ETV Bharat / city

ગાંધીનગરમાં 18થી 44 વર્ષના લોકોનું કરાયું વેક્સિનેશન - Vaccination started in Gandhinagar

રાજ્યમાં 1 મેથી 18 વર્ષ સુધીના યુવાઓ માટે રસીકરણની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ગાંધીનગરમાં આજે મોટી સંખ્યામાં યુવાઓ રસી લેવા પહોંચ્યા હતા અને તેઓએ અન્ય લોકોને પણ રસી લેવા માટે અપીલ કરી હતી.

ghandhinager
ગાંધીનગરમાં 18થી 44 વર્ષના લોકોનું કરાયું વેક્સિનેશન
author img

By

Published : May 1, 2021, 12:01 PM IST

  • આજથી રાજ્યમાં 18 વર્ષ સુધીના યુવાઓ માટે રસીકરણની પ્રક્રિયા શરૂ
  • ગાંધીનગરમાં મોટી સખ્યામાં યુવાઓ રસી લેવા પહોંચ્યા
  • યુવાઓએ લોકોને રસી લેવા માટે કરી અપીલ

ગાંધીનાગર: કોરોના સામે સમગ્ર ભારત જંગ લડી રહ્યો છે. કોરોનાની બીજી લહેક પહેલી લહેર કરતા વધુ ઘાતક છે અને એવામાં દેશ-રાજ્યમાં સંસાધનની કમીના કારણે કોરોના દર્દીઓને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવી રહ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણ એ હદે ફેલાયું છે કે હોસ્પિટલોમાં બેડ ખાલી નથી જેના કારણે દર્દીઓને સમયસર સારવાર નથી મળતી તો બીજી તરફ કોરોનાની બીજી લહેરમાં કોરોના દર્દીઓને ઓક્સિજન મોટા પ્રમાણમાં જરૂર પડી રહી છે. હાલમાં ઓક્સિજનની કમી પણ રાજ્યના કેટલાક ભાગમાં જોવા મળી રહી છે.

ગાંધીનગરમાં 18થી 44 વર્ષના લોકોનું કરાયું વેક્સિનેશન

કોરોના મહામારીને નાથવા માટે રસી જ કારગર હથિયાર

કોરોના મહામારીને નાથવા માટે રસી જ એક કારગર હથિયાર છે. દેશમાં તબક્કાવાર રીતે રસીકરણની પ્રક્રિયા ચાલી રહી છે જેમા પહેલા કોરોના વોરીયર્સને રસી આપવામાં આવી હતી પછી 45 વર્ષના વય જૂથને અને આજે 1 મેથી રાજ્યમા યુવા 18 વર્ષ સુધીના લોકોને રસી આપવામાં આવશે.

આ પણ વાંચો : ભાવનગરમાં 18થી 44 વર્ષના લોકોનું કરાયું વેક્સિનેશન

યુવાઓએ લોકોને રસી લેવા કરી અપીલ

હાલમાં રાજ્યમાં કોરોના રસીકરણની પ્રક્રિયા ચાલી રહી છે પરંતુ કેટલાક લોકોમાં રસીને લઇને શંકા અને ડર છે જેના કારણે તે રસી લેતા ખચકાય છે. 1 મેથી શરુ થયેલા રસીકરણ પ્રક્રિયામાં ગાંધીનગરના યુવાઓ મોટી સંખ્યમાં રસી લેવા પહોચ્યા હતા અને તેઓએ લોકોને રસી લેવા અપીલ કરી છે. યુવા કહે છે કે કોરોના સામેની જંગમાં રસી આપણને ખૂબ જ ઉપયોગી થશે અને આપણે રસી દ્વારા ખૂબ જલ્દી કોરોનાથી મુક્તિ મળી શકશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.