ETV Bharat / city

VGGS 2022 MOU In Dubai : વાયબ્રન્ટ સમિટ પૂર્વે દુબઇમાં મુખ્યપ્રધાનની ઉપસ્થિતિમાં 19 MOU થયાં

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2022 (Vibrant Gujarat Global Summit 2022) ના રોડ-શૉ અને વન-ટુ-વન બેઠક માટે ગુજરાત ડેલિગેશન સાથે દુબઇની દ્વિ-દિવસીય મુલાકાતે (CM Bhupendra patel Dubai visit ) છે. મુખ્યપ્રધાનની આ મુલાકાત દુબઇના ઉદ્યોગ રોકાણકારો માટે ગુજરાતમાં વિવિધ ક્ષેત્રે રોકાણોની ઉત્સુકતા માટેની એક મહત્વપૂર્ણ ઇવેન્ટ બની ગઇ છે. દુબઇ પ્રવાસના પ્રથમ દિવસે બુધવારે યોજાયેલા રોડ-શૉ અને દિવસ દરમ્યાન દુબઇના અગ્રણી ઉદ્યોગ-વેપાર સંચાલકો સાથેની વન-ટુ-વન બેઠક (VGGS 2022 MOU In Dubai) પણ અત્યંત ફળદાયી રહ્યાં છે.

VGGS 2022 MOU In Dubai : વાયબ્રન્ટ સમિટ પૂર્વે દુબઇમાં મુખ્યપ્રધાનની ઉપસ્થિતિમાં 19 MOU થયાં
VGGS 2022 MOU In Dubai : વાયબ્રન્ટ સમિટ પૂર્વે દુબઇમાં મુખ્યપ્રધાનની ઉપસ્થિતિમાં 19 MOU થયાં
author img

By

Published : Dec 9, 2021, 9:27 PM IST

  • લોજિસ્ટીક્સ પાર્ક, વિન્ડ પાવર પ્રોજક્ટ-સ્માર્ટ ગ્રિડ પ્રોજેક્ટમાં એમઓયુ
  • ગ્રીન સિમેન્ટ મેન્યૂફેકચરીંગ, ચાંચ પેલેસ રિસોર્ટ ડેવલપમેન્ટ અને ભાવનગર પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રકચર
  • ધોલેરા SIR તેમજ ગિફ્ટ સિટીમાં રોકાણો સહિત વિવિધ MOU

ગાંધીનગર- દુબઇના 19 જેટલા ઉદ્યોગ-રોકાણકારોએ ગુજરાતમાં પોતાના વ્યવસાય-કારોબાર અને ઉદ્યોગોની સ્થાપના માટે આ રોડ-શૉ દરમ્યાન મુખ્યપ્રધાનની ઉપસ્થિતિમાં (CM Bhupendra patel Dubai visit ) ગુજરાત સાથે ગિફ્ટ સિટીમાં પ્રોજેક્ટ્સ રોકાણો સહિત વિવિધ સેકટર્સમાં રોકાણો માટે MOU (VGGS 2022 MOU In Dubai) કર્યાં હતાં. દુબઇનું પ્રતિષ્ઠિત શરાફ ગ્રુપ ગુજરાતમાં લોજિસ્ટીક્સ પાર્ક સ્થાપવાનું છે તે માટેના MOU તેમણે ગુજરાત સરકાર સાથે કર્યા હતાં. આ ઉપરાંત અલ્ફનાર ગ્રુપની નેત્રા વિન્ડ પ્રાયવેટ લિમિટેડ દ્વારા 300 મેગાવોટના વીન્ડ પાવર પ્રોજેક્ટ, સ્માર્ટ ગ્રીડ પ્રોજેક્ટ અને ટ્રાન્સમીશન પ્રોજેક્ટસમાં રોકાણ અંગેના MOU થયા હતાં. આ તમામ એમઓયુ Vibrant Gujarat Global Summit 2022 ના ઉપલક્ષમાં કરવામાં આવ્યાં હતાં.

અન્ય ક્ષેત્રના MOU

ગુજરાતમાં Vibrant Gujarat Global Summit 2022 અંતર્ગત અન્ય જે પ્રોજેક્ટસમાં રોકાણો માટે દુબઇના રોકાણકારો-ઉદ્યોગ સંચાલકોએ (VGGS 2022 MOU In Dubai) રસ દાખવ્યો છે, તેમાં ઇન્ટીગ્રેટેડ સ્ટિલ પ્લાન્ટ, હજિરામાં ગ્રીન સિમેન્ટ ઉત્પાદન, ગિફટ સિટીમાં વેલ્યુટિંગ સર્વિસીસ અને સ્ટોક બ્રોકીંગ સર્વિસીસ, ભાવનગર પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રકચર તેમજ ધોલેરા SIRમાં રોકાણો, ચાંચ પેલેસ રિસોર્ટ ડેવલપમેન્ટ, નાઇટ્રીક એસિડ બેઇઝ્ડ ડેરિવેટીવ્ઝ, પ્રેશિયસ મેટલ્સ રિફાઇનીંગ એન્ડ ટ્રેડિંગ, કન્સલટન્સી સર્વિસીસ તથા શોપિંગ મોલ-હાયપર માર્કેટ અંગે, કેપિટલ માર્કેટ એક્ટીવિટીઝ માટે કોર્પોરેટ હાઉસ અને ત્રણ MOU મલ્ટીપલ પ્રોજેક્ટસ માટે થયા છે.

MOU કરનારાંમાં અગ્રણી ગ્રુપોની હાજરી

ગુજરાત સાથે જે MOU (VGGS 2022 MOU In Dubai) થયા છે તેમાં મુખ્યત્વે શરાફ ગ્રુપ, અલ્ફનાર ગ્રુપ,, લુલુ ગ્રુપ,, ટ્રાન્સવર્લ્ડ, કોનારેસ ગ્રુપ,, નરોલા ગૃપ ઇન્ટરનેશનલ જેવા પ્રતિષ્ઠિત ઉદ્યોગ-વેપાર અગ્રણી સહિતના વિવિધ રોકાણકારોનો સમાવેશ થાય છે. ઓબેરોય હોટલમાં દુબઇ રોડ-શૉ દરમ્યાન થયેલા આ MOU વેળાએ મુખ્યપ્રધાન (CM Bhupendra patel Dubai visit ) સહિત ઉદ્યોગ રાજ્યપ્રધાન જગદીશ વિશ્વકર્મા, યુ.એ.ઇ ખાતેના ભારતીય રાજદૂત સુજય સુધીર, મુખ્યપ્રધાનના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તા અને ગુજરાત ડેલિગેશનના વરિષ્ઠ સચિવો, અગ્રણી ઉદ્યોગ વેપાર સંચાલકો ઉપસ્થિત રહ્યાં હતાં.

આ પણ વાંચોઃ Wall To Hide Slums View In Ahmedabad : એરપોર્ટથી સરદારનગર સુધી સ્લમ ઢાંકવા દીવાલનો વિરોધ કરતાં સ્થાનિકો

આ પણ વાંચોઃ VGGS 2022 : વિદેશી ડેલીગેશને પણ નિયમો અનુસરવા પડશે, 7 દિવસ ક્વોરન્ટીન રહેવું પડશે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.