ETV Bharat / city

સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ રાજ્યમાં શરૂ થશે માનસિક અસ્વસ્થ લોકો માટે વેક્સિનેશન - સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ રાજ્યમાં શરૂ થશે માનસિક અસ્વસ્થ લોકો માટે વેક્સિનેશન

કોરોના સંક્રમણથી બચવા માટે તમામ લોકો માટે વેક્સિનેશન જરૂરી છે. ત્યારે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ આગામી દિવસોમાં ગુજરાતમાં પણ માનસિક અસ્વસ્થ લોકો માટે કોરોના વેક્સિનેશન શરૂ કરવામાં આવશે.

સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ રાજ્યમાં શરૂ થશે માનસિક અસ્વસ્થ લોકો માટે વેક્સિનેશન

author img

By

Published : Sep 3, 2021, 3:54 PM IST

  • દેશમાં માનસિક અસ્વસ્થ વ્યક્તિને આપવામાં આવશે વેક્સિન
  • રાજયના આરોગ્ય વિભાગ દ્વારા તૈયારીઓ કરવામાં આવી શરૂ
  • મેન્ટલ હોસ્પિટલમાં શરૂ કરવામાં આવશે વેક્સિનેશન સેન્ટર

ગાંધીનગર : કોરોના સંક્રમણથી બચવા માટે વ્યક્તિને ખૂબ જ જરૂરી છે. ત્યારે સમગ્ર દેશમાં 18 વર્ષથી ઉપરના તમામ નાગરિકોને કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવી રહ્યા છે, પરંતુ સુપ્રીમ કોર્ટ દ્વારા એક એવો ચૂકાદો આપવામાં આવ્યો છે કે સમગ્ર દેશમાં જે વ્યક્તિ માનસિક અસ્વસ્થ છે. તેવા વ્યક્તિઓને પણ સંક્રમણથી બચવા માટે કોરોના વેક્સિનેશનનો ડોઝ આપવામાં આવે તેવો નિર્દેશ સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે. જેને ધ્યાનમાં લઇને ગુજરાતના આરોગ્ય વિભાગ દ્વારા માનસિક અસ્વસ્થ વ્યક્તિઓને કોરોના વેક્સિનનો ડોઝ આપવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ રાજ્યમાં શરૂ થશે માનસિક અસ્વસ્થ લોકો માટે વેક્સિનેશન

સામાજિક ન્યાય વિભાગ સાથે સંકલનમાં રહીને થશે કાર્ય

માનસિક અસ્વસ્થ વ્યક્તિઓને વેક્સિનેશન બાબતે રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ મનોજ અગ્રવાલે મીડિયા સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા માનસિક અસ્વસ્થ વ્યક્તિઓને વેક્સિનેશન માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ બાબતે રાજ્યના સામાજિક ન્યાય વિભાગ સાથે સંકલનમાં રહીને સમગ્ર રાજ્યમાં આવેલા મેન્ટલ હોસ્પિટલ, મેન્ટલ ગૃહ સહિતના તમામ લોકોના ડેટા એકત્ર કરીને વેક્સિનેશન કાર્ય શરૂ કરવામાં આવશે.

વર્ષ 2011ની વસતી ગણતરી મુજબ ફક્ત 11 લાખ લોકો માનસિક અસ્વસ્થ

વર્ષ ૨૦૧૧માં ગુજરાત રાજ્યમાં થયેલી વસતી ગણતરી પ્રમાણે, રાજ્યમાં કુલ ૧૧ લાખ જેટલા જ માનસિક અસ્વસ્થ વ્યક્તિઓની નોંધણી થઇ હતી. ત્યારે રાજ્યમાં સુપ્રીમ કોર્ટના નિર્દેશ અનુસાર, ટૂંક સમયમાં જ માનસિક અસ્વસ્થ વ્યક્તિઓને રસીકરણ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. આ પ્રક્રિયા બાબતે રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે, માનસિક અસ્વસ્થ લોકો માટે વેક્સિનેશનમાં મોડું કરવામાં નહીં આવે. તાત્કાલિક ધોરણે આ પ્રક્રિયા હાથ પર લઇને વહેલીમાં વહેલી તકે કાર્ય પૂર્ણ કરવામાં આવશે.

ઘરે ઘરે જઈને આરોગ્ય વિભાગ આપશે વેક્સિન

મનોજ અગ્રવાલે વધુમાં જણાવ્યું હતું કે, સામાજિક ન્યાય વિભાગ સાથે સંકલન રાખીને માનસિક અસ્વસ્થ વ્યક્તિઓના ડેટા લઈને તેમને વેક્સિન આપવામાં આવશે. જ્યારે આરોગ્ય વિભાગ દ્વારા મેન્ટલ હોસ્પિટલ, સારસંભાળ ગૃહ જેવા તમામ જગ્યા ઉપર આરોગ્ય વિભાગની ટીમ જઈને માનસિક અસ્વસ્થ લોકોનું વેક્સિનેશન કરશે. આ સાથે જે વ્યક્તિ પરિવારજનો સાથે ઘરે જ રહે છે, તેવા વ્યક્તિઓના પણ ડેટા નીકાળીને આરોગ્ય વિભાગની ટીમ તેમના ઘરે મોકલીને સ્પેશ્યલ રસીકરણ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.