભા કરવામાં આવશે. અગાઉ રાજ્યની ઓક્સિજનની ક્ષમતા 1200 MT હતી. તેને હાલ વધારી 1600 મેટ્રીકટનની કરાઈ છે.

વિદેશથી આવનાર મહેમાન માટે કેન્દ્ર નક્કી કરશે

હાઈરિસ્ક દેશમાંથી આવતા પેસેન્જરોના એરપોર્ટ ખાતે જ RTPCR ટેસ્ટ કરવામાં આવે છે. હાઇ રીસ્ક દેશમાંથી આવેલ તમામ વ્યક્તિઓને 7 દિવસ માટે હોમ ક્લોરોન્ટાઇન કરવામાં આવે છે અને આવા વ્યક્તિઓના પુન: RTPCR ટેસ્ટ કરવામાં આવે છે, પરંતુ વાયબ્રન્ટ ગુજરાતમાં આવનાર મહેમાનોને લઈને ઋષિકેશ પટેલે કહ્યું કે, કેન્દ્ર સરકાર પાસે તેને લઈને પરામર્શ કરાશે તેવું તેમણે જણાવ્યું હતું અને એ કેન્દ્ર સરકાર નક્કી કરશે તેવું તેમને જણાવ્યું હતું.

પોતાના ડોક્ટરની સલાહ મુજબ રસી

10મી જાન્યુઆરી દેશમાં હેલ્થ કેર વર્કર, ફ્રન્ટ લાઇન વર્કર અને 60 વર્ષથી વધુ ઉંમરના કોમોર્બિડ લાભાર્થીઓને પ્રિકોશન ડોઝ આપવામાં આવનાર છે. 60 વર્ષથી વધુ ઉંમરના કોમોર્બિડ લાભાર્થી પોતાના ડોક્ટરની સલાહ મુજબ રસી લઇ શકે છે, જેના માટે તેમણે કોઇપણ પ્રકારનું તબીબી પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે નહિ આ જુથમાં 6,24,092 હેલ્થ કેર વર્કર, 13,44,533 ફ્રન્ટ લાઇન વર્કર અને અંદાજીત 14,24,600 એમ 60 વર્ષથી વધુ ઉંમરના કોમોર્બિડ લાભાર્થીઓ મળી કુલ 33લાખથી વધુ લાભાર્થીને પ્રિકોશન ડોઝ આપવામાં આવશે.

પ્રિકોશન ડોઝ માટે SMSથી પણ જાણ કરાશે

જે લાભાર્થીને કોવિડ રસીનો બીજો ડોઝ લીધા બાદ 9 મહિના પૂર્ણ થયા હોય તેવા લાભાર્થીને પ્રિકોશન ડોઝ આપવામાં આવશે. પ્રિકોશન ડોઝ અંગેની નોંધ કોવિન પોર્ટલ પરથી ઉપલબ્ધ કોવિડ રસીકરણના સર્ટીફિકેટ (Vaccination certificate)માં પણ કરવામાં આવશે. એલીજીબલ લાભાર્થીને પ્રિકોશન ડોઝ માટે SMSથી પણ જાણ કરવામાં આવશે.

આ પણ વાંચો: VGGS 2022 : વિદેશી ડેલીગેશને પણ નિયમો અનુસરવા પડશે, 7 દિવસ ક્વોરન્ટીન રહેવું પડશે

આ પણ વાંચો: chhath pooja 2021: એવુ તે શું થયું કે, પ્રધાનોને કૂદવા પડ્યા ઘાટના દરવાજા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.