ETV Bharat / city

Vaccination for children 2022: શાળા કોલેજોમાં શરૂ થશે રસીકરણના કેમ્પ, શાળાના સર્ટી પરથી અપાશે વેક્સીન

દેશમાં 15થી 18 વર્ષના (Vaccination for children 2022) બાળકોને કોરોના વેકસીન (Corona Vaccine Preparation for Children aged 15 to 18 years 2021) આપવા માટેની જાહેરાત બાદ મંગળવારે કેન્દ્રીય આરોગ્ય સચિવ સાથે તમામ રાજ્યના આરોગ્ય સચિવની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકોને રસી કઈ રીતે આપવી અને કઈ રીતે તેનુ આયોજન કરવું તે અંગેની ચર્ચા કરવામાં આવી હતી.

Vaccination for children 2022: શાળામાં શરૂ થશે રસીકરણના કેમ્પ, શાળાના સર્ટી પરથી વેક્સીન અપાશે

author img

By

Published : Dec 28, 2021, 9:10 PM IST

ગાંધીનગર : દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 25 ડિસેમ્બરે દેશને સંબોધન (Pm Modi Addresses Nation) કરતા જાહેરાત (Vaccination for children 2022) કરી હતી કે, 3 જાન્યુઆરીથી 15થી 18 વર્ષના બાળકોને રસીકરણ (Vaccination of children) કરવાની કામગીરી સમગ્ર દેશમાં હાથ ધરવામાં આવશે ત્યારે મંગળવારે કેન્દ્રીય આરોગ્ય સચિવ સાથે તમામ રાજ્યના આરોગ્ય સચિવની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઢકમાં બાળકોને રસી કઈ રીતે આપવી, કઈ રીતે તેનુ આયોજન કરવું, 60 વર્ષથી વધુના નાગરિકો અને જે comorbid નાગરિકો છે તેમને રસી કઈ રીતે આપવી તે અંગે ચર્ચા કરવામાં આવી હતી.

શાળામાં શરૂ થશે રસીકરણના કેમ્પ

શાળા અને કોલેજોમાં શરૂ થશે રસીકરણ કેમ્પ

વિડીયો કોન્ફરન્સ પૂર્ણ કર્યા બાદ રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ મનોજ અગ્રવાલે (Manoj Agarwal) મીડિયા સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યમાં કુલ 35 લાખ જેટલા બાળકો રસીને પાત્ર છે. વર્ષ 2004, 2005 અને 2006માં જન્મ લેનારા બાળકો અત્યારે વ્યક્તિને પાછા ગણવામાં આવી છે. કુલ 34 લાખની આસપાસ બાળકો ગુજરાતમાં છે, જેઓને 3 જાન્યુઆરીથી કોરોનાની રસી આપવાની શરૂઆત કરવામાં આવશે.

બાળકોને કો-વેકસીનના ડોઝ આપવામાં આવશે

કેન્દ્ર સરકારના નિયમ પ્રમાણે બાળકોને કો-વેકસીનના ડોઝ આપવામાં આવશે. આ બાબતે રાજ્યના આરોગ્ય વિભાગ, શિક્ષણ વિભાગ સાથે પરામર્શ કરીને ખાસ આયોજન કરવામાં આવશે. આવનારા સમયમાં રાજ્યની તમામ શાળા અને કોલેજોમાં રસીકરણનો કેમ્પ (Vaccination Camps In School Colleges ) યોજીને વધુમાં વધુ બાળકોને રસી આપવાનું આયોજન કરવામાં આવશે.

ઓન ધ સ્પોટ મળશે રસી

મનોજ અગ્રવાલે વધુમાં જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારના નિયમ પ્રમાણે 1 જાન્યુઆરીથી બાળકોને રસીકરણ માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે જેમાં ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવું પડશે. આ ઉપરાંત ગુજરાત રાજ્યમાં જે પહેલા પણ કરવામાં આવ્યું હતું તેવો જ પ્રયોગ બાળકોને રસીકરણમાં પણ કરવામાં આવશે. રસીકરણ કેમ્પસ ખાતે (Vaccination of children on school certificate) આવનારા તમામ બાળકોને ઓન ધ સ્પોટ રજિસ્ટ્રેશન કરાવીને રસી પ્રાપ્ત કરી શકશે, રાજ્યના બાળકોનુ રસીકરણ વધુમાં વધુ ઝડપથી પૂર્ણ થાય તે માટે ઓનલાઇન અને ઓફલાઇન બંને વિકલ્પો ખુલ્લા રાખવામાં આવ્યા.

શાળાના સર્ટી ઉપર આપવામાં આવશે રસી

રસી લેતા સમયે જો બાળક પાસે કોઈ પણ પ્રકારના પુરાવા નહીં હોય તો શાળાના સર્ટિફિકેટ ઉપર લખી આપવામાં આવેલ મંજૂરીપત્ર ઉપર પણ બાળકને કોરોનાની રસી આપવામાં આવશે તેવું નિવેદન પણ રાજ્યના આરોગ્ય સચિવ મનોજ અગ્રવાલે આપ્યું હતું. કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવનાર બાળકોના રસીકરણમાં રસીનો પ્રથમ ડોઝ ફક્ત 0.5 MLનો આપવામાં આવશે. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા ઘરે ઘરે જઈને પણ બાળકોના રસીકરણની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

વયસ્કો માટે બુસ્ટર ડોઝના નિયમ

મનોજ અગ્રવાલે 60 વર્ષથી વધુની ઉંમરના લોકોના બુસ્ટર ડોઝ માટે પણ ખાસ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, કોરોના પ્રથમ અને બીજો ડોઝ પૂર્ણ થયાના 39 અઠવાડિયા બાદ જે તે વ્યક્તિ બુસ્ટર ડોઝ લેવાના પાત્ર ગણવામાં આવશે. ગુજરાતમાં કુલ 60 વર્ષથી વધુની ઉંમરના 65 લાખ 80 હજાર જેટલા નાગરિકોનો સમાવેશ થાય છે. frontline કોરોના વોરિયર્સમા કુલ 12.44 લાખ, હેલ્થ વર્કરમાં 6.24 લાખનો ડેટા રાજ્ય સરકાર પાસે તૈયાર છે. જેમાંથી કુલ 6.40 લાખ નાગરિકોને 10 જાન્યુઆરીના રોજ રસીના બુસ્ટર ડોઝ લેવાને પાત્ર ગણવામાં આવ્યા છે. આગામી સમયમાં જેમ દિવસો પસાર થશે તેમ વધુમાં વધુ લોકોનો સમાવેશ કરવામાં આવશે.

રાજ્ય સરકાર પાસે અત્યારે 45 લાખ ડોઝ ઉપલબ્ધ

વેક્સિનેશનના ઉપલબ્ધિની જો વાત કરવામાં આવે તો મનોજ અગ્રવાલે આ બાબતે સ્પષ્ટતા કરી હતી કે, રાજ્ય સરકાર પાસે અત્યારે અલગ અલગ જિલ્લાઓમાં અને કોર્પોરેશન વિસ્તારમાં કુલ 45 લાખથી વધુ વ્યક્તિના ડોઝ ઉપલબ્ધ છે. આવનારા સમયમાં સમયાંતરે કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારને ડોઝ પ્રાપ્ત થશે, જેથી રસીની કોઈપણ પ્રકારની અછત સર્જાશે નહીં.

આ પણ વાંચો:

Pm Modi Addresses Nation: જાન્યુઆરીથી 15થી 18 વર્ષના બાળકોને રસી, ફ્રન્ટ લાઇન વર્કર અને વૃદ્ધોને બૂસ્ટર ડોઝ: વડાપ્રધાન મોદી

2018માં 13 મિલિયનથી વધુ બાળકોને રસી મળી નથી: UNICFF

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.