ગાંધીનગર : સમગ્ર વિશ્વમાં કોરોના ત્રીજી લહેરની (Third wave of corona) શરૂઆત થઈ ગઈ છે, ત્યારે ભારત દેશમાં બાળકોને કોરોના થતા રોકવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 25 ડિસેમ્બરના રોજ દેશને સંબોધન દરમિયાન બે મહત્વની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં દેશમાં 15 વર્ષથી 18 વર્ષના બાળકો માટે રસીના પ્રથમ ડોઝની જાહેરાત કરાઈ હતી. ઉપરાંત 60 વર્ષથી વધુના ઉંમરના નાગરિકો માટે બુસ્ટર ડોઝની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારે ગુજરાત સરકારે (Vaccination of children in Gujarat 2022) 3 જાન્યુઆરીથી 6 જાન્યુઆરી સુધી કુલ 16 લાખથી વધુ બાળકોને રસીકરણના ડોઝ આપીને સુરક્ષિત કર્યા છે.
ક્યાં જિલ્લામાં સૌથી વધુ રસીકરણ
ગુજરાત રાજ્યના આર્થિક પાટનગર અમદાવાદ શહેરમાં સૌથી વધુ બાળકોનું રસીકરણ કરવામાં આવ્યું છે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરમાં (Vaccination of Ahmedabad children) બાળકોની સંખ્યા પણ વધુ છે ત્યારે આરોગ્ય વિભાગના આંકડા પ્રમાણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Ahmedabad Municipal Corporation) વિસ્તારમાં 15 થી 18 વર્ષના કુલ 2,99,618 બાળકો નોંધાયા છે જેંમાંથી 1,22,600 બાળકોને વેકસીનનો પ્રથમ ડોઝ આપી દેવામાં આવ્યો છે, જ્યારે સૌથી ઓછું રસીકરણ ડાંગ જિલ્લામાં 20633 બાળકોમાંથી ફક્ત 5728 બાળકોને રસી આપવામાં આવી છે.
જિલ્લા કુલ સંખ્યા પ્રથમ ડોઝ
જિલ્લા | બાળકોની કુલ સંખ્યા | પ્રથમ ડોઝ |
જૂનાગઢ કોર્પોરેશન | 16585 | 12110 |
નવસારી | 56931 | 36661 |
દેવભૂમી દ્વારકા | 38109 | 24405 |
પોરબંદર | 28,885 | 18388 |
સુરત | 67174 | 41608 |
જૂનાગઢ | 51893 | 32020 |
ગાંધીનગર કોર્પોરેશન | 19792 | 11993 |
મહેસાણા | 109218 | 63196 |
આણંદ | 108848 | 62580 |
રાજકોટ કોર્પોરેશન | 81667 | 46834 |
અરવલ્લલી | 64394 | 36140 |
ભાવનગર કોર્પોરેશન | 39259 | 21567 |
રાજકોટ | 95533 | 52189 |
અમદાવાદ કોર્પોરેશન | 299618 | 122600 |
બરોડા | 80243 | 42033 |
ગીરસોમનાથ | 61111 | 31536 |
બરોડા કોર્પોરેશન | 96660 | 48976 |
પાટણ | 81921 | 41383 |
બોટાદ | 41643 | 20241 |
ગાંધીનગર | 73706 | 35428 |
સુરત કોર્પોરેશન | 234424 | 112091 |
સાબરકાંઠા | 95291 | 45144 |
મહીસાગર | 66932 | 31633 |
જામનગર કોર્પોરેશન | 35260 | 16296 |
નર્મદા | 34622 | 15658 |
સુરેન્દ્રનગર | 92181 | 41623 |
અમરેલી | 79653 | 35569 |
ભરૂચ | 93367 | 41612 |
મોરબી | 60418 | 26553 |
કચ્છ | 149200 | 65443 |
તાપી | 36380 | 15502 |
વલસાડ | 91346 | 38422 |
અમદાવાદ | 105568 | 43648 |
જામનગર | 52579 | 21547 |
ભાવનગર | 100421 | 40703 |
ખેડા | 128668 | 50892 |
બનાસકાંઠા | 218101 | 85221 |
છોટાઉદેપુર | 65177 | 22755 |
પંચમહાલ | 109759 | 33156 |
ડાંગ | 20633 | 5728 |
દાહોદ | 174930 | 37974 |
ટોટલ | 35,58,000 | 16,29,058 |
હજુ 19,28,942 બાળકો રસીકરણમાં બાકી
સમગ્ર રાજ્યમાં 15થી 18 વર્ષના કુલ બાળકોની સંખ્યા આરોગ્ય વિભાગના (Gujarat Health Department) પ્રમાણે 35,58,000 છે, જેમાંથી 6 જાન્યુઆરી સુધી 16,29,058 બાળકોને રસીકરણ પૂર્ણ કરવામાં આવ્યું છે, જ્યારે હજુ પણ રાજ્યમાં 19,28,942 બાળકોનું રસીકરણ બાકી છે, જ્યારે રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા 9 જાન્યુઆરી સુધીમાં તમામ બાળકોનું રસીકરણ પૂર્ણ થાય તે રીતનું પણ આયોજન કર્યું છે.
આ પણ વાંચો:
Covid 19 Vaccination: 15થી 18 વય જૂથનું રસીકરણ આજથી થશે શરૂ, સાત લાખ બાળકોનું થયું રજીસ્ટ્રેશન